બિહારમાં 15 હજાર યુવકને શસ્ત્રો અપાયાં:PFIના ષડયંત્રનો ઘટસ્ફોટ થયો, ધરપકડ કરાયેલા આતંકવાદીઓ પાસેથી ખુલાસો થયો

પટના (બિહાર)3 મહિનો પહેલા

બેરોજગાર મુસ્લિમ યુવકોને પૈસાની લાલચ આપી દેશભરમાં આતંકવાદ ફેલાવવાના એક મોટા ષડયંત્રનો બિહારમાંથી પર્દાફાશ થયો છે. બિહારમાં 15 હજાર કરતા વધારે યુવકોને હથિયાર ચલાવવાની તાલીમ પણ આપી દેવામાં આવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ધરપકડ કરાયેલ બે વ્યક્તિની પૂછપરછ દરમિયાન આ અંગે માહિતી સામે આવી છે. તેમણે કહ્યું કે આ તાલીમ માટે રાજ્યના 15 જિલ્લામાં કેમ્પ ઓફિસ ખોલવામાં આવી હતી. પૂર્ણિયાને હેડક્વાર્ટર બનાવવામાં આવ્યું હતું.

ફૂલવારીશરીફના ASP મનીષ કુમારે જણાવ્યું કે જે પૂરાવા મળ્યા છે તે પ્રમાણે આ લોકો પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સાથે સક્રિયપણે જોડાયેલ છે. પૂછપરછ પૂરી થવાની છે. અમે જરૂરિયાત પ્રમાણે સૌના રિમાન્ડને વધારવા માટે માગ કરશું.

ગામ-મહોલ્લાના યુવકોને વ્હોટ્સએપ ગ્રુપથી જોડવામાં આવતા હતા
ભાસ્કરને મળેલી માહિતી પ્રમાણે PFIના સભ્ય પહેલા ગામો-મહોલ્લાના એવા યુવકોને ચિન્હિત કરતા હતા કે જે અશિક્ષિત અને બેરોજગાર હતા. જે યુવકોના ઘરની આર્થિક સ્થિતિ નબળી હતી અને સરકારી વ્યવસ્થાથી નારાજ રહેતા હતા, તેવા યુવકોને લક્ષ્યાંક બનાવવામાં આવતા હતા. આવા યુવકોને શરૂઆતમાં થોડી મદદ કરવામાં આવતી હતી. ત્યારબાદ ધીમે ધીમે તેમનું બ્રેનવોશ કરવામાં આવતુ હતું.

અશિક્ષિત યુવકો પ્રલોભનોમાં આવી જતા હતા. ત્યારબાદ તેમને તાલીમ આપવા માટે વ્હોટ્સએપ ગ્રુપ સાથે જોડવામાં આવતા હતા. ધીમે ધીમે તેમને ધર્મના નામે ભડકાવવામાં આવતા હતા. ત્યારબાદ તેઓ તાલીમ માટે તૈયાર થતા હતા. જોકે, અત્યાર સુધી બન્ને પાસેથી માહિતી મળી નથી કે તાલીમ આપ્યા બાદ આ યુવકોને કયાં ટાર્ગેટ આપવામાં આવતા હતા અને તેને લગતા કોડ કયાં હતા?

તાલીમવાળા 10 જિલ્લાનાં નામ સામે આવ્યાં
જે 15 જિલ્લામાં PFI તરફથી મુસ્લિમ યુવકોને તાલીમ આપવામાં આવી તેમાંથી 10 જિલ્લાના નામ સામે આવ્યા છે. તેમા પટના, નાલંદા, પૂર્વી ચંપારણ, દરભંગા, મધુબની, કટિહાર, અરરિયા, વૈશાલી, મઝફ્ફરપુર, સારણીનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફુલવારી શરીફના નયા ટોલાથી 11 જુલાઈના રોજ પટણા પોલીસે અતહર પરવેઝ તથા જલાલૂદ્દીનની ધરપકડ કરી હતી, જોકે આ અંગેનો ખુલાસો 13 જુલાઈના રોજ કરવામાં આવ્યો હતો. 14 જુલાઈના રોજ અરમાન મલિકને પોતાના કબ્જામાં લીધો હતો. 16 જુલાઈના રોજ અતહર તથા અરમાનને 48 કલાકના પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો. સોમવારે સાંજે 5 વાગે રિમાન્ડની મર્યાદા પૂરી થઈ ગઈ.

અતહર તથા અરમાનની અલગથી પૂછપરછ થશે​​​​​​

દેશવિરોધી પ્રવૃત્તિઓ આચરવાને લગતી ઘટનામાં પૂછપરછ કરવામાં આવી રહી છે.
દેશવિરોધી પ્રવૃત્તિઓ આચરવાને લગતી ઘટનામાં પૂછપરછ કરવામાં આવી રહી છે.

પોલીસે જણાવ્યું કે અતહર પરવેઝ તથા અરમાનની પહેલા અલગ-અલગ પૂછપરછ કરવામાં આવી હતી. જ્યારે બન્નેના અલગ-અલગ મળી જાય તો તેમને એક સાથે સામે બેસાડીને પૂછપરછ કરવામાં આવતી હતી. આ પ્રમાણે અનેક વખત કરવામાં આવ્યું છે.

પૂર્ણિય હેડક્વાર્ટરથી મળ્યું રજિસ્ટર
ધરપકડ કરવામાં આવેલ બન્ને વ્યક્તિ પ્રશ્નોના યોગ્ય જવાબ આપતા ન હતા. PFIના હેડક્વાર્ટર અંગે જાણકારી આપ્યા બાદ પોલીસ ટીમે પૂર્ણિયામાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી કંઈ જ મળ્યું ન હતું. હેડક્વાર્ટરની ઓફિસ બંધ હતી. અહીં મોટાભાગના લોકો ગૂમ જોવા મળેલા. જોકે સૂત્રોના જણાવ્યા પ્રમાણે એક રજિસ્ટર પોલીસના હાથમાં આવી ગયું હતું. આ રજિસ્ટરમાં અહીંની મુલાકાત લેનાર વ્યક્તિઓના નામ, સરનામા તથા મોબાઈલ નંબર લખેલા હતા. જેની વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી.

PFIના ફન્ડિંગ સાથે જોડાયેલા કનેક્શનની તપાસ થશે
રિમાન્ડ પર લેવામાં આવેલ બન્ને વ્યક્તિ પાસેથી PFIના ફન્ડિંગને લઈ અનેક પ્રશ્ન કરવામાં આવ્યા. કોણે અને કેટલા રૂપિયા આપવામાં આવ્યા હતા? આ અંગે પૂછપરછ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે PFIના બેંક અકાઉન્ટમાં આશરે રૂપિયા 90 લાખના ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યાના પૂરાવા મળ્યા છે. આ સાથે એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે હવાલા મારફતે પણ PFIને ફન્ડિંગ જતુ હતું.