• Gujarati News
  • National
  • Explosion In Kabul Gurudwara Attack: Kerala Terrorist Sajid Was Among Suicide Attackers, Identified By A Picture Published In IS Magazine

કાબુલ ગુરૂદ્વારા હુમલામાં ખુલાસો:આત્મઘાતી હુમલાખોરોમાં કેરળનો આતંકવાદી સાજિદ પણ હતો, ISની મેગેઝીનમાં છપાયેલી તસવીરથી ઓળખ થઇ

Kabul2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આતંકવાદી સાજિદ કેરળનો રહેવસી હતો - Divya Bhaskar
આતંકવાદી સાજિદ કેરળનો રહેવસી હતો
  • સાજિદ 2016માં ISમાં સામેલ થવા માટે કેરળથી અફઘાનિસ્તાન પહોંચ્યો હતો, તેની સાથે અન્ય 13 લોકો પણ હતા
  • અબ્દુલ રાશિદ અબ્દુલ ચંદેરાએ સાજિદને ISમાં સામેલ કરાવ્યો, ચંદેરાને ગત વર્ષે અફઘાનિસ્તાનમાં મારવામાં આવ્યો હતો

કાબુલ:  અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ગુરુદ્વારા પર થયેલા આત્મઘાતી હુમલાને અંજામ આપનાર એક આતંકવાદી કેરળનો હતો. બે દિવસ પહેલા થયેલા આ હુમલામાં 24 લોકોના મોત થયા હતા. આ હુમલાની જવાબદારી ISએ લીધી હતી. હવે ISએ દાવો કર્યો છે કે તેમાં સામેલ એક આતંકવાદીનું નામ અબુ ખાલિદ અલ હિંદી છે. તપાસ એજન્સીઓએ શુક્રવારે તેની ઓળખ કેરળના કાસરગોડના રહેવાસી મોહમ્મદ સાજિદ કુતિરુમ્મલ (29) તરીકે કરી હતી. ISએ તેની મેગેઝિન અલ નબામાં હુમલાખોરોની તસવીરો અને નામ છાપ્યા  હતા. તેમાં સાજિદ હાથોમાં રાઇફલ સાથે દેખાઇ રહ્યો છે. તપાસ એજન્સીઓ પ્રમાણે તેની ઓળખ એ તસવીરના આધારે કરવામાં આવી હતી. 
ગુપ્તચર એજન્સીઓ એ માહિતી મેળવી રહી છે કે સાજિદ અફઘાનિસ્તાન કેવી રીતે પહોંચ્યો. તેના માટે એજન્સી અફઘાનિસ્તાનની એજન્સીના સંપર્કમાં છે.  એનઆઇએએ આ પહેલા ખુલાસો કર્યો હતો કે સાજિદને ISમાં અબ્દુલ રાશિદ અબ્દુલ ચંદેરાએ સામેલ કરાવ્યો હતો. ચંદેરા ગત વર્ષે અફઘાનિસ્તાનમાં મારી નાખવામાં આવ્યો હતો. 

2016માં ISમાં સામેલ થવા માટે આતંકવાદી સાજિદ અફઘાનિસ્તાન ગયો હતો
આતંકવાદી સાજિદ પહેલા ખાડી દેશની કોઇ દુકાનમાં કામ કરતો હતો. ત્યાંથી આવ્યા બાદ 2016માં ISમાં સામેલ થવા માટે કેરળથી અફઘાનિસ્તાનના ખુરાસાન પ્રાંત પહોંચ્યો હતો. અહીં તેની સાથે અન્ય 13 લોકો પણ આતંકવાદ ફેલાવવા માટે સાથે આવ્યા હતા. સાજિદ ISમાં જોડાયો ત્યારબાદ તેના પિતા મહેમૂદે પોલીસમાં ફરિયાદ કરી હતી. આ સંબંધે કેરળના ચેંદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. તેની સાથે અફઘાનિસ્તાન ગયેલી આયશા ઉર્ફે સોનિયા સેબેસ્ટિયન ઉર્ફે નિમિશાએ પાછા દેશમાં આવવાની ઇચ્છા જાહેર કરી હતી. જોકે હજુ સુધી કોઇ પરત આવ્યું નથી. કેરળથી 4 વર્ષ પહેલા ISમાં સામેલ થયેલા આ 14 પૈકી સાત આતંકવાદીઓની મોત થઇ ચૂકી છે. 

હુમલાામં પાકિસ્તાની એજન્સીનો હાથ હોવાની શંકા
આ મામલે એમ્સટર્ડમ યુરોપિયન થિન્ક ટેન્કએ દાવો કર્યો છે કે કાબુલના ગુરૂદ્વારા પર થયેલા હુમલાની માસ્ટરમાઇન્ડ પાકિસ્તાનની એજન્સી આઇએસઆઇ છે. પાકિસ્તાન હમણાના દિવસોમાં અફઘાનિસ્તાનમાં ભારતીયો વિરુદ્ધ થયેલા હુમલાઓમાં સામેલ રહી છે. આ હુમલા બાદ આઇએસઆઇએ નિવેદનમાં કહ્યું હતું કે આ ભારત સરકારની કાશ્મીરમાં થયેલી કાર્યવાહીનો બદલો છે. 

અન્ય સમાચારો પણ છે...