કેન્દ્ર સરકારે પ્રસ્તાવ રજૂ કર્યો:એપ્રિલથી વાહનોનો થર્ડ પાર્ટી વીમો મોંઘો

નવી દિલ્હી5 મહિનો પહેલા
  • કૉપી લિંક

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયે વિવિધ શ્રેણીઓના વાહનો માટે થર્ડ પાર્ટી મોટર વીમા પ્રીમિયમમાં વધારાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. એવામાં પહેલી એપ્રિલથી કાર અને દ્વિચક્ી વાહનોના વીમા ખર્ચમાં વધારાનું અનુમાન છે.

પ્રસ્તાવિત સંશોધિત દરો અનુસાર 1000 સીસી ક્ષમતાની પ્રાઇવેટ કારો પર 2019-20માં 2072 રૂપિયાની તુલનામાં 2094 રૂપિયાના દર લાગુ થશે. આવી જ રીતે 1000 સીસીથી 1500 સીસીવાળી પ્રાઇવેટ કારો પર 3211 રૂપિયાની તુલનામાં 3416 રૂપિયાનો દર હશે, જ્યારે 1500 સીસીથી ઉપરની કારોના માલિકોએ 7890 રૂપિયાને બદલે 7897 રૂપિયાનું પ્રીમિયમ આપવું પડશે.

દ્વિચક્રી વાહનોના મામલામાં 150 સીસીથી 350 સીસી સુધીના વાહનો માટે 1366 રૂપિયા પ્રીમિયમ આપવું પડશે, જ્યારે 350 સીસીથી વધુના વાહનો માટે પ્રીમિયમ 2804 રૂપિયા હશે. કોવિડ-19 મહામારીના કારણે બે વર્ષના અંતરાળ બાદ સંશોધિત થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમ પહેલી એપ્રિલથી લાગુ થશે.

અન્ય સમાચારો પણ છે...