હરિયાણામાં હડપ્પીયન સંસ્કૃતિના પુરાવા:હિસારમાં 11 ટેકરીઓ નીચે 5 હજાર વર્ષ પ્રાચીન હડપ્પા કાળના શહેરના પુરાવા દફન

હિસાર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
હપ્પીયન સંસ્કૃતિની વસ્તુઓ મળી આવી - Divya Bhaskar
હપ્પીયન સંસ્કૃતિની વસ્તુઓ મળી આવી
  • પુરાતત્ત્વ વિભાગના ખોદકામ દરમિયાન પુરાવા મળી આવ્યા

હરિયાણાના હિસાર જિલ્લામાં 5 હજાર વર્ષ જૂના શહેરના પુરાવા મળ્યા છે. અહીં રાખીગઢી ગામની 11 ટેકરીઓ નીચે આ શહેર દટાયેલું છે. આ શહેર હડપ્પા કાળનું જણાવાઈ રહ્યું છે. પુરાતત્ત્વ વિભાગના ખોદકામ દરમિયાન 5 હજાર વર્ષ પૂર્વેના મકાનો, સાફ-સફાઈની વ્યવસ્થાઓ સાથે જ માર્ગો, આભૂષણ અને શબના અંતિમ સંસ્કાર માટે મૂકાયેલી વસ્તુઓના પણ પુરાવા મળ્યા છે.

ખોદકામ દરમિયાન માનવકંકાલ મળી આવ્યું
ખોદકામ દરમિયાન માનવકંકાલ મળી આવ્યું

પુરાતત્ત્વ વિભાગો હાલ 3 ટેકરીઓનું ખોદકામ કર્યું છે. તેમાં જાણ થઈ કે ક્યારેક રાખીગઢી સૌથી મોટું શહેર હતું. અહીં મળેલા બે શબના કંકાલને ડીએનએ ટેસ્ટ માટે મોકલી દેવાયા છે. તેનાથી તેમના વાસ્તવિક સમયની વિગતો જાણી શકાશે.

પુરાતત્વ વિભાગને ખોદકામ દરમિયાન પુરાવાઓ મળી આવ્યાં
પુરાતત્વ વિભાગને ખોદકામ દરમિયાન પુરાવાઓ મળી આવ્યાં

પુરાતત્ત્વ વિભાગના અધિકારીઓ અનુસાર હડપ્પાકાળનું આ શહેર લુપ્ત થઈ ચૂકેલી સરસ્વતી નદીની સહાયક નદી દૃશ્વદ્વતીના કિનારે વસેલું હતું. ખોદકામમાં 5 હજાર વર્ષ પહેલાની ઈંટો, નાળીઓ અને તેના પર મૂકેલા માટીના ઘડા મળ્યા છે. ભારતીય પુરાતત્ત્વ વિભાગના સંશોધક કુમાર સૌરવે કહ્યું કે હડપ્પાકાલીન આ શહેરમાં પક્કલી ઈંટો વડે નાળીઓ બનાવાઈ હતી. એટલે કે તે સમયે ડ્રેનેજની સારી વ્યવસ્થા કરાઈ હતી.

કઈ-કઈ વસ્તુઓ મળી?

  • કાચી-પાકી ઈંટોથી બનેલા રોડ
  • ઘરનું માળખું અને ચુલો
  • ચૂલાને મડબ્રિક લગાવી તેનું પ્લેટફોર્મ તૈયાર કરાયું હતું.
  • શબના અંતિમ સંસ્કારના પુરાવા
  • તાજેતરના ખોદકામમાં બે મહિલાઓના શબ
  • કોપરનો એક અરિસો
  • માટીની બનેલી કાચી મોહર(સ્ટેમ્પ)
  • શબ નજીકથી તાંબાની વીંટીઓ અને સોનાના વાસણો
અન્ય સમાચારો પણ છે...