તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Evidence Was Found That 3 Doctors Who Performed Mansukh's Postmortem Were Present At The Scene During The Autopsy On NIA Radar.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એન્ટિલિયા કેસ:મનસુખનું પોસ્ટમોર્ટમ કરનાર 3 ડોકટરો NIAના રડાર પર, ઓટોપ્સી દરમિયાન વઝે સ્થળ પર ઉપસ્થિત હોવાના પુરાવા મળ્યા

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મનસુખનાં પોસ્ટમોર્ટમ દરમિયાન સચિન વઝે સરકારી હોસ્પિટલમાં હાજર હોવાના પુરાવા મળ્યા

એન્ટિલિયા કેસમાં સ્કોર્પિયોનાં માલિક મનસુખ હિરેનની હત્યાની તપાસ NIAએ ઝડપી બનાવી છે. તેમને પુરતા પુરાવા મળ્યા છે કે હિરેનના પોસ્ટમોર્ટમ દરમિયાન API સચિન વઝે સરકારી હોસ્પિટલમાં હાજર હતા, એવામાં મનસુખનું પોસ્ટમોર્ટમ કરનાર 3 ડોકટરોની પૂછપરછ કરવાની તૈયારી છે.

પોસ્ટમોર્ટમ કરનાર ડોકટરોએ આપવા પડશે આ સવાલના જવાબ

  • પોસ્ટમોર્ટમ દરમિયાન શું તેમની ઉપર કોઈનું દબાણ હતું? શું પોસ્ટમોર્ટમનું વિડિયોગ્રાફી કરવામાં આવ્યું હતું?
  • ડોકટરોને કોણ કોણ મળવા આવ્યું હતું, શું વાતચીત થઈ હતી કે કોઈનો ફોન આવ્યો હતો?
  • પોસ્ટમોર્ટમ માટેના સમગ્ર સેમ્પલ એક જ વખતમાં કેમ ફોરેન્સિક માટે મોકલવામાં આવ્યા ન હતા?
  • ડોકટરો પાસેથી હોસ્પિટલમાં આવેલા લોકોનો રેકોર્ડ માંગવામાં આવશે, ATSની તપાસમાં સામે આવ્યું છે કે મુલાકાતીઓનો કોઈ લેખિત રેકોર્ડ રાખવામા આવ્યો નથી.
  • સચિન વઝે પોસ્ટમોર્ટમ હાઉસમાં શું કરી રહ્યો હતો? શું તે સત્તાવાર રીતે ત્યાં આવ્યો હતો અને શું તેણે ડોકટરો પર કોઈ પ્રકારનું દબાણ કર્યું હતું?

પોસ્ટમોર્ટમ સ્થળ પર મનસુખના ભાઈને પણ મળ્યો હતો વઝે
તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે વઝે 5 માર્ચે સાંજે 6.30 વાગ્યે થાણેની સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. તેણે ક્રાઇમ બ્રાંચના અધિકારી અલકનૂર સાથે વાતચીત કરી હતી. NIA અલકનુરની પણ પૂછપરછ કરશે કે છું તેમણે વઝેને પોસ્ટમોર્ટમ હાઉસમાં જવાની મંજૂરી આપી હતી? તપાસમાં એવું પણ બહાર આવ્યું હતું કે વઝેએ ત્યાં હાજર મનસુખના ભાઈ વિનોદ હિરેન સાથે પણ મુલાકાત કરી હતી.

ડાયટમ રિપોર્ટ પર સવાલ ઉભા થયા હતા
આ અગાઉ આવેલા હિરેનના ડાયટમ રિપોર્ટ અંગે પણ ગંભીર સવાલો ઉભા થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસમાં અત્યાર સુધીમાં ખુલાસો થયો છે કે પહેલા કારમાં જ 3 થી 4 લોકોએ મનસુખની હત્યા કરી હતી અને ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાં ફેંકી દીધો હતો. પરંતુ મનસુખનો જે ડાયટમ રિપોર્ટ આવ્યો હતો તેના આધારે એવો દાવો કરવામાં આવ્યો હતો કે મનસુખ જ્યારે પાણીમાં પડ્યો ત્યારે જીવતો હતો. ATSના DIGએ આ ડાયટમ રિપોર્ટ હરિયાણાથી લેબથી મોકલ્યો છે. NIA પણ તે રિપોર્ટની રાહ જોઈ રહ્યું છે.

ATS આ ડોક્ટરોની પૂછપરછ કરી ચૂક્યું
આ પહેલા ATSની ટીમે પોસ્ટમોર્ટમ કરનારા ડોકટરોની કેટલાક કલાકોની પૂછપરછ કરી ચૂક્યું છે. તેની ટ્રાન્સક્રિપ્ટ NIAને સોંપવામાં આવી છે, તેમ છતાં NIA તેમની પૂછપરછ કરશે.

પરિવાર દ્વારા લગાવાયેલા આરોપો અંગે પણ તપાસ કરશે NIA
મનસુખના પરિવારે એવો પણ આરોપ લગાવ્યો છે કે ઓટોપ્સી દરમિયાન સચિન વઝે સતત પોસ્ટમોર્ટમ હાઉસમાં હાજર રહ્યો હતો. પરિવારને શંકા છે કે તેના કહેવા પર જ ડોકટરોએ રિપોર્ટ બદલ્યો છે. પરિવાર દ્વારા લગાવાયેલા આ આરોપો અંગે પણ NIAની ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો