તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Exam UPDATE| Students Are Worried About The Future Of CBSE 12 Exam Cancellation, Know The Details About The Result admission And Marking System.

પરીક્ષા રદ....પણ આગળ શું?:12માની પરીક્ષા રદ થતાં ભવિષ્ય અંગે વિદ્યાર્થીઓ ચિંતિત, જાણો પરિણામ- એડમિશન અને માર્કિંગ સિસ્ટમ વિશેની વિગતવાર માહિતી

23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતમાં પણ ધો.12 સાયન્સ-સામાન્ય પ્રવાહના 6.92 લાખ વિદ્યાર્થીની પરીક્ષા અંગે આજે બુધવારે નિર્ણય લેવાશે.

ભારત સરકારે મંગળવારના રોજ બોર્ડની પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય કર્યો છે. CBSE 12મા ધોરણની પરીક્ષાઓ રદ કરવામાં આવતાં વિવિધ બોર્ડે પણ આ પ્રકારનો નિર્ણય લેવા પર ભાર મૂક્યો છે. ત્યારે ગુજરાત સરકારે પણ તાત્કાલિક બેઠક બોલાવીને આ બાબતે શું કરવું એ અંગે વિચારણા કરી હતી. આ વિચારણાના અંતે રાજ્ય સરકારે પરીક્ષા લેવી કે નહીં એ બાબતે બુધવારે મળનારી કેબિનેટની બેઠકમાં સત્તાવાર નિર્ણય જાહેર કરશે, એમ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું.

આ સમયગાળા દરમિયાન બોર્ડની પરીક્ષાઓ અંગે વાલીઓ અને વિદ્યાર્થીઓના મનમાં ઘણા સવાલો ઘર કરીને બેઠા છે. એવામાં વિવિધ પ્રશ્નોની સાથે દિલ્હી યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે પરીક્ષાનાં પરિણામો આવશે જ તેથી તેઓ પણ કેન્દ્રની ગાઇડલાઈન્સનું પાલન કરશે, જેમકે કોણ કેવી રીતે પાસ થશે, આગળ પ્રવેશપ્રક્રિયા કેવા પ્રકારની રહેશે, શું ક્રાયટેરિયા હશે વગેરે...વગેરે... તો ચલો, આ અંગે થોડી વિગતવાર માહિતી પ્રાપ્ત કરીએ......

1. શું આ વર્ષે ગુજરાત બોર્ડની 12મા ધોરણની પરીક્ષાઓ પણ રદ્દ થશે?ધો.12 સાયન્સના 1.40 લાખ અને સામાન્ય પ્રવાહના 5.52 લાખ મળીને 6.92 લાખ વિદ્યાર્થી ગુજરાત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળાઓમાં અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓની તા.1 જુલાઈથી પરીક્ષા લેવાનો નિર્ણય કરી પરીક્ષા કાર્યક્રમ પણ મંગળવારે જાહેર કર્યો હતો. રાજ્યના દરેક જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો છે ત્યાં પરીક્ષાની તૈયારી હાથ ધરાઇ હતી, પરીક્ષા કેન્દ્રો પણ નક્કી કરવાનું ચાલુ કરાયું હતું. આવા સંજોગોમાં જ કેન્દ્ર સરકારે CBSEના ધો.12ની પરીક્ષા નહીં લેવાનો નિર્ણય કરતાં રાજ્ય સરકાર પણ ગુજરાતમાં ધો.12ની પરીક્ષા લેશે નહીં એવું વિશ્વસનીય સૂત્રોનું કહેવું છે.

ગુજરાતમાં પણ ધો.12 સાયન્સ-સામાન્ય પ્રવાહના 6.92 લાખ વિદ્યાર્થીની પરીક્ષા લેવાશે નહીં. સરકાર તો ધો.10ના 3.80 લાખ રિપીટર્સ વિદ્યાર્થીને પાસ કરવા માગે છે, પણ પાસ કરવા કઇ રીતે? એ પ્રશ્ન સરકારને મૂંઝવે છે.

2. પરીક્ષા વગર બાળકો પાસ કેવી રીતે થશે?
જો પરીક્ષાઓ નહીં લેવાય તો બાળકો પાસ કેવી રીતે થશે. આ સવાલ અત્યારે દરેક વાલી અને વિદ્યાર્થીઓના મનમાં ઘર કરી ગયો છે. જોકે આ અંગે હજુ સુધી કોઈપણ પ્રકારની સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ સૂત્રોના આધારે 11 અને 12માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓના ઇન્ટરનલ અસેસમેન્ટના આધારે માર્કિંગ મુકાઈ શકે છે.

3. રિઝલ્ટ માટે કેવા પ્રકારની પદ્ધતિ અપનાવાશે?
CBSEએ જેવી રીતે 10માં ધોરણની પરીક્ષા લીધા વગર પાસ કરવાની જે પદ્ધતિ અપનાવી હતી તેનો જ ઉપયોગ કરવામાં આવશે. જેમાં 20 માર્ક અસેસમેન્ટના, 80 માર્ક ક્લાક દરમિયાન જે પરીક્ષાઓ લીધી છે એના આધાર પર કરવામાં આવી શકે છે. જોકે, અત્યારે 12માં ધોરણ અંગે CBSE કેવી પદ્ધતિ દ્વારા આગળ કાર્યરત થશે એ વિશે કોઈપણ પ્રકારનો અંતિમ નિર્ણય લીધો નથી.

