• Home
  • National
  • Explaining the importance of the mask, Modi referred to the fine imposed on the Prime Minister of Bulgaria and said that no one is above the rules.

સલાહ / માસ્કનું મહત્વ સમજાવવા મોદીએ બલ્ગેરિયાના વડા પ્રધાન પર લાગેલા દંડનો ઉલ્લેખ કરી કહ્યું- નિયમોથી ઉપર કોઈ નથી

Explaining the importance of the mask, Modi referred to the fine imposed on the Prime Minister of Bulgaria and said that no one is above the rules.
X
Explaining the importance of the mask, Modi referred to the fine imposed on the Prime Minister of Bulgaria and said that no one is above the rules.

  • મોદીએ માસ્ક ન પહેરવા બદલ બલ્ગેરિયાના વડા પ્રધાનને ફટકારવામાં આવેલા 13 હજારના દંડનું ઉદાહરણ આપ્યું, કહ્યું- વહીવટીતંત્રે આવી ચુસ્તીથી કામ કરવું જોઈએ
  • વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- તમને પ્રાર્થના કરું છુ કે તંદુરસ્તર રહો, બે ગજનું અંતર રાખવાના નિયમનું પાલન કરતા રહો

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 05:00 PM IST

નવી દિલ્હી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાષ્ટ્રને આપેલા સંદેશમાં કોરોના વિશે સાવચેત રહેવાની સલાહ આપી હતી. આ દરમિયાન તે થોડાં નારાજ દેખાઈ રહ્યા હતા. તેમણે પછી કહ્યું કે, એ વાત સાચી છે કે જો આપણે કોરોનાને કારણે થતા મૃત્યુ દર પર નજર કરીએ તો ભારત વિશ્વના ઘણા દેશો કરતા વધુ સારી સ્થિતિમાં છે. સમયસર લોકડાઉન અને અન્ય નિર્ણયોએ ભારતમાં લાખો લોકોનો જીવ બચાવ્યો છે. દેશમાં જ્યારથી અનલોક-1 આવ્યું છે ત્યારથી જ વ્યક્તિગત અને સામાજિક વર્તનમાં પણ બેદરકારી વધી રહી છે.

તેમણે કહ્યું હતું કે હજી સુધી આપણે બે ગજના અંતર અને વીસ સેકન્ડ ધોવા અંગે સાવચેતી રાખીએ છીએ. આજે જ્યારે આપણને વધુ તકેદારીની જરૂર છે, ત્યારે બેદરકારી વધારવી એ મોટી ચિંતાનું કારણ છે. લોકડાઉન દરમિયાન નિયમોનું ગંભીરતાથી પાલન કરવામાં આવ્યું હતું. હવે સરકારોએ, સ્થાનિક સંસ્થાઓ, દેશના નાગરિકો તે જ તકેદારી ફરીથી બતાવવાની જરૂર છે. કન્ટેનમેન્ટ ઝોન પર ખાસ ધ્યાન આપવું જોઈએ. જેઓ નિયમોનું પાલન નથી કરી રહ્યા તેમને રોકવા-ટોકવા અને સમજાવવા પડશે.

વહીવટીતંત્રે કડકાઈથી કામ કરવું જોઈએ
મોદીએ કહ્યું- તમે હવે સમાચારમાં જોયું જ હશે કે એક દેશના વડા પ્રધાનને 13 હજાર દંડ ફટકારવામાં આવ્યો હતો કારણ કે તેઓ માસ્ક પહેર્યા વગર ગયા હતા. ભારતમાં પણ સ્થાનિક વહીવટીતંત્રે આ કડકાઈથી કામ કરવું જોઈએ. આ 130 ભારતીયોને બચાવવા માટેનું અભિયાન છે. ગામના વડા અથવા દેશના વડા પ્રધાન, કોઈ પણ નિયમોથી ઉપર નથી. હકીકતમાં, મોદીએ તેમના ભાષણમાં બલ્ગેરિયાના વડા પ્રધાન બોઇકો બોરીસોવનું ઉદાહરણ આપ્યું હતું. બોરીસોવને તાજેતરમાં દંડ ભરવો પડ્યો હતો, કારણ કે તે માસ્ક વિના ચર્ચમાં પહોચ્યા હતા.

માસ્ક, ફેસ કવર જરૂરથી પહેરો
વડા પ્રધાને કહ્યું કે હું પ્રાર્થના કરું છું, તંદુરસ્ત રહેવા વિનંતી કરું છું. બે ગજનું અંતર રાખવાના નિયમનું પાલન કરો. ગમછો, ફેસ કવર્સ, માસ્કનો ઉપયોગ કરો અને બેદરકાર ન બનો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી