આખરે ભાજપે ભાગવત-મુલાયમની તસ્વીર કેમ ટ્વીટ કરી?:એક્સપર્ટ્સનું માનવું છે કે સપા-સંઘને સાથે બતાવીને વિપક્ષને વિખેરી નાંખવાની ભાજપની રણનીતિ

લખનઉએક મહિનો પહેલા
  • ભાગવત અને મુલાયમ સિંહ એક જ સોફા ઉપર બેઠેલા નજરે પડી રહ્યા છે

આખરે ભાજપે સંઘ પ્રમુખ મોહન ભાગવત અને મુલાયમ સિંહ યાદવની તસ્વીર કેમ ટ્વીટ કરી? વિશ્લેષ્કોનું માનવું છે કે સપા-ભાજપને એક સાથે બતાવીને ભાજપની વિપક્ષને વિખેરી નાંખવાની રણનીતિ છે. આ તસ્વીર ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના ઘરે આયોજિત એક લગ્ન સમારંભની છે.

આ તસ્વીરમાં સંઘ પ્રમુખ મોહન ભાગવત અને લાલ ટોપી પહેરીને સપા નેતા મુલાયમ સિંહ યાદવ એક જ સોફા ઉપર બેઠેલા નજરે પડી રહ્યા છે. બંન્ને વચ્ચે વાતચીત પણ થાય છે. તેમની આ મુલાકાત ભલે એક લગ્નમાં એક સામાન્ય મુલાકાત હોય, પરંતુ બે જુદી-જુદી વિચારધારાઓ સાથે જોડાયેલી આ નેતાઓની આ મુલાકાત મુદ્દે સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા થઈ રહી છે.

ભાજપે પણ આ મુલાકાત મુદ્દે ટ્વીટ કરીને કહ્યુ- તસ્વીર ઘણું કહે છે.

BJP એ કર્યુ ટ્વીટ.
BJP એ કર્યુ ટ્વીટ.

કેન્દ્રીય મંત્રીએ ટ્વીટ કરી તસ્વીર, કોંગ્રેસે કર્યો કટાક્ષ
આ તસ્વીરને કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલે ટ્વીટ કરી છે. સોમવારે તેમનો જન્મદિવસ પણ હતો અને આ કાર્યક્રમમાં હાજર મોહન ભાગવતનાં આશિર્વાદ લેતાં તેમની તસ્વીરમાં જ મુલાયમ સિંહ યાદવ પણ સંઘ પ્રમુખની સાથે સોફા ઉપર બેઠેલાં નજરે પડી રહ્યા છે. આ તસ્વીર સામે આવ્યા બાદ કોંગ્રેસે સમાજવાદી પાર્ટી પર કટાક્ષ કર્યો હતો.

રાષ્ટ્રપતિ અને PM મોદી પણ રિસેપ્શનમાં પહોંચ્યા હતા
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુની પૌત્રી નિહારિકાનાં લગ્ન સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશનાં ચીફ જસ્ટીસ એનવી રમના પણ પહોંચ્યા હતા. આ રિસેપ્શન ઉપરાષ્ટ્રપતિનાં ઘરે આયોજન કરવામાં આવ્યુ હતુ. રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપરાંત તમામ કેન્દ્રીય મંત્રી, સાંસદ અને સરકારી અધિકારીઓ પણ આ સમારોહમાં હાજર રહ્યા હતા.

'નવી સપા' માં 'સ' નો અર્થ સંઘવાદ છે

યુપી કોંગ્રેસે મુલાયમ સિંહ યાદવ અને સંઘ પ્રમુખ મોહન ભાગવતની આ તસ્વીરને શેર કરતાં લખ્યું છે કે 'નવી સપા' માં 'સ' નો અર્થ સંઘવાદ છે. આ તસ્વીરને બહાને કોંગ્રેસ સપા પર નિશાન સાઘવાના પ્રયાસ કરી રહ્યુ છે. જો કે, સમાજવાદી પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ કોંગ્રેસ અને ભાજપને એક જ ગણાવે છે. અખિલેશ કહે છે કે, જે રીતે કોંગ્રેસે શાસન કર્યુ છે, ભાજપ પણ એ જ રીતે ડરાવીને શાસન કરી રહ્યુ છે. આ તસ્વીરના બહાને કોંગ્રેસને અખિલેશને ઘેરવા માટેની વધુ અક તક મળી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...