તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Even In Lockdown 650 Laborers Working Day And Night In Two Shifts, 65% Work Completed; Aim To Complete Construction By This August

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાશી વિશ્વનાથ કૉરિડોર:લોકડાઉનમાં પણ 650 મજૂરો બે શિફ્ટમાં દિવસ-રાત કાર્યરત, 65% કાર્ય પૂર્ણ; આ ઓગસ્ટ સુધીમાં સંપૂર્ણ નિર્માણ કરવાનું લક્ષ્ય

3 દિવસ પહેલા
કાશી વિશ્વનાથનુ ભવ્ય નિર્માણ યોગ્ય ગતિએ કરવામાં આવી રહ્યું છે.

સમગ્ર વિશ્વ કોરોના મહામારીથી પિડાઈ રહ્યું છે, ત્યારે બીજી બાજુ કાશીના કાયાકલ્પનું કાર્ય અટક્યું નથી. અહીંયા 650થી વધુ મજૂરો બે શિફ્ટમાં દિવસ-રાત કામ કરી રહ્યા છે. કાશી વિશ્વનાથનું સ્વરૂપ હવે યોગ્ય આકાર લઈ રહ્યું છે. મંદિરના ચોકનું કામ પણ યોગ્ય ગતિએ આગળ ચાલી રહ્યું છે. ગુલાબી પત્થરોની સુંદર કોતરણી કરવામાં આવી રહી છે. ધામ ક્ષેત્રોની દિવાલો પર પણ હવે બાલેશ્વરના પત્થરો સજાવવામાં આવી રહ્યાં છે.

દુનિયાની સમક્ષ ઐતિહાસિક દસ્તાવેજો હશે
પ્રધાનમંત્રી મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે. અહીંયા મણીમાલાના મંદીરોના ઐતિહાસિક દસ્તાવેજ પણ દુનિયા સમક્ષ રજૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં જે કોઈ પણ પ્રાચીન મંદીરનો ઈતિહાસ, એના બંધારણનો સમય, વિશેષતાની સાથે અન્ય બંધારણ સંબંધી માહિતીની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. કાશી વિશ્વનાથ ધામના નિર્માણ માટે 300 ભવનો ખરીદવામાં આવ્યા છે, જેમાં 60થી વધુ નાના-મોટા મંદિરો સામેલ છે.

આ ઇમારત ભૂકંપ પ્રતિરોધક હશે, બે લાખ લોકો દર્શન કરી શકશે
ભૂંકપ અને ભૂસ્ખલનની પરિસ્થિતિમાં પણ આ ભવનને નુકસાન નહીં પહોંચે, કારણે આનું પીત્તળની પ્લેટનો ઉપયોગ કરીને નિર્માણ કરવામાં આવી રહ્યું છે. વી આકારની 6 ઈંચ પહોળી અને 18 ઈંચ લાંબી 600 ગ્રામ વજનવાળી પીત્તળની પ્લેટોને પત્થરો સાથે જોડવા માટે 12 ઈંચની ગુલીઓ લગાવવામાં આવી રહી છે. એક ગુલ્લીનું વજન 400 ગ્રામ છે.

પીત્તળ અને પત્થરો વચ્ચેની ખાલી જગ્યાને પૂરવા માટે લેપેક્સ અલ્ટ્રાફિક્સ નામના કેમિકલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જ્યાં પહેલા શ્રદ્ધાળુઓ માટે ઊભા રહેવાની 5 હજાર ચોરસ ફૂટની જગ્યા પણ નહોતી ત્યાં હવે 2 લાખ શ્રદ્ધાળુઓ એક સાથે દર્શન કરી શકશે.

5.3 લાખ ચોરસ ફૂટમાં 70% જગ્યા હરિયાળી માટે રખાઈ છે
કાશીના મણિકર્ણિકા અને લલિતા ઘાટથી કૉરિડોરની શરૂઆત થશે. 5.3 લાખ ચોરસ ફૂટમાં તૈયાર કરવામાં આવતી જગ્યાનો 70 ટકા વિસ્તાર હરિયાળી માટે રાખ્યો છે. ધામમાં ઘાટ તરફ આવવા માટે લલિતા ઘાટ પર પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યો છે. આની સાથે સરસ્વતી ફાટક, નીલકંઠ અને ઢુંઢિરાજ ગેટથી પણ વિશ્વનાથ ધામમાં પ્રવેશ કરી શકાશે.

પરિસરમાં 34 ફૂટની ઉંચાઈ વાળા 4 ગેટ હશે. સમગ્ર પરિસર લાઈટથી જળજળીત થઈ ઉઠશે. અહીંયા આયુર્વેદિક ઔષધિના ઝાડ પણ હશે અને કૉરિડોરની બહારના ભાગમાં ધાબુ પણ બનાવવામાં આવશે. આ ધાબા પર ઊભા રહીનને ગંગા જીની સાથો સાથ મણિકર્ણિકા, જલાસેન અને લલિતા ઘાટને પણ નિહાળી શકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો