તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Explosion In A Firecracker Factory Running Among The Population; 5 Dead, 4 In Critical Condition

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

UPમાં ર્દુઘટના:બિજનૌરની ફટાકડાં ફેક્ટરીમાં બ્લાસ્ટ, 5 મજૂરોના મોત-4ની હાલત ગંભીર, ફેક્ટરી માલિકની ધરપકડ

9 દિવસ પહેલા
ઘટના સમયે ફેક્ટરીની બહાર તાળુ મારેલું હતું, તેથી શંકા છે કે, આ ફેક્ટરી ગેરકાયદેસર ચાલતી હશે

ઉત્તર પ્રદેશમાં બિજનૌર જિલ્લાના બક્શીવાલા વિસ્તારમાં ફટકડાંની ફેક્ટરીમાં ગુરુવારે અચાનક બ્લાસ્ટ થયો હતો. ઘટના દરમિયાન ફેક્ટરીમાં કામ કરતાં 5 લોકોના મોત થયા હતા. જ્યારે 4ની હાલત ગંભીર છે. ઘાયલોની બિજનૌર જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ફેક્ટરીમાં બ્લાસ્ટ બપોરે અંદાજે 1 વાગે થયો હતો. ત્યારે ત્યાં 9 લોકો કામ કરતા હતા. શંકા છે કે, દારૂગોળામાં આગ લાગવાના કારણે બ્લાસ્ટ થયો હતો. હાલ પોલીસ અને પ્રશાસન સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.

માનવામાં આવે છે કે, ફટાકડાં ફેક્ટરી કોલોનીની વચ્ચે આવેલી છે. બખ્શીવાલા વિસ્તારમાં બુખારા ગામમાં રહેતા યુસુફે એક મકાન ભાડે રાખ્યું હતું. તેમાંજ ફટાકડાં બનાવવાનું કારખાનું ચાલતું હતું. બ્લાસ્ટના કારણે મકાનનો એક હિસ્સો તૂટી ગયો છે. આજુબાજુના લોકો જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે જોયું કે તેમાં 5 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

ફેક્ટરીમાં બહારથી લોક મારવામાં આવ્યું હતું
લોકોએ જણાવ્યું કે, મકાનની અંદર 9 મજૂરો ફટાકડાં બનાવતા હતા. આ દરમિયાન મકાનને બહારથી તાળુ મારવામાં આવ્યું હતું. આ સંજોગોમાં શંકા છે કે, ફેક્ટરી ગેરકાયદેસર ચલાવવામાં આવતી હતી. બીજી બાજુ બ્લાસ્ટની માહિતી મળતાં બિજનૌરના SP ડૉ. ધર્મવીર સિંહ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે જણાવ્યું કે, ફેક્ટરીના માલિક યુસુફની ધરપકડ કરી લેવામાં આવી છે. તેણે ફેક્ટરીનું લાઈસન્સ હોવાની વાત કહી છે.

મુખ્યમંત્રીએ DM અને SP પાસેથી રિપોર્ટ માંગ્યો છે
ર્દુઘટનાની માહિતી પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના દાખવી છે. તે સાથે જ સીનિયર ઓફિસરને પીડિતોને દરેક શક્ય મદદ કરવા કહ્યું છે. તેમણે આ સમગ્ર ઘટના વિશે DM અને SP પાસેથી રિપોર્ટ માંગ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો