• Gujarati News
 • National
 • Exit Poll Result 2022 LIVE Updates; Yogi Adityanath Akhilesh Yadav | Uttar Pradesh Punjab Goa Uttarakhand Manipur Assembly Election Exit Poll

5 રાજ્યોમાં એક્ઝિટ પોલ:પંજાબમાં કેજરીવાલના દિલ્હી મોડલને જનતાની મંજૂરી મળવાની શક્યતા, UPમાં મોદી-યોગીનું ડબલ એન્જિન હિટ

4 મહિનો પહેલા

5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટે એક્ઝિટ પોલના નિર્ણયો શરૂ થઈ ગયા છે. સૌથી પહેલા આપણે ઉત્તર પ્રદેશની વાત કરીએ, જ્યાં યોગી અને મોદીની જોડી ફરીથી હિટ થતી નજરે પડી રહી છે. આ રાજ્યમાં સેપિઅન્સ રિસર્ચના એક્ઝિટ પોલમાં ભાજપને સ્પષ્ટ બહુમત મળતું નજરે પડી રહ્યું છે. જેના પ્રમાણે ભાજપને 212 બેઠક મળી શકે છે.

ચલો હવે પંજાબની વાત કરીએ, અહીં એક્ઝિટ પોલના નિર્ણયો પરથી જાણવા મળી રહ્યું છે કે આમ આદમી પાર્ટી (AAP)ને સ્પષ્ટ બહુમત મળી શકે છે. એક્સિસ માય ઈન્ડિયા-આજતકના સર્વેમાં આમ આદમી પાર્ટીને 83 બેઠકો મળતી જોવા મળી રહી છે. સી વોટર-એબીપીના સર્વેમાં પણ AAP સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી રહી છે. ભાસ્કરે પણ પંજાબમાં એક્ઝિટ પોલ કર્યો છે. જેના પ્રમાણે પંજાબમાં કોઈને સ્પષ્ટ બહુમતી જોવા નથી મળી રહી.

એક્ઝિટ પોલના પરિણામ જુઓ ગ્રાફિક્સમાં

યુપીના એક્ઝિટ પોલ

UP વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ આવવાનું શરુ થઈ ચૂક્યું છે. અત્યાર સુધી 6થી વધુ એક્ઝિટ પોલ સામે આવ્યા છે. દરેકમાં યૂપીમાં યોગી સરકાર ફરી આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. એક્ઝિટ પોલમાં ભાજપને 212માંથી 262 સીટો પર જીતની સંભાવના છે. સપાને 116થી 161 સીટો મળે તેવી સંભાવના છે. એક્ઝિટ પોલની સંભાવનાઓ પર એક નજર..

 • સેપિઅંસ: ભાજપ- 212, સપા-161, બસપા-15, કોંગ્રેસ-9 અને અન્ય -6 સીટોનું અનુમાન લગાવામાં આવ્યું છે
 • ન્યૂઝ-18 પી માર્ક: ભાજપ-240, સપા-સ140, બસપા- 17, કોંગ્રેસ- 4 અને અન્ય-2 સીટો મળવાનો અંદાજ
 • ન્યૂઝ-18 મેટ્રિઝ પોલ: ભાજપ-262થી 277, સપા-119થી 134, બસપા- 7થી 15, કોંગ્રેસ- 3થી 8 સીટો મળવાનો અંદાજ
 • ન્યૂઝ-18 પોલસ્ટ્રેટ: ભાજપ- 211થી 225, સપા- 116થી 160, બસપા- 14થી 24, કોંગ્રેસ- 4થી 6 સીટો
 • ટીવી-9 ભારતવર્ષ: ભાજપ- 211થી 224, સપા- 146થી 160, બસપા- 14થી 24, અન્ય- 4થી 6 સીટો
 • ઈન્ડિયા ન્યૂઝની જન કી બાત: ભાજપ-222-260, સપા- 135થી 165, બસપા- 4થી 9, કોંગ્રેસ- 1થી 3 સીટ
 • ટાઈમ્સ નાઉ વીટો- ભાજપ 225 સપા 151 બસપા 14 કોંગ્રેસ 9 અન્ય 4
 • રિપબ્લિક - Matrize- ભાજપ 262-277, સપા 119-134, બસપા 7-15, કોંગ્રેસ 3-8
 • રિપબ્લિક P MarQ- ભાજપ 240, સપા 140, બસપા 17, અન્ય 2.

