તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
એડિશનલ ચીફ સેક્રેટરી (ACS) સુધાંશુ પંત શનિવારે જોધપુરના પાણી પુરવઠા વિભાગમાં અધિકારીઓની બેઠકમાં પાણીના પુરવઠા અંગે સમીક્ષા કરાઈ હતી. જેમાં કલેક્ટર કચેરીના DRDOએ સભા પરિષદમાં બેઠકની શરૂઆતમાં જ એક એક્ઝિક્યુટિવ એન્જિનિયરને જિન્સ પહેરીને આવવા બદલ પંતે ફટકાર લગાવી હતી અને તેઓને ઘરે જઈને સાદું પેન્ટ પહેરી આવવા માટે આદેશ કર્યો હતો. જેથી એક્ઝિક્યુટિવ એન્જિનિયર ગણતરીના સમયમાં ઘરે પહોંચીને જિન્સની જગ્યાએ સાદું પેન્ટ પહેરીને ફરીથી બેઠકમાં સામેલ થયા હતા.
અત્યારના સમયમાં ઈંદિરા ગાંધી નહેરમાં સમારકામ અર્થે સૌથી વધુ 60 દિવસીય ક્લોઝર ચાલી રહ્યું છે. તેની સાથે અત્યારે ગરમીના કારણે તાપમાનમાં વદ્ધિ થવાને પરિણામે પાણીના પુરવઠાની માંગ પણ વધી ગઈ છે. તેવામાં સુધાશું પંત શનિવારમા રોજ જોધપુરના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી પ્રત્યેક જિલ્લામાં પાણીની ઉપલબ્ધતા અને માંગ અંગે વિસ્તારોની સમીક્ષા કરી રહ્યા હતા.
ઘરે જઈને પેન્ટ બદલ્યા બાદ બેઠકમાં જોડાયો
બેઠકના શરૂઆતના સમયમાં જ પંતની નજર જીન્સ પહેરીને બેઠકમાં હાજર રહેલા એક્ઝિક્યુટિવ એન્જિનિયર અભિયંતા અનિલ પુરોહિત ઊપર પડી હતી. તે જોઈને પંત નારાજ થઈ ગયા હતા. તેઓએ કહ્યું હતું કે પહેલાથી સૂચના આપવામાં આવી છે કે કોઈપણ જીન્સ પહેરીને બેઠકમાં હાજરી નહીં આપી શકે. તેમ છતાં જીન્સ પહેરીને આવવું યોગ્ય નથી. તેમણે પુરોહિતને ઘરે જઈને યોગ્ય ઔપચારિક (ફોર્મલ) પેન્ટ પહેરીને ફરીથી બેઠકમાં સામેલ થાય. ત્યારપછી પુરોહિત ત્યાંથી ઘરે જવા રવાના થયો અને લગભગ 20 મિનિટમાં પેન્ટ પહેરીને પાછો બેઠકમાં ભાગ લેવા માટે આવી પહોંચ્યો હતો.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.