જો આપણે તીર્થોનું મહત્ત્વ સમજ્યા હોત તો દેવભૂમિ ઉત્તરાખંડની આ સ્થિતિ ના હોત! જૈન સમાજે જે રીતે તેમના તીર્થ સમ્મેદ શિખરને પ્રવાસન સ્થળ બનતું રોકવા સંઘર્ષ કર્યો તે આદર કરવા યોગ્ય છે. હિન્દુ સમાજ પણ સમજી લે કે તીર્થ અને પ્રવાસન સ્થળ જુદાં છે. જોશીમઠ સહિત ઉત્તરાખંડને પ્રવાસન સ્થળ બનાવી દીધું છે. અહીં જમીનો ફાટી રહી છે. કુદરત જવાબ આપી રહી છે. જોશીમઠના લોકો ગુસ્સામાં છે. સરકાર મોડી જાગી છે. ઘરોમાં તિરાડો અચાનક નથી પડી. આ ઘટના લાંબા સમયથી ચાલી રહી છે.
હકીકતમાં જોશીમઠના અનેક વિસ્તારમાં સતત વિસ્ફોટો કરાઇ રહ્યા છે. 2005 પછી અહીં હાઇડ્રોપાવર પ્રોજેક્ટ શરૂ કરાયો હતો, ત્યારે અહીં લાંબી સુરંગ બની અને તેના માટે ટીબીએમ એટલે કે ટનલ બોરિંગ મશીન મંગાવાયું. આ મશીનો સામાન્ય રીતે મજબૂત વસ્તુને કાપે છે, પરંતુ તેનાથી જોશીમઠની જમીન ખોદવાનું શરૂ થયું. ધ્રુજારીઓ અનુભવાઇ અને ઘણી જમીન કાદવ-કીચડમાં પરિવર્તિત થઇ ગઇ. જોશીમઠને ઘણું નુકસાન થયું અને લોકોએ મકાન છોડવા પડી રહ્યાં છે. અમને વિશ્વાસ છે કે આપત્તિઓ વચ્ચે પણ જોશીમઠ સુરક્ષિત રહેશે. 2008માં ગંગાસેવા અભિયાનની શરૂઆતમાં સ્વરૂપાનંદ સરસ્વતીએ મોટા પ્રોજેક્ટથી આફતની ચેતવણી આપી હતી. એવું જ થયું. આપણે સંતોની વાણીનો આદર કરવો જોઇએ. મારી અપીલ છે કે, આપત્તિના સમયમાં રાજકીય આરોપ-પ્રત્યારોપ ના થાય. આ લોકોની મદદ કરવાનો સમય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.