તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Experts Say Even If The Center Summons The Bengal Chief Secretary To Delhi, Mamata May Refuse To Send Him.

કેન્દ્ર અને મમતા વચ્ચે ફરી ચકમકની શક્યતા:નિષ્ણાતોના મતે કેન્દ્ર ભલે બંગાળના મુખ્ય સચિવને દિલ્હી બોલાવે, પણ મમતા તેમને મોકલવાનો ઇનકાર કરી શકે છે

કોલકાતા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કેન્દ્ર અને પશ્ચિમ બંગાળ સરકાર વચ્ચે સોમવારે ફરી એક વખત ટકરાવની સ્થિતિનું સર્જન થયું છે. કેન્દ્ર સરકારે રાજ્યના મુખ્ય સચિવ અલાપન બંદોપાધ્યાયને 31 મેના સવારે 10 વાગ્યા સુધી દિલ્હી રિપોર્ટ કરવા કહ્યું છે. ચક્રવાત યાસના રિવ્યૂ માટે શુક્રવારે બોલાવવામાં આવેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠકમાં તેઓ મોડા પહોંચ્યા હતા. ત્યાર બાદ સાંજે જ તેમને દિલ્હી બોલાવવાના આદેશ જારી થઈ ગયા હતા.

રિટાયર્ડ સિનિયર બ્યુરોક્રેટ્સ અને લીગલ એક્સપર્ટ્સનું માનવું છે કે કેન્દ્ર સરકારે ભલે ચીફ સેક્રેટરીને દિલ્હી રિપોર્ટ કરવાનો આદેશ આપ્યો હોય, પણ એને લાગુ કરવો મુશ્કેલ હોઈ શકે છે. તેમને રિલીવ કરવા રાજ્ય સરકારના અધિકારક્ષેત્રમાં આવે છે. આ સંજોગોમાં મમતા તેમને દિલ્હી મોકલવાનો ઇનકાર કરી શકે છે. મમતાએ કેટલાક દિવસ અગાઉ જ બંધોપાધ્યાયનો કાર્યકાળ ત્રણ મહિના માટે લંબાવવાની વાત કરી હતી.

કેન્દ્ર માટે એકતરફી ટ્રાન્સફર કરવી મુશ્કેલ
ભારત સરકારના ભૂતપૂર્વ સેક્રેટરી જવાહર સરકારના મતે રાજ્ય આ પ્રકારની બદલીને નિયંત્રિત કરનારી ઓલ ઈન્ડિયા સર્વિસ રૂલ્સને ટાંકી આદેશનું પોલાઈટલી ડ્રાફ્ટેડ રિપ્લાઈ કરી શકે છે. કેન્દ્ર માટે કોઈ IAS અથવા IPS અધિકારીની એકતરફી બદલી કરવી મુશ્કેલ છે, જે તેમના નિયંત્રણમાં નથી.

ઓલ ઈન્ડિયા સર્વિસ ઓફિસર્સના ડેપ્યુટેશન અંગે AISના નિયમ 6(1) પ્રમાણે, કોઈ રાજ્યમાં કામ કરી રહેલા અધિકારીને રાજ્યની સહમતીથી કેન્દ્ર અન્ય કોઈ રાજ્ય અથવા PSUમાં નિમણૂક કરી શકે છે.

ટ્રાન્સફર માટે રાજ્યની સહમતી જરૂરી
ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (કેડર) રૂલ્સ 1954માં જણાવવામાં આવ્યું છે કે કોઈપણ અસહમતીના મામલામાં કેન્દ્ર સરકાર નિર્ણય કરશે. સંબંધિત રાજ્ય સરકાર કે રાજ્ય સરકારો કેન્દ્રના નિર્ણયોને લાગુ કરશે. બંધોપાધ્યાયના મામલાને કેન્દ્ર સરકાર માટે મુશ્કેલી એ છે કે તેણે ન તો પશ્ચિમ બંગાળની સહમતી માગી અને ન તો બંધોપાધ્યાય પાસેથી. આ પ્રકારના ટ્રાન્સફર માટે આ જરૂરી માનવામાં આવે છે.

