તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Exodus Of Hindus In Bangladesh Remains The Same, Not A Single Hindu Survives After 25 Years, Living In Pakistan Is Like War

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિપોર્ટમાં દાવો:બાંગ્લાદેશમાં હિન્દુઓનું પલાયન યથાવત્, 25 વર્ષ પછી એક પણ હિન્દુ નહીં બચે, પાકિસ્તાનમાં રહેવું યુદ્ધ સમાન

નવી દિલ્હી7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • CDPHRના રિપોર્ટમાં દાવો - ભારતના 7 પડોશી દેશણાં હિન્દુઓની સ્થિતિ ચિંતાજનક

બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ બદતર થતી જઈ રહી છે. ત્યાંથી હિન્દુઓનું ભારતમાં પલાયન હજુ પણ યથાવત્ જ છે. જે હિસાબે તેમનું પલાયન થઈ રહ્યું છે તે પ્રમાણે 25 વર્ષ પછી બાંગ્લાદેશમાં એક પણ હિન્દુ નહીં હોય. સેન્ટર ફોર ડેમોક્રસી પ્લૂરાલિઝ્મ એન્ડ હ્યુમન રાઈટ્સ (સીડીપીએચઆર)ના અહેવાલમાં આ દાવો કરાયો હતો.

સીડીપીએચઆરએ પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, મલેશિયા, ઈન્ડોનેશિયા, શ્રીલંકા અને તિબેટમાં માનવાધિકારને લઈને આ રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટને બધા દેશોમાં નાગરિક સમાનતા, તેમની ગરિમા, ન્યાય અને લોકતંત્રના આધારે બનાવાયો છે. આ રિપોર્ટ શિક્ષણવિદ, વકીલ, જજ, મીડિયાકર્મી અને રિસર્ચરોના એક સમૂહે તૈયાર કર્યો છે. તે પ્રમાણે ઢાકા યુનિવર્સિટીના પ્રોફેસર અબ્દુલ બરકતના રિપોર્ટમાં દાવો કરાયો છે કે ગત 4 દાયકામાં બાંગ્લાદેશથી 2,30,612 લોકો દર વર્ષે પલાયન કરી ભારત નાસી રહ્યા છે. એટલે કે દરરોજ 632 લોકો પલાયન માટે મજબૂર છે. અફઘાનિસ્તાનમાં હિન્દુ હવે લુપ્ત થવાની અણીએ છે. તેમના માનવાધિકાર ખતમ કરી દેવાયા છે. દેશમાં 1970માં આશરે 7 લાખ હિન્દુ-શીખ હતા, હવે ફક્ત 200 હિન્દુ પરિવાર રહી ગયા છે.

તિબેટમાં પણ આવી જ સ્થિતિ છે. ચીને આકરા પ્રતિબંધો મૂક્યા છે. તે સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને ભાષાકીય ઓળખ પણ ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. મલેશિયામાં 6.4% વસતી હિન્દુઓની છે પણ હિન્દુઓને અહીં મુસ્લિમ સમાન અધિકાર નથી. જ્યારે ધાર્મિક આધારે અનેક પ્રતિબંધો પણ છે. બીજી બાજુ ઈન્ડોનેશિયામાં ગત અમુક વર્ષોમાં ધર્મના આધારે કટ્ટરતા વધી ગઈ છે અને હવે લઘુમતીઓને નિશાન બનાવાઈ રહ્યા છે. હિન્દુ મોટી સંખ્યામાં નિશાને છે. શ્રીલંકામાં પણ ધાર્મિક લઘુમતીઓની સ્થિતિ ચિંતાજનક છે. ત્યાં 26 વર્ષથી ચાલી રહેલા ગૃહયુદ્ધમાં 1 લાખ લોકોએ જીવ ગુમાવ્યા અને 20 હજારથી વધુ તમિલ ગુમ ગઈ ગયા.

વિભાજનના સમયે પાક.માં હિન્દુ-શીખ વસતી 16% હતી હવે ફક્ત 2.5%
પાકિસ્તાનમાં હિન્દુઓની સાથે સાથે શીખ અને ખ્રિસ્તી લઘુમતીઓને પણ પડકારો સહન કરવા પડે છે. પાક.માં ધામિક લઘુમતીઓનું રહેવું કોઈ યુદ્ધ લડવા સમાન જ છે. ત્યાં હિન્દુ, શીખ અને ખ્રિસ્તી ધર્મની યુવા મહિલાઓ સાથે અપહરણ, દુષ્કર્મ, બળજબરીથી ધર્મ પરિવર્તન વગેરેની ઘટનાઓ વધારે બને છે. પાક.ની વસતી 21 કરોડ છે. ભાગલાના સમયે ધર્મના આધારે વસતી ગતણરીની ટકાવારીને આધાર બનાવાય તો હિન્દુ-શીખોની વસતી 3.5 કરોડ હોવી જોઈતી હતી, જે 50-60 લાખ રહી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો