તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે ડેલ્ટા પ્લસનો ડર:કોરોનાના ડેલ્ટા+ વેરિએન્ટની ગુજરાતમાં એન્ટ્રી, વડોદરા-સુરતમાં 1-1 કેસ; દેશમાં કુલ 48 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં ડેલ્ટા+થી એક દર્દીનું મોત

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મધ્યપ્રદેશના ઉજ્જૈનની મહિલા ડેલ્ટા પ્લસ વેરિએન્ટનો પહેલો ભોગ બની
  • ડેલ્ટા+ વેરિએન્ટ સામે કોવેક્સિન અને કોવિશીલ્ડ બંને વેક્સિન અસરકારક

દેશમાં કોરોના વાયરસની બીજી લહેરની ગતિ ધીમી પડવા લાગી છે, પરંતુ નવો વેરિએન્ટ સામે આવતા ચિંતા વધી ગઈ છે. ભારતમાં કોવિડ-19ના ડેલ્ટા વેરિએન્ટના કેસ સતત વધતા ખતરો વધી રહ્યો છે. ગુજરાતમાં પણ ડેલ્ટા પ્લસના બે કેસ સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર પત્રકાર પરિષદમાં ગુજરાતમાં કોરોનાના ડેલ્ટા પ્લસની એન્ટ્રી થઈ હોવાની પુષ્ટિ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ ડેલ્ટા પ્લસ વેરિએન્ટના આ બે કેસ સુરત અને વડોદરામાં નોંધાયા છે.

દેશમાં ડેલ્ટા પ્લસના 48 કેસ, ગુજરાતમાં 2 કેસ નોંધાયા
દેશમાં નવા વેરિએન્ટ સામે આવ્યા બાદ ચિંતા વધી ગઈ છે. ગત દિવસોમાં દેશમાં સામે આવેલા કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના મામલાની સંખ્યામાં સતત વધારો થતો જાય છે. સરકારે જાણકારી આપી કે અત્યાર સુધીમાં ભારતના 18 જિલ્લામાં કોરોના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 48 કેસ સામે આવી ગયા છે. કોરોના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે.

રાજ્યડેલ્ટા+ના કેસ
મહારાષ્ટ્ર20
તામિલનાડુ09
મધ્યપ્રદેશ07
કેરળ03
ગુજરાત02
પંજાબ02
આંધ્રપ્રદેશ01
ઓરિસ્સા01
રાજસ્થાન01
જમ્મુ કાશ્મીર01
કર્ણાટક01

કોવિશીલ્ડ અને કોવેક્સિન ડેલ્ટા પ્લસ સામે અસરકારક
ડેલ્ટા પ્લસના ખતરા સામે સારા સમાચાર એ છે કે કોવિશીલ્ડ અને કોવેક્સિન વેક્સિન SARS CoV 2ના આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ એમ તમામ વેરિયન્ટ સામે અસરકારક સાબિત થઈ છે. આ ડેલ્ટા પ્લસ વેરિએન્ટ 48 દેશમાં નોંધાઈ ચૂક્યો છે.આ વાત ICMRના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે કરી છે.

મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસથી પહેલું મોત
મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટથી સંક્રમિત એક 80 વર્ષના વૃદ્ધનું મોત નિપજ્યું છે. રાજ્યમાં કુલ 21 દર્દી ડેલ્ટા વેરિએન્ટથી સંક્રમિત છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ જાલનામાં મીડિયા સાથે વાતચીતમાં આ દાવો કર્યો છે. ડેલ્ટા પ્લસ વેરિએન્ટથી આ બીજું મોત થયું છે, જેમાંથી મહારાષ્ટ્રમાં આ પહેલું મોત છે.

ઉજ્જૈનમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટનો સૌ પ્રથમ ભોગ એક મહિલા બન્યા હતા
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે કેન્દ્ર સરકારની સંસ્થા NCDC રાજ્ય સરકારની ડેલ્ટ પ્લસના પડકારનો સામનો કરવા કેન્દ્ર સરકારની મદદ કરી રહ્યું છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ડેલ્ટ પ્લસ વેરિએન્ટના 2 દર્દીઓની પુષ્ટિ થઈ હતી, જેમાંથી એકનું મોત નિપજ્યું હતું. ઉજ્જૈનના રૂષિ નગરમાં રહેતી એક મહિલાનું ડેલ્ટા પ્લસ વેરિએન્ટથી મોત નિપજ્યું હતું. રાજ્યમાં કોરોનાના નવા વેરિએન્ટને લઈને એલર્ટ છે.

ઝડપથી ફેલાઈ રહ્યો છે ડેલ્ટા+ વેરિએન્ટ
દેશમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના કેસ ઝડપથી વધી રહ્યાં છે. દેશના 11 રાજ્યોમાં 48 કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્ર આ ઘાતક વાયરસથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. જમ્મુ કાશ્મીર અને તમિલનાડુમાં પણ કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના કેસ સામે આવ્યા છે.

મહારાષ્ટ્રના આ જિલ્લામાં એલર્ટ
મહારાષ્ટ્રમાં વધતા કોવિડ સંકટ વચ્ચે રાજ્ય સરકારે રાયગઢ, રત્નાગિરી, સિંધુદુર્ગ, સતારા, સાંગલી, કોલ્હાપુર અને હિંગોલીમાં વધુ સતર્કતા રાખવાના નિર્દેશ આપ્યા છે. સ્થાનિક અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે કે આ જગ્યાએ વધુને વધુ સુરક્ષા રાખવામાં આવે.

ડેલ્ટા-પ્લસ વેરિયન્ટ શું છે?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ભારતમાં મળી આવેલા કોરોના વાયરસનો ડબલ મ્યૂટન્ટ સ્ટ્રેન B.1.617.2ને ડેલ્ટા નામ આપવામાં આવ્યું છે. B.1.617.2માં બીજો મ્યૂટેશન K417N થયો છે, જે અગાઉ કોરોના વાયરસના બીટા અને ગામાના વેરિયન્ટમાં પણ જોવા મળ્યો હતો. નવા મ્યૂટેશન પછી રચાયેલા વેરિયન્ટને ડેલ્ટા+ વેરિયન્ટ અથવા AY.1 અથવા B.1.617.2.1 કહેવામાં આવે છે. K417N મ્યૂટેશનવાળા આ વેરિયન્ટ મૂળ વાયરસ કરતાં વધુ ચેપી છે. વેક્સિન અને દવાઓની અસરને નબળી બનાવી શકે છે. ખરેખર B.1.617 લાઈનેઝથી જ ડેલ્ટા વેરિયન્ટ (B.1.617.2) બહાર આવ્યો છે. એના વધુ બે વેરિયન્ટ છે- B.1.617.1 અને B.1.617.3, જેમાં B.1.617.1ને WHOએ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ (VOI)ની યાદીમાં રાખ્યો છે અને કપ્પા નામ આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...