તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Every Day He Drank And Quarreled At Home, Threatening To Kill Maan, His Underage Son Killed His Sleeping Father With An Ax

હિસ્ટ્રીશીટર પિતાની હત્યા:રોજ દારૂ પીને ઘરમાં ઝઘડો કરતો હતો, માને છોડવાની ધમકી આપતો હતો, સગીર વયના પુત્રએ સુઈ રહેલા પિતાને કુહાડીના ઘા મારી કાપી નાખ્યા

કોટા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક આબિદ - Divya Bhaskar
મૃતક આબિદ
  • સગીર વયના પુત્રએ ઊંઘ માણી રહેલા પિતાને કુહાડીના ડઝનેક ઘા માર્યા

રાજસ્થાનના કોટાના ઈટાવા પોલીસ સ્ટેશનમાં સગીર વયના પુત્રએ પોતાના જ પિતાને મોતને ઘાટ ઉતારી દીધો છે. હિસ્ટ્રીશીટર પિતાની હરકતથી આખો પરિવાર પરેશાન હતો. જ્યારે તે સુઈ રહ્યો હતો, તે સમયે જ પુત્રએ કુહાડીથી ડઝનેક ઘા માર્યા. ઘટના બાદ આખા વિસ્તારમાં ઉહાપોહ મચી ગયો છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કોટાથી એફએસએલ ટીમને તપાસ માટે બોલાવી છે.

સગીરવયના દિકરાએ માથું, ગળા, પગ, જાંઘ પર લગભગ એક ડઝન ઘા માર્યા છે.
સગીરવયના દિકરાએ માથું, ગળા, પગ, જાંઘ પર લગભગ એક ડઝન ઘા માર્યા છે.

ઈટાવાના થાનાધિકારી બજરંગ લાલે જણાવ્યું કે આબિદ ઉર્ફે પપ્પયા (45) હિસ્ટ્રીશીટર હતો. તે ગૈતા રોડ પર ઢાબો ચલાવતો હતો. પરિવારમાં પત્ની અને બે પુત્ર અને એક પુત્રી છે. તે વિસ્તારનો હિસ્ટ્રીશીટર હતો. તે વારંવાર ઘરમાં લડાઈ-ઝઘડો કરતો હતો. તેની હરકતોથી આખો પરિવાર પરેશાન હતો. આ કારણે તેના સગીર વયનો પુત્ર પહેલાં જ ઘર છોડીને ચાલ્યો ગયો હતો. જે બાદ તે પરત ફર્યો હતો. હાલમાં જ તેમના સંબંધીને ત્યાં લગ્નનો કાર્યક્રમ હતો. કાર્ડ વેચવા અને લગ્નમાં જવાની વાતને લઈને આબિદની પરિવારના સભ્યો સાથે માથાકૂટ થઈ હતી.

ઘટના સ્થળે તપાસ કરતી પોલીસની ટીમ
ઘટના સ્થળે તપાસ કરતી પોલીસની ટીમ

બાદમાં મળી ઘટનાની જાણકારી મળી
ગુરૂવારની રાત્રે આબિદ શરાબ પીને ઘરે આવ્યો હતો. તે પોતાના રૂમમાં સુઈ ગયો હતો. શુક્રવારે લગભગ સાડા ત્રણ વાગ્યે આબિદના સગીર વયના પુત્રએ કુહાડીના ઘા મારીને તેની હત્યા કરી નાખી. સવારે 5 વાગ્યે આબિદની પત્નીની આંખ ખુલી, તો તેનો મૃતદેહ જોયો. ચારે બાજુ લોહી જ લોહી હતું. પત્નીના જણાવ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સ્થળની સમીક્ષા કરી હતી. પરિવારના લોકોએ પૂછપરછ કરી. જેમાં સગીર વયના પુત્રએ પોતાના પિતાની હત્યાની વાત કબૂલી હતી.

રોજ દારૂ પીને આવતો હતો
સગીર વયના પુત્રએ જણાવ્યું કે તેના પિતા રોજ દારૂ પીને લડાઈ કરતા હતા. મારામારી પણ કરતા હતા. પિતા કોઈની સાથે ઝઘડો કરીને આવતા હતા, તો પોલીસવાળા મારી પૂછપરછ કરતા હતા, મને લઈ જતા હતા. મમ્મીને છોડવાની ધમકી તેમજ મારવાની પણ વાત કકરતા હતા. મેં કુહાડીના ઘા મારી તેને મારી નાખ્યો.

અન્ય સમાચારો પણ છે...