• Gujarati News
  • National
  • Everything Is Being Sold In The Name Of Privatization, This Conspiracy Is Going To Ruin Millions Of People

ભાજપના સાંસદ વરુણ ગાંધીનું મોટું નિવેદન:ખાનગીકરણના નામે બધું જ વેંચવામાં આવી રહ્યું છે, કરોડો લોકોને બરબાદ કરવાનું છે આ ષડયંત્ર

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંસદ વરુણ ગાંધીએ કહ્યું કે દરેક વસ્તુને નફાની દ્રષ્ટીએ જોવું યોગ્ય નથી
  • રોજગારી આપવાની જગ્યાએ છીનવી લેવાનું કામ થઈ રહ્યું છેઃ વરુણ

સંસદીય ક્ષેત્ર પીલીભીતની બે દિવસની મુલાકાત અંતર્ગત બીજા અને અંતિમ દિવસ વરુણ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. વરુણ ગાંધીએ ખાનગીકરણનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, પ્રાઈવેટાઈઝેશનના નામે કરોડો લોકોને બરબાદ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. તેમને સોમવારે શહેરમાં વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન વરુણે વેપારીઓની સમસ્યા જાણી અને સમાધાનનો વિશ્વાસ અપાવ્યો હતો. સાથે જ ખાનગીકરણ અને ઈ-કોમર્સથી થઈ રહેલા તમામ વેપાર દેશની અર્થવ્યવસ્થા માટે ખતરનાક છે તેમ જણાવ્યું હતું.

સાંસદ વરુણ ગાંધીએ કહ્યું કે, 'દરેક વસ્તુને નફાની દ્રષ્ટીએ જોવું યોગ્ય નથી. નોકરીઓ આપવાની જગ્યાએ ઝુંટવવાનું કામ થઈ રહ્યું છે. ખાનગીકરણના નામે બધું જ વેચવામાં આવી રહ્યું છે.' તેને કહ્યું કે હિન્દુ-મુસ્લિમ, નાત-જાતમાંથી બહાર નીકળીને સંગઠિત થઈને અવાજ ઉઠાવો અને દેશ બચાવો.

સાંસદે કહ્યું કે નવયુવાનો રોજગારીની તલાશમાં ભટકી રહ્યાં છે અને ઉપરથી ખાનગીકરણના નામે કરોડો લોકોને બરબાદ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. વરુણ ગાંધીએ કહ્યું કે તેના માટે દેશ પહેલાં છે. રાજનીતિ પછીની વાત છે. તે રાષ્ટ્ર માટે કંઈ પણ કરવા તૈયાર છે.

અન્ય સમાચારો પણ છે...