ઉત્તરાખંડનું અનુમાન

 • ઈન્ડિયા ટુડે- એક્સિસ માય ઈન્ડિયા- ભાજપ 36-46, કોંગ્રેસ 20-30 ,બીએસપી 2-4, અન્ય 2-5.
 • સી વોટર- ભાજપ 26-32, કોંગ્રેસ 32-38, આપ 0-2, અન્ય 3-7.
 • ટુડેઝ ચાણક્ય - ભાજપ 43, કોંગ્રેસ 24, અન્ય-3.
 • જન કી બાત- ભાજપ 32-41, કોંગ્રેસ27-35, બીએસપી 0-1, અન્ય 0-3.
 • વીટો- ભાજપ 37, કોંગ્રેસ 31, AAP 1, અન્ય 1.

પંજાબનું અનુમાન

 • ઈન્ડિયા ટુડે- એક્સિસ માય ઈન્ડિયા- કોંગ્રેસ 19-31, ભાજપ 1-4, AAP 76-90, SAD+ 7-11, અન્ય 0-2.
 • સી વોટર- કોંગ્રેસ 22-28, ભાજપ 7-13, AAP 51-61, SAD+ 20-26.
 • ટુડેઝ ચાણક્ય- કોંગ્રેસ- 10, ભાજપ 1, AAP 100, SAD+ 6, અન્ય 0.
 • જન કી બાત- 18-31, ભાજપ 3-7, AAP 60-84, SAD+ 12-19, અન્ય 0.
 • વીટો- કોંગ્રેસ 22, ભાજપ 5, AAP 70, SAD+ 19, અન્ય 1.
 • ટીવી9 ભારત વર્ષ-AAP 51-61, કોંગ્રેસ 24-29, અકાલી દલ 22-26 ભાજપ- 1-6.
 • રિપબ્લિક- P MarQ : AAP 62-70, કોંગ્રેસ 23-31, અકાલી દલ 16-24, ભાજપ 1-3.
 • ન્યૂઝ એક્સ: AAP 56-61, કોંગ્રેસ 24-29, અકાલી દલ 22-26, ભાજપ 1-6.
 • ઈન્ડિયા ન્યૂઝ જન કી બાત: AAP 60-84, કોંગ્રેસ 18-31, અકાલી દલ 12-19, ભાજપ 3-7.
 • ટાઈમ્સ નાઉ: AAP 70, કોંગ્રેસ 22, અકાલી દળ 19, ભાજપ 5.

ગોવામાં હંગ એસેમ્બલી, ઉત્તરાખંડમાં કોંગ્રેસ બાજી મારી શકે
ગોવામાં એક્સિસ માય ઈન્ડિયા-આજતક અને ડિઝાઈન બોક્સ-જી ન્યૂઝના સર્વે પ્રમાણે કોઈપણ પાર્ટીને સ્પષ્ટપણે બહુમત મળી રહ્યું હોય એમ જણાઈ રહ્યું નથી. બીજી બાજુ સી વોટર-એબીપી પ્રમાણે કોંગ્રેસ બહુમતથી માત્ર 1 બેઠક દૂર છે. જ્યારે ડિઝાઈન બોક્સ-જી ન્યૂઝના જણાવ્યા પ્રમાણે, તેને સ્પષ્ટ બહુમત મળતું જોવા મળે છે. મણિપુરની વાત કરીએ તો અહીં ભાજપ પોતાની સત્તા કાયમ રાખવામાં સફળ થતી જોવા મળી રહી છે.

ગોવાનું અનુમાન

 • ઈન્ડિયા ટુડે- એક્સિસ માય ઈન્ડિયા- ભાજપ 14-18, કોંગ્રેસ 15-20, MGP 2-5, અન્ય 0-4.
 • સી વોટર -ભાજપ 13-17, કોંગ્રેસ 12-16, ટીએમસી5-9, અન્ય 0-2.
 • જન કી બાત-ભાજપ 13-19, કોંગ્રેસ 14-19, MGP 1-2, AAP 3-5, અન્ય 1-3.
 • વીટો- ભાજપ 14, કોંગ્રેસ 16, AAP 4, અન્ય 6.

મણીપુરનું અનુમાન

 • ઈન્ડિયા ટુડે- એક્સિસ માય ઈન્ડિયા - કોંગ્રેસ 4-8, ભાજપ 33-34, NPP 4-8
 • અન્ય - 6-15.
 • જન કી ચાણક્ય- કોંગ્રેસ 10-14, ભાજપ 23-28, NPP 7-8, NPF 5-8
 • એબીપી સી વોટર - ભાજપ 23-27 કોંગ્રેસ 12-16 એનપીએફ 03-07, એનપીપી 10-14 અન્ય 02-06.