4. પરીક્ષા ભલે રદ્દ થઈ પરંતુ હું પેપર આપવા માગુ છું તો શું કરું?
કોરોના મહામારીને કારણે અત્યારે પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી છે, પરંતુ દેશમાં એવા ઘણા વિદ્યાર્થીઓ છે જે પરીક્ષા આપવા માગે છે, તો તેવા વિદ્યાર્થીઓ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે. આ તમામ વિદ્યાર્થીઓ કે જેઓને ઓટોમેટિક નંબર પ્રણાલીથી સંતુષ્ટ નથી તેવાને ફરીથી પરીક્ષા આપવા માટે નીયુક્ત કરી શકાશે.

5. જો હું પરિણામથી સંતુષ્ટ ન હોઉં તો?
ઓટોમેટિક સિસ્ટમથી જે ખુશ નથી તેવા વિદ્યાર્થીઓ માટે ફરીથી પરીક્ષાનું આયોજન કરવાની અનુમતિ આપવામાં આવશે. આ અંગે CBSE બોર્ડ ઝડપથી નિર્ણય લઇ શકે છે.

6. ગ્રેજ્યુએશન માટે ક્યારે અને કેવી રીતે પ્રવેશ લઇએ? દિલ્હી યુનિવર્સિટીની પદ્ધતિ અંગે માહિતી મેળવો
12માંની પરીક્ષા પછી વિદ્યાર્થીઓના મનમાં ઘણા સવાલો ઉપજ્યા છે. આ અંગે દિલ્હી યુનિવર્સિટીના એક્ટિંગ વાઈસ ચાન્સલર જોશીએ એક અંગ્રેજી સમાચાર પત્રને જણાવ્યું હતું કે ભારત સરકારે જે નિર્ણય લીધો છે એનો અમે આદર કરીએ છીએ અને આનુ સમર્થન પણ કરીશું. પ્રવેશ પણ મેરિટના આધાર પર શરૂ કરાશે. પરિણામ પછી બોર્ડ જે પણ ક્રાઇટેરિયા નિશ્ચિત કરશે એનુ પાલન કરીશું.

7. પ્રવેશ પરીક્ષાનું શું થશે?
કોલેજ અને યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો એટલો સરળ પણ હોતો નથી. યોગ્ય માર્ક મેળવ્યા પછી પણ વિદ્યાર્થીઓએ જે-તે કોલેજમાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પરીક્ષા પણ આપવી પડતી હોય છે. તેવામાં 12માં ધોરણના પરિણામ પછી પ્રવેશ પરીક્ષામાં પણ વિલંબ થશે. પરંતુ આવા વિદ્યાર્થીઓએ કોલેજમાં પ્રવેશ કરવા માટે અત્યારથી જ પરીક્ષાની તૈયારીઓ હાથ ધરી દેવી જોઇએ જેથી તેઓ તારીખ આવે ત્યાં સુધી માનસિક રૂપે તૈયાર પણ થઈ શકે.

8. વિદેશ ભણતર માટે જતા વિદ્યાર્થીઓનું શું થશે?
12માં ધોરણ પછી જે વિદ્યાર્થીઓ વિદેશ જવાની તૈયારી કરતા હોય છે, તેમના માટે પણ જુલાઇ-ઓગસ્ટમાં નવા સેશનની શરૂઆત થઈ શકે છે. અત્યારની કોવિડ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિદેશી યુનિવર્સિટીની પરીક્ષાઓ પણ ઓનલાઈન માધ્યમથી યોજવામાં આવી રહી છે. જેથી તમામ વિદ્યાર્થીઓએ પણ પરીક્ષા માટે તૈયારીઓ હાથ ધરી દેવી જોઇએ. આ સમયગાળામાં 12માં ધોરણના પરિણામમાં પણ વિલંબ થઇ શકે છે.

9. CBSE સિવાય કયા બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવી છે?
ભારત સરકારે મંગળવારના રોજ CBSEની બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરવાની જાહેરાત કરી હતી, ત્યારપછી ICSE બોર્ડે પણ પરીક્ષાઓ રદ કરી દીધી છે. હવે આ પ્રકારના નિર્ણયોને ધ્યાનમાં રાખીને વિવિધ સ્થાનિક રાજ્યના બોર્ડ પણ પરીક્ષાઓને રદ કરવાનો નિર્ણય લઇ શકે છે. ગુજરાત સરકારે પણ તાત્કાલિક બેઠક બોલાવીને આ બાબતે શું કરવું એ અંગે વિચારણા કરી હતી. આ વિચારણાના અંતે રાજ્ય સરકારે પરીક્ષા લેવી કે નહીં એ બાબતે બુધવારે મળનારી કેબિનેટની બેઠકમાં સત્તાવાર નિર્ણય જાહેર કરશે, એમ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું.

10. પરીક્ષા રદ થવાથી વાલી અને વિદ્યાર્થીઓની પ્રતિક્રિયાઓ શું છે?
ભારતમાં કોરોનાની ગતિમાં ભલે ઘટાડો નોંધાયો હોય, પરંતુ તેમ છતાં વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જ્યારે પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે તેમની ચિંતામાં ઘટાડો નોંધાયો છે. સોશિયલ મીડિયા પર આ અંગે વાલીઓ અને વિદ્યાર્થીઓએ નિર્ણયનું સ્વાગત કરીને ખુશી જાહેર કરી હતી, પરંતુ હજુ પરિણામ અને પ્રવેશપ્રક્રિયા પર ચિંતા યથાવત્ છે.

અન્ય સમાચારો પણ છે...