તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Expensive To Keep An Old Vehicle In Vehicle Scrap Policy, But Discount On Scrap Value On New Car, Registration Charge Will Also Be Waived

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી કાર પર ફાયદો:વાહન સ્ક્રેપ પોલિસીમાં જૂનું વાહન રાખવાનું મોંઘું, પરંતુ નવી કાર પર સ્ક્રેપ વેલ્યૂ જેટલી છૂટ, નોંધણી ચાર્જ પણ માફ થશે

નવી દિલ્હીએક મહિનો પહેલાલેખક: મુકેશ કૌશિક
 • કૉપી લિંક

બજેટમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે જૂના વાહનોનો અંત લાવવા વાહન સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરી છે. પરંતુ હજી સુધી સ્પષ્ટ કરાયું નથી કે આ નીતિ કેવી રીતે લાગુ થશે અને સામાન્ય માણસને તેમાં શું ફાયદો થશે. બજેટ પછી પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે 15 દિવસની અંદર નિયમો જાહેર કરાશે. મંત્રાલય સ્તરે તૈયાર કરાયેલી નીતિનો મુસદ્દો જણાવે છે કે સરકારનો ઈરાદો જૂના વાહનોને ભંગારમાં લઈ જનારને નવા વાહન પરનો નોંધણી ચાર્જ માફ કરવાનો લાભ મળશે. જૂના વાહનની કિંમતની આકારણી કરીને તેના જેટલી છૂટ નવા વાહનની કિંમત પર પણ આપી શકાય છે. આ માટે સર્ટિફિકેટ દર્શાવવું પડશે.

નવી કારના નોંધણી ચાર્જમાં છૂટથી 5 હજારથી 20 હજારનો ફાયદો

 • 15 વર્ષ જૂના વાહનના નોંધણી ફી 50થી 100 % સુધી વધી શકે છે
 • ખાનગી કારનું રજિસ્ટ્રેશન રિન્યૂ 15 હજાર રૂપિયા અને કોમર્શિયલ કારનો રિન્યૂઅલ ચાર્જ 20 હજાર રૂપિયા સુધી જઈ શકે છે. 15 વર્ષ સુધી કારની કિંમત 20થી 40 હજાર વચ્ચે હોય છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો