• Gujarati News
  • National
  • Every Night Lord Krishna Comes In My Dreams And Says SP Government Will Be Formed In UP

ભાજપના રામ સામે સ.પા.ના કૃષ્ણ:અખિલેશ યાદવનો દાવો, કહ્યું- રોજ રાત્રે ભગવાન શ્રીકૃષ્ણ મારા સપનામાં આવીને કહે છે યુપીમાં સપાની સરકાર બનશે

ઉત્તરપ્રદેશ22 દિવસ પહેલા
અખિલેશ યાદવ- ફાઈલ ફોટો

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના રાજકારણમાં ભગવાન શ્રીકૃષ્ણની એન્ટ્રી થઈ છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ રોજ મારા સપનામાં આવે છે અને કહે છે કે UPમાં સમાજવાદી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે અને તે જ રામરાજ્ય લાવશે. ઉલ્લેખનીય છે કે, ભાજપ અયોધ્યામાં રામ મંદિર બનાવે છે અને રામના નામે પથ્થર તરી જશે તેમ માને છે. ભાજપના 'રામ' સામે સમાજવાદી પાર્ટીએ કૃષ્ણને મતના રણમેદાનમાં ઉતાર્યા છે.

સમાજવાદ જ રામરાજ્યનો માર્ગ છે
અખિલેશ યાદવે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ભગવાન શ્રીકૃષ્ણ મારા સપનામાં આવે છે અને કાલે પણ આવ્યા હતા, રોજ આવે છે અને કહે છે કે સમાજવાદી સરકાર બનવા જઈ રહી છે. તેમણે આગળ કહ્યું કે ભાજપ હંમેશા રામરાજ્યની વાત કરે છે પરંતુ હકિકતમાં સમાજવાદનો માર્ગ જ રામરાજ્યનો માર્ગ છે. તેમણે કહ્યું કે જે દિવસે સંપૂર્ણ રીતે સમાજવાદ લાગુ થઈ જશે તે દિવસથી રામરાજ્ય શરુ થઈ જશે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર પ્રહાર
અખિલેશ યાદવે UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ઉદ્દેશીને કહ્યું કે જે વ્યક્તિ પર તમામ ગંભીર કલમો નોંધાયેલી છે, ભાજપે તેમને મુખ્યમંત્રી બનાવી દીધા છે. ભાજપના ઘણા નેતાઓ વરિષ્ઠ છે જે લાંબા સમયથી પાર્ટીમાં મહેનત કરીને પાર્ટીને મજબૂત કરી રહ્યા હતા, તેઓ ઘણીવાર કહી ચૂક્યા છે કે અમે ખૂબ મહેનત કરી પણ આ ખબર નહીં ક્યાંથી આવ્યા અને અમારા ઉપરનો હોદ્દો પણ આપી દીધો.

બાબા મુખ્યમંત્રી ફેલ છે- અખિલેશ યાદવ
યોગી આદિત્યનાથને પત્રકારે આગામી વિધાનસભાની ચૂંટણી લડવાના મામલે પૂછેલા સવાલ પર યાદવે કહ્યું કે બાબા મુખ્યમંત્રી ફેલ થઈ ગયા છે. હવે તેમને કોઈ પાસ ન કરી શકે અને જે લોકો તેમને પાસ કરવા માંગે છે તે પણ પાસ નહીં થઈ શકે.

આ નેતાઓ સપામાં જોડાયા
સોમવારે અલગ-અલગ પાર્ટીઓના નેતાએ સમાજવાદી પાર્ટી સાથે જોડાયા છે. આ કાર્યક્રમ લખનઉમાં પાર્ટી ઓફિસમાં યોજવવામાં આવ્યો હતો. તેમાં બહરાઈચથી BJPના વર્તમાન ધારાસભ્ય માધુરી વર્મા સપામાં જોડાયા છે. આ BJP માટે એક મોટો ઝટકો ગણવામાં આવી રહ્યો છે. આ સિવાય આંબેડકર નગરથી ભૂતપૂર્વ સાંસદ રાકેશ પાંડે પણ સમાજવાદી પાર્ટી સાથે જોડાયા છે.

અન્ય સમાચારો પણ છે...