તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Entrance Exam Of NEET PG Can Be Held On 11th September, Exam For MBBS BDS Course Can Be Held On 12th September, Find Out Everything Including Application Fee, Documents Details

NEET 2021 માટે રજિસ્ટ્રેશન શરૂ:NEET PGની એન્ટ્રેસ એક્ઝામ 11 સપ્ટેમ્બરે, MBBS-BDS કોર્સ માટે પરીક્ષા 12 સપ્ટેમ્બરે યોજાય શકે છે, જાણો એપ્લિકેશન ફી, ડોક્યુમેન્ટ્સ ડિટેઈલ્સ સહિતનું બધું જ

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

મેડિકલ પ્રવેશ પરીક્ષા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રેસ ટેસ્ટ (નીટ) માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીની વેબસાઈટ nta.ac.in તેમજ ntaneet.nic.in પર જઈને રજિસ્ટ્રેશન કરી શકો છો. નીટ પરીક્ષા (યુજી લેવલ) 12 સપ્ટેમ્બરે યોજાશે. જ્યારે નીટ (પીજી લેવલ)ની એન્ટ્રેસ એક્ઝામ 11 સપ્ટેમ્બરે યોજાશે. નીટ પરીક્ષાની મદદથી વિદ્યાર્થીઓ દેશભરની મેડિકલ કોલેજોમાં MBBS, BAMS, BSMS, BUMS અને BHMS સહિત વિભિન્ન કોર્સમાં એડમિશન લઈ શકશે.

નીટની પરીક્ષા માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સોમવારે ટ્વીટ કરી કહ્યું હતું કે નીટ(યુજી)2021 કોવિડ-10 નિયમોનું પાલન કરતાં દેશભરમાં 12 સપ્ટેમ્બરે આયોજિત કરવામાં આવશે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા સાંજે 5 વાગ્યાથી એનટીએની વેબસાઈટ પરથી શરૂ થયું છે. તેઓએ કહ્યું કોવિડ-19 નિયમોનું પાલન સુનિશ્ચિત કરાવવા માટે પરીક્ષાર્થીઓને કેન્દ્ર પર માસ્ક અપાવવામાં આવશે. પ્રવેશ અને પરીક્ષા પછી બહાર જવા માટે અલગ અલગ સમય હશે.

NEET યુજી લેવલની પરીક્ષા 11 સપ્ટેમ્બરે
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે નીટ પીજી 2021 માટે એન્ટ્રેસ એક્ઝામ 11 સપ્ટેમ્બરનાં રોજ યોજાશે. નીટની યુજી લેવલની પરીક્ષા પહેલાં 18 એપ્રિલે યોજાવવાની હતી, પરંતુ કોરોનાની મહામારીને કારણે તે સ્થગિત કરાઈ હતી. માંડવિયાએ ટ્વીટ કરી કહ્યું કે, 'અમે 11 સપ્ટેમ્બર, 2021નાં રોજ #NEET યુજી લેવલની પરીક્ષા આયોજિત કરવાનો નિર્ણય કર્યો છે. યુવા ચિકિત્સક ઉમેદવારોને મારી શુભકામનાઓ.'

પરીક્ષા કેન્દ્રોની સંખ્યા વધી
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને માહિતી આપતા કહ્યું કે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે જે શહેરોમાં પરીક્ષા આયોજિત કરાશે તેની સંખ્યા 155થી વધારીને 198 કરવામાં આવી છે. ગત વખતે પરીક્ષા કેન્દ્રો 3,862 હતા તેની તુલનાએ આ વખતે પરીક્ષા કેન્દ્રોની સંખ્યા પણ વધારી દેવાઈ છે. આ પહેલાં નીટનું આયોજન 1 ઓગસ્ટે થવાનું હતું પરંતુ કોરોનાની બીજી લહેરે કારણે તેને સ્થગિત કરી દેવાઈ હતી. હાલમાં શિક્ષણ મંત્રાલયે JEE મેઈનના આયોજનનું પણ એલાન કર્યું હતું, જે 20 જુલાઈથી શરૂ થઈ રહી છે.

નીટની પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કઈ રીતે કરશો?

  • અરજી કરનારે સૌપહેલાં ઓફિશિયલ વેબસાઈટ ntaneet.nic.in પર જવું.
  • જે બાદ તેમાં NEET 2021 રજિસ્ટ્રેશન ટેબમાં જવું.
  • એપ્લિકેશન ફોર્મમાં જરૂરી વિગત ભરવી (જન્મ તારીખ, કેટેગરી, મોબાઈલ નંબર સહિત બધું જ)
  • વિદ્યાર્થીઓએ પોતાના જરૂરી ડોક્યુમેન્ટ્સ JPG/JPEG ફોર્મેટમાં અપલોડ કરવા
  • કેન્ડિડેટ્સે એક્ઝામ સેન્ટર નક્કી કરવું (કોઈ પણ ચાર)
  • નીટ એન્ટ્રેસ એક્ઝામ માટે એપ્લિકેશન ફી જનરલ, OBC, EWS કેટેગરી ઉમેદવાર માટે 1400 રૂપિયા જ્યારે ST/SC/PWD/ટ્રાંસજેન્ડર માટે 800 રૂપિયા છે.