ટ્રાન્સફરના આદેશને કેન્દ્રના બદલાના સંકેત તરીકે જોવામાં આવ્યા હતા, જ્યારે મમતા બેનર્જીએ શનિવારે PM મોદીને રાજકીય બદલાની રાજનીતિને સમાપ્ત કરવા, ચીફ સેક્રેટરીને દિલ્હી બોલાવવાના આદેશને પરત લેવા અને તેમને કોરોના પ્રભાવિતો માટે કામ કરવાની મંજૂરી આપવાની અપીલ કરી હતી.

કાયદાની કસોટી પર યોગ્ય નથી ઊતરતો નિર્ણય
ભાજપના ધારાસભ્ય અને પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ આરોપ લગાવ્યો છે કે મુખ્ય સચિવે સમીક્ષા બેઠકમાં પ્રોટોકોલ તોડ્યો હતો. બંધારણ મુજબ તેમનું ટ્રાન્સફર યોગ્ય છે. તો જવાહર સરકાર મુજબ એના માટે પશ્ચિમ બંગાળ સરકાર સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ કે હાઈકોર્ટની મદદથી કાયદાકીય ઉપાય પણ કરી શકે છે. માનવામાં આવે છે કે કેન્દ્રએ બંને પ્લેટફોર્મમાં ચેતવણી જાહેર કરી હતી.

ઈન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ્સ સર્વિસમાં સેક્રેટરી લેવલના પૂર્વ અધિકારીનું કહેવું છે કે રાજનીતિ ઉપરાંત કેન્દ્ર તરફથી જાહેર આદેશ કાયદાની પરીક્ષા પર યોગ્ય નથી ઊતરતા, કેમ કે કેન્દ્ર સરકારે તેના માટે રાજ્યની મંજૂરી કે કેન્દ્રીય પ્રતિનિયુક્તિ માટે અધિકારીની ઈચ્છા પૂછી ન હતી. તેમણે જણાવ્યું હતું કે તેના બદલે કેન્દ્ર એકબાજુનો આદેશ લઈને આવ્યો, જેમાં ન તો બંધોપાધ્યાયને નિમણૂક આપવાના નવા પદનો ઉલ્લેખ છે કે ન તો તેમનો કાર્યકાળ કેટલો રહેશે એનો ઉલ્લેખ.

પહેલાં પણ થયા છે આવા વિવાદ
આ પહેલાં પશ્ચિમ બંગાળના 3 IPS અધિકારીના ટ્રાન્સફરને એકબાજુનો આદેશ રાજ્ય સરકારે માન્યો ન હતો. થોડાં વર્ષ પહેલાં તામિલનાડુના DGPને પણ આ રીતે જ દિલ્હી રિપોર્ટ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા, પરંતુ રાજ્ય સરકારે એને રિલીવ કરવાનો ઈનકાર કરી દીધો હતો.

બંદોપાધ્યાયના ટ્રાન્સફરના ઔચિત્ય પર સવાલ ઉઠાવતાં સિનિયર એડવોકેટ અરુણાભા ઘોષે કહ્યું હતું કે જો મુખ્યમંત્રી તાત્કાલિક રિલીઝ ઓર્ડર નહીં આપે તો આ કાયદો જટિલતા ઊભી કરશે. ઘોષે કહ્યું હતું કે ચીફ સેક્રેટરી સીધા મુખ્યમંત્રીના કંટ્રોલમાં કામ કરે છે. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર નિયમ અંતર્ગત બંધોપાધ્યાયની ટ્રાન્સફર કરી શકે છે, પરંતુ એનો સમય મોટો મુદ્દો છે. શું યુદ્ધ વચ્ચે સેનાના કોઈ જનરલને હટાવવામાં આવશે?