ભાસ્કર એક્ઝિટ પોલ પ્રમાણે પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આ વખતે કોઈ પણ રાજકિય પાર્ટી બહુમતીના આંકડા સુધી નથી પહોંચતી દેખાતી. આ વખતે અહીં આમ આદમી પાર્ટી મોટી પાર્ટી બની શકે છે. પરંતુ બહુમતની સરકાર બનાવવા માટે કોઈ પણ પાર્ટીને 59 સીટોની જરૂર છે.

અત્યાર સુધીમાં 4 એક્ઝિટ પોલ સામે આવી શકે છે. તે પ્રમાણે પંજાબ અને ઉત્તરાખંડમાં સત્તા બદલાઈ શકે છે. પંજાબમાં AAP અને ઉત્તરાખંડમાં કોંગ્રેસની સરકાર બનવાની શક્યતા છે. એક અન્ય પોલમાં મણિપુરમાં ભાજપની સરકાર યથાવત રહેવાની શક્યતા છે. ગોવાના એક્ઝિટ પોલમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનતી દેખાય છે. પરંતુ તે બહુમતીના આંકડાથી દૂર છે.

યુપીના પોલ ઓફ પોલ્સ: બે એક્ઝિટ પોલમાં યુપીમાં યોગી સરકાર આવશે
સેપિઅંસ રિસર્ચના એક્ઝિટ પોલમાં બીજેપીની સત્તા પરત આવી રહી છે. અહીં બીજેપીને 207થી 217 સીટો મળવાનો અંદાજ છે. સમાજવાદી પાર્ટી 161 સીટોની સાથે બીજા નંબર પર આવી રહી છે. બે અન્ય એક્ઝિટ પોલમાં પણ ભાજપ સત્તામાં ફરી આવી રહી છે.

પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ભાસ્કરે એક્ઝિટ પોલ કર્યો છે. આ પોલ પ્રમાણે કોઈ પણ રાજકિય પાર્ટી પંજાબ વિધાનસભા ચૂંટણીમાં બહુમતીના આંકડા સુધી નથી પહોંચતી દેખાતી. આ વખતે અહીં આમ આદમી પાર્ટી મોટી પાર્ટી બની શકે છે. પરંતુ બહુમતની સરકાર બનાવવા માટે કોઈ પણ પાર્ટીને 59 સીટોની જરૂર છે.

બિહાર અને હરિયાણામાં સંપૂર્ણ નિષ્ફળ, પશ્ચિમ બંગાળનો દાવો ખોટો
કોરોના મહામારી દરમિયાન પશ્ચિમ બંગાળ ચૂંટણીની ચર્ચા આખા દેશમાં રહી હતી. BJPએ સંપૂર્ણ તાકાતથી મમતાને પડકાર આપ્યો હતો. મોટા ભાગના એક્ઝિટ પોલમાં પણ BJPને 100 બેઠક મળવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે પરિણામ આવ્યું ત્યારે BJPને માત્ર 77 બેઠક મળી હતી. મમતા બેનર્જીએ TMCને 211 બેઠક જિતાડીને બહુમતીની સરકાર બનાવી હતી. આ રીતે હરિયાણા અને બિહારમાં પણ એક્ઝિટ પોલ નિષ્ફળ ગયા હતા.

