તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • EVM And VVPAT Found At TMC Leader's House In Ulubedia, Bengal, Election Commission Claims To Be Both Reserves

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બંગાળમાં નેતા ઘરે EVM:બંગાળના ઉલુબેડિયામાં TMC નેતાના ઘરેથી EVM અને VVPAT મળી આવ્યા, બન્ને રિઝર્વ હોવાનો ચૂંટણી પંચનો દાવો

6 દિવસ પહેલા
  • કૉપી લિંક

બંગાળમાં આજે ત્રીજા તબક્કાના મતદાન સમયે ચૂંટણી ફરજ પર રહેલા અધિકારીઓની બેદરકારી સામે આવી છે. ઉલુબેડિયામાં TMC નેતાના ઘરેથી EVM અને VVPAT મળી આવ્યા છે. આ ઘટના સામે આવતા ચૂંટણી પંચે સેક્ટર અધિકારી તપન સરકારને સસ્પેન્ડ કરી દીધા છે. પંચે કહ્યું કે તે રિઝર્વ EVM અને VVPAT હતા, તેને ચૂંટણી પ્રક્રિયામાંથી હટાવી દેવામાં આવ્યા છે.

આસામમાં 90 મતદાતા સામે 181 મત પડ્યા હતા
આ અગાઉ આસામના દીમા હસાઓ જિલ્લામાં એક મતદાન કેન્દ્ર પર આશ્ચર્યજનક ગરબડનો મામલો સામે આવ્યો હતો. આ મતદાન કેન્દ્ર પર ફક્ત 90 મતદાર નોંધાયેલા હતા. આમ છતાં, અહીં 181 મત પડ્યા છે. આ ઘટના સામે આવતા જ ચૂંટણી પંચે પાંચ ચૂંટણી અધિકારીને સસ્પેન્ડ કરી દીધા હતા.

આસામમાં ભાજપ ઉમેદવારની ગાડીમાંથી EVM મળ્યું હતું
એક એપ્રિલના રોજ આસામના પથરકંડીમાં ભાજપના ઉમેદવાર કુષ્ણેંદુ પોલની ગાડીમાંથી EVM મળ્યાની ઘટના સામે આવી હતી. વિપક્ષે આ ઘટનામાં ભાજપ ઉપરાંત ચૂંટણી પંચ પર પણ આક્રમક પ્રહાર કર્યાં હતા. ત્યારબાદ ચૂંટણી પંચે સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે ગાડી ખરાબ થઈ ગઈ હતી. ત્યારબાદ ચૂંટણી અધિકારીઓને ભાજપના ઉમેદવારની ગાડીમાં લિફ્ટ લેવી પડી હતી. પંચે આ ઘટનામાં 4 અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા.

તૃણમૂલ ઉમેદવાર પાછળ લોકો લાકડી લઈને દોડ્યા
બંગાળમાં કેટલીક સંવેદનશીલ બેઠકો પર હિંસાની શંકાને પગલે કલમ 144 લાગુ કરાઈ હતી. કેટલાક સ્થળે તૃણમૂલ-ભાજપ ઉમેદવારો પર હુમલા થયા. ભાજપ સાંસદ સૌમિત્ર ખાનના પત્ની, તૃણમૂલ ઉમેદવાર સુજાતા મંડલે આરામબાગમાં ભાજપ કાર્યકરો પર હુમલાનો આરોપ મૂક્યો છે. કેટલાક લોકો તેમની પાછળ લાકડી લઈને દોડતા દેખાયા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો