• Gujarati News
  • International
  • Exemption In Japan, People Wearing Masks, Mortality Reduced; Japan's Best Performance In Developed Countries

બ્લૂમબર્ગમાંથી:જાપાનમાં છૂટ અપાઇ, લોકોએ માસ્ક પહેર્યું, મૃત્યુદર ઘટ્યો; વિકસિત દેશોમાં જાપાનની સૌથી શ્રેષ્ઠ કામગીરી

બ્લૂમબર્ગ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

જાપાનની વસતી વિશ્વમાં ભલે સૌથી વૃદ્વ હોય, તેમ છતાં તે વિકસિત દેશોની તુલનામાં કોરોનાથી સૌથી ઓછો મૃત્યુદર રાખવામાં સફળ રહ્યું છે. જાપાનમાં 10 લાખની વસતી સામે 246 મૃત્યુ થયા. તે OECDના 38 દેશોમાં સૌથી ઓછો મૃત્યુદર છે. ન્યૂઝીલેન્ડમાં 10 લાખ લોકો સામે 257 મોત થયા.

મૃત્યુદરને નિયંત્રિત રાખવા માટે જાપાને તમામ પ્રયાસો કર્યા. તેમાં ઝડપી ગતિએ વેક્સિનેશન, ફ્રી મેડિકલ કેર, લોકોને જાગૃત કરવા અને પ્રોટોકોલનું પાલન કરવું સામેલ છે. જો કે અન્ય દેશોની તુલનામાં તેના પ્રયાસો એ માટે કારગર નિવડ્યા કારણ કે ત્યાંની જનતાએ સરકારનો સંપૂર્ણ સહયોગ આપ્યો. કેસ વધવા પર જાપાનના લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યું. ચીન, ઇટાલી, ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં લાગૂ કરાયેલું લોકડાઉન અહીંયા લાગૂ નહોતું કરાયું.

સરકારે નિયમોમાં છૂટ આપી. તેમ છતાં 90 ટકા લોકોએ માસ્ક પહેરવાનું ચાલુ રાખ્યું. જી-7 દેશોમાં જાપાનમાં ઇન્ફ્લુએન્ઝાથી મૃત્યુ પામનારાની સંખ્યા 10,000 સુધી ઘટી ગઇ.

જાપાનમાં USની જેમ વ્યાપકપણે વેક્સિનેશન
USની બરાબર જાપાનમાં પણ વ્યાપકપણે વેક્સિનેશન થયું. અહીંયા 65 વર્ષથી વધારેના 93% લોકોને 2 ડોઝ અને 90%ને બુસ્ટર ડોઝ અપાઇ ચૂક્યો છે. અમેરિકામાં આ ઉંમરના 94% લોકોને બંને ડોઝ તેમજ 88%ને બૂસ્ટર ડોઝ અપાયો.

અન્ય સમાચારો પણ છે...