બજેટ સત્રના ત્રીજા દિવસની શરૂઆત પહેલા સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર વિદેશમાં દેશનું અપમાન કરવા, સંસદમાં ગેરહાજર રહેવા અને માફી ના માગવાને લઈ શાબ્દિક પ્રહારો કર્યા હતા. એક પ્રેસ કોન્ફરન્સમાં સ્મૃતિએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીની પીએમ મોદી માટે નફરત હવે દેશ માટે નફરતમાં બદલાઈ ગઈ છે. તેથી દરેક ભારતીયની માગ છે કે, તેઓ સંસદમાં આવી માફી માગે.
જોકે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સ્મૃતિ ઈરાનીના આરોપો પર જણાવ્યું કે, હું માફી માગનારાઓને એક પ્રશ્ન પૂછવા માગુ છું. પીએમ મોદી પણ 5-6 દેશોમાં ગયા હતા. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં જન્મ લેવો પાપ છે. અભિવ્યક્તિની આઝાદીને નબળી પાડવામાં આવી રહી છે. સાચુ બોલનારાઓને જેલમાં ધકેલી દેવામાં આવી રહ્યા છે. આ લોકશાહીનો અંત નથી તો શું છે?
તેથી માફી માગવાનો પ્રશ્ન જ ઊભો નથી થતો. અમે પણ તેમને પૂછીશું કે, તમે આટલા દેશોમાં ગયા અને અહીંના લોકોનું અપમાન કર્યું. રાહુલ ગાંધીએ તો ફક્ત લોકશાહી પર વાત કરી હતી. જ્યારે લોકો ચર્ચામાં જાય છે, તો તેઓ પોતાનો અભિપ્રાય રાખે છે.
સ્મૃતિએ રાહુલ ગાંધી પર આ આરોપ પણ લગાવ્યા
રાહુલ ગાંધી સંસદથી ન ભાગે- સ્મૃતિ
કોન્ફરન્સના અંતમાં સ્મૃતિએ જણાવ્યું કે, આજે દરેક ભારતીયની માગ છે કે, રાહુલ સંસદમાં માફી માગે. કારણ કે સંસદ ફક્ત સાંસદોના મેળ-મિલાપની જગ્યા નથી, પરંતુ ભારતીય જનતાનો સામૂહિક અવાજ છે. આ શરમજનક છે કે, રાહુલ ગાંધી સંસદમાં આવવા અને ભારત વિરુદ્ધ પોતાના અલોકતાંત્રિક નિવેદન માટે માફી માગવાના બદલે સંસદમાંથી ગાયબ થવા માગે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.