20 વર્ષમાં 37 મોટા એક્ઝિટ પોલ, 90% ખોટા સાબિત થયા

 • 2019 સુધી 37 મોટા એક્ઝિટ પોલ આવ્યા હતા, પરંતુ એમાંથી 90% ખોટા સાબિત થયા હતા. 1999માં થયેલી ચૂંટણીમાં મોટા ભાગના એક્ઝિટ પોલ્સે NDAની મોટી જીત દર્શાવી હતી. તેમણે NDAને 315 બેઠક અપાવી હતી. પરિણામો પછી NDAને 296 બેઠક મળી હતી.
 • 2004માં એક્ઝિટ પોલ સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થયા હતા. એક્ઝિટ પોલમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોંગ્રેસ પાછી નહીં આવે. દરેકે BJPને બહુમતી મળતી દર્શાવી હતી, પરંતુ એવું ના થયું. NDAને 200 બેઠક પણ ના મળી શકી. ત્યાર પછી કોંગ્રેસે સપા અને બસપા સાથે મળીને કેન્દ્રમાં સરકાર બનાવી.
 • 2009માં પણ એજન્સીઓએ UPAને 199 અને NDAને 197 બેઠક મળવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો, પરંતુ UPAને 262 સીટ મળી હતી. NDAને માત્ર 159 સીટ મળી હતી.
 • 2014માં એક્ઝિટ પોલ્સે NDAને બહુમતી વળતી દર્શાવી હતી. એક એજન્સીએ ભાજપને 291 અને NDAને 340 સીટ મળવાનો અંદાજ રજૂ કર્યો હતો. પરિણામ અંદાજનાં ઘણાં નજીક હતાં. ભાજપને 282 અને NDAને 336 સીટ મળી હતી.
 • 2019ની લોકસભા ચૂંટણીની વાત કરીએ તો 10 એક્ઝિટ પોલ્સમાં NDAને મળેલી સીટોની એવરેજ હતી 304, એટલે કે NDAને ફરી સત્તા મળવાનો અંદાજ એકદમ ઠીક હતો, પરંતુ અહીં પણ બેઠકોની ગણતરીમાં થોડા ગોટાળા થયા હતા. પરિણામોમાં NDAની જગ્યાએ માત્ર ભાજપને 304 સીટ મળી હતી. NDAના ખાતામાં 351 સીટ આવી હતી.
 • બિહારની વિધાનસભા ચૂંટણી વખતે ભાસ્કરનો એક્ઝિટ પોલ સૌથી સાચો સાબિત થયો હતો. ભાસ્કરે NDAને 120થી 127 સીટ મળવાનો અંદાજ રજૂ કર્યો હતો. પરિણામોમાં NDAને 125 સીટ મળી હતી, જ્યારે મોટા ભાગની ચેનલોમાં એક્ઝિટ પોલમાં મહાગઠબંધનની સરકાર બનવાનો અંદાજ રજૂ કરવામાં આવ્યો હતો.

એક્ઝિટ પોલનો ઈતિહાસ
ભારતમાં 1960માં એક્ઝિટ પોલનું માળખું સેન્ટર ફોર સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટી (CSDS)એ બનાવ્યું હતું, જોકે મીડિયામાં 1980ના સમયમાં પહેલીવાર પોલ સર્વે થયો હતો. એ સમયે પત્રકાર પ્રણવ રોયે મતદારોનો નિર્ણય જાણવાનો પ્રયત્ન કર્યો હતો. તેમની સાથે ચૂંટણી વિશ્લેષક ડેવિડ બટલર પણ હતા. દૂરદર્શને CSDSની સાથે 1996માં એક્ઝિટ પોલ શરૂ કર્યો હતો. 1998ની ચૂંટણીમાં મોટા ભાગની ચેનલોએ એક્ઝિટ પોલ કર્યો હતો. આરપી એક્ટ, 1951ના સેક્શન 126 મતદાન પહેલાં એક્ઝિટ પોલ જાહેર કરવાની મંજૂરી નથી આપતા. છેલ્લા દિવસના મતદાન પછી જ એક્ઝિટ પોલ દર્શાવી શકાય.

એક્ઝિટ પોલ શું છે અને કેટલા સાચા સાબિત થાય છે?
એક્ઝિટ પોલ એક એવો સર્વે છે, જે વોટ આપીને પોલિંગ બૂથમાંથી બહાર નીકળેલા મતદાતાઓના ઈન્ટરવ્યૂ કરીને કરવામાં આવે છે. તેમાં ઘણા સવાલ હોય છે અને તે જાણવાની કોશિશ થાય છે કે વોટરે કોને વોટ આપ્યો છે. આવા હજારો ઈન્ટરવ્યૂનાં આંકડાઓ એકત્રિત કરવામાં આવે છે અને એનાલિસિસ કરીને વોટની ટકાવારી અને સીટોનું અનુમાન લગાવવામાં આવે છે. ઘણી વખત આ અનુમાન સચોટ સાબિત થાય છે અને ઘણી વખત ખોટા પણ સાબિત થાય છે.

જાણીતા પત્રકાર પ્રણય રોયે તેમની બુક ધ વર્ડિકટમાં લખ્યું છે 1980 પછી દેશમાં કુલ 833 સર્વે થયા છે. તેમાં ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલ બંને સામેલ છે. સર્વેમાં 75 ટકા જીતના દાવા સાચા સાબિત થાય છે. જ્યારે એક્ઝિટ પોલમાં સાચી સીટોની સંખ્યા દર્શાવવાની એવરેજ 23 ટકાની છે.

અન્ય સમાચારો પણ છે...