ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલય વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ત્રિપુરા, નાગાલેન્ડમાં ભાજપની સરકાર નક્કી થઈ ગઈ છે. મેઘાલયમાં મુખ્યમંત્રી સંગમાની NPP સૌથી મોટી પાર્ટી બની ગઈ છે.
મોટાભાગની બેઠકો પર પરિણામો આવી ગયા છે અને ઘણી બેઠકો પર રાજકીય પક્ષોએ લીડ મેળવી છે. બંને આધાર પર જે તસવીર સામે આવી રહી છે તે મુજબ નાગાલેન્ડમાં ભાજપ ગઠબંધનને 36 અને ત્રિપુરાને 34 બેઠકો મળી રહી છે. મેઘાલયમાં NPPને હાલમાં 25 સીટો મળી રહી છે.
મતદાન બાદ આવેલા એક્ઝિટ પોલમાં ત્રિપુરા-નાગાલેન્ડમાં બીજેપી ગઠબંધનને બહુમતી મળવાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. મેઘાલયમાં ત્રિશંકુ વિધાનસભાની શક્યતા જણાવાઈ હતી. જો કે સંગમા અહીં મજબુત સ્થિતિમાં જોવા મળી રહ્યા છે.
મુખ્ય અપડેટ્સ...
પહેલા જાણીએ ત્રણ રાજ્યની સ્થિતિ...
1. ત્રિપુરાના વલણમાં ભાજપ બહુમતી તરફ
પાર્ટી | આગળ | જીત | કુલ |
BJP+ | 11 | 23 | 34 |
CPIM+ | 06 | 08 | 14 |
TMP | 06 | 09 | 12 |
અન્ય | 01 | 00 | 01 |
1. ત્રિપુરામાં 86.10% મતદાન, છેલ્લી ચૂંટણી કરતાં 4% ઓછું
16 ફેબ્રુઆરીએ ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં 60 બેઠક પર 86.10% મતદાન નોંધાયું હતું, આ ગઈ ચૂંટણી કરતાં 4% ઓછું હતું. 2018માં ત્રિપુરામાં 59 બેઠક પર 90% મતદાન થયું હતું. ભાજપ 35 બેઠક જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી આવી હતી. આ સાથે ભાજપે ડાબેરીઓના 25 વર્ષના ગઢને ધ્વસ્ત કરી નાખ્યો હતો. ગત ચૂંટણીમાં જીત બાદ પાર્ટીએ બિપ્લબ દેવને સીએમ બનાવ્યા હતા, પરંતુ મે 2022માં માણિક સાહાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. પાર્ટીએ સાહાના નેતૃત્વમાં ચૂંટણી લડી હતી.
2023ની ચૂંટણીમાં ભાજપે તમામ 60 બેઠક પર ચૂંટણી લડી હતી, ડાબેરી-કોંગ્રેસ ગઠબંધને (અનુક્રમે 47 અને 13 બેઠકો) ચૂંટણી લડી હતી. ટીપરા મોથા પાર્ટીએ 42 સીટ પર ચૂંટણી લડી હતી.
2. મેઘાલયમાં વલણોમાં NPP સૌથી વધુ સીટો પર આગળ
પાર્ટી | આગળ | જીત | કુલ |
BJP+ | 03 | 00 | 03 |
TMC | 04 | 01 | 05 |
કોંગ્રેસ | 01 | 04 | 05 |
NPP | 17 | 08 | 25 |
અન્ય | 09 | 12 | 21 |
2. મેઘાલય: 85.27% મતદાન, છેલ્લી ચૂંટણી કરતાં 10% વધુ
મેઘાલયમાં 27 ફેબ્રુઆરીએ 60માંથી 59 બેઠક પર મતદાન થયું હતું. 85.27% મતદાન થયું હતું. UDP ઉમેદવાર એચડીઆર લિંગદોહના મૃત્યુને કારણે સોહિયોગ સીટની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. 2018માં 67% મતદાન થયું હતું. આ વખતે NPPએ 57, કોંગ્રેસ અને ભાજપે 60-60 અને TMCએ 56 બેઠક માટે ઉમેદવારો ઊભા રાખ્યા હતા.
2018માં મેઘાલયમાં 59 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. કોંગ્રેસે સૌથી વધુ 21 બેઠક જીતી હતી. અહીં ભાજપને માત્ર 2 બેઠક મળી શકી હતી. નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)ને 19 બેઠક મળી હતી. તેણે PDF અને HSPDP સાથે મળીને સરકાર બનાવી. તેમણે મેઘાલય ડેમોક્રેટિક એલાયન્સ (MDA)ની રચના કરી. એનપીપીના કોનરાડ સંગમા મુખ્યમંત્રી છે.
3. નાગાલેન્ડમાં 85.90% મતદાન
27 ફેબ્રુઆરીએ નાગાલેન્ડના 16 જિલ્લાની 60માંથી 59 વિધાનસભા બેઠક પર 85.90% મતદાન થયું હતું, જે ગયા વર્ષ કરતાં 10% વધુ છે. 2018માં અહીં 75% મતદાન થયું હતું. અહીં 10 ફેબ્રુઆરીના રોજ કોંગ્રેસના ઉમેદવાર ખેકાશે સુમીએ અકુલુતો વિધાનસભા મતવિસ્તારમાંથી પોતાનું નામાંકન પાછું ખેંચ્યું હતું, એેને પગલે ભાજપના ઉમેદવાર કાજેતો કિનિમી બિનહરીફ ચૂંટાયા હતા. નાગાલેન્ડમાં હાલમાં નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીનું શાસન છે. નેફ્યુ રિયો સીએમ છે.
એનડીપીપી 2017માં અસ્તિત્વમાં આવી હતી. ત્યાર પછી એનડીપીપીએ 18 અને ભાજપને 12 બેઠક મળી હતી. ચૂંટણી પહેલાં બંને પક્ષોએ ગઠબંધન કર્યું હતું. સરકારમાં NDPP, BJP, NPP અને JDUનો સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.