જમ્મુ-કાશ્મીરમાં મતદાર યાદી:જમ્મુ-કાશ્મીરમાં મતદારકાર્ડ બનાવવા પરપ્રાંતીઓમાં ઉત્સાહ

જમ્મુએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જમ્મુ-કાશ્મીરમાં નવા મતદારો કિંગમેકર હશે
  • અહીંના અર્થતંત્રની કરોડરજ્જુ પરપ્રાંતીઓ છે, અનેક વિસ્તાર ‘છોટા બિહાર’ નામે જાણીતા

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી પહેલાં મતદારયાદી તૈયાર કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ વખતે તેમાં 25-30 લાખ નવા મતદાર જોડાઈ શકે છે. ચૂંટણીપંચે જાહેરાત કરી છે કે બીજાં રાજ્યના લોકોનું જનપ્રતિનિધિત્વ પણ કાયદા હેઠળ પોતાનું નામ મતદાર તરીકે જોડાવી શકે છે. પંચની આ જાહેરાત પછી આ પરપ્રાંતીઓમાં ભારે ઉત્સાહ છે. અહીં દસકાઓથી રહેતા પરપ્રાંતીઓનું કહેવું છે કે, મતદાનનો હક મળતા જ હવે અમારો અવાજ પણ નેતાઓ સાંભળશે. જોકે, કાશ્મીરના સ્થાનિક પક્ષો પરપ્રાંતીઓને મતદાનનો હક આપવાનો વિરોધ કરી રહ્યા છે.

આ દરમિયાન ભાસ્કરે જમ્મુમાં પરપ્રાંતીઓની વસતી ધરાવતા વિસ્તાર દિગિઆના, પ્રીતનગર, નાનક નગર, મીરાં સાહિબ કુંજવાની, કાસિમનગર, રાજીવનગરની મુલાકાત લીધી. બિહારના ભાગલપુર જિલ્લાથી અહીં આવીને વસેલા ફળ વિક્રેતા અજય શાહ કહે છે કે, ‘મારા પિતા 1981માં જમ્મુ આવીને વસ્યા હતા. મારા બંને પુત્ર ડિગ્રી કોલેજમાં કોમર્સનો અભ્યાસ કરે છે. અમે વર્ષોથી લોકસભા ચૂંટણીમાં મતદાન કરીએ છીએ, પરંતુ કલમ 370ના કારણે વિધાનસભા ચૂંટણીમાં મતદાન ન કરી શક્યા. હવે આ મુશ્કેલી દૂર કરી દેવાઈ છે. હવે હું પરિવારના તમામ આઠ સભ્યના મતદાન કાર્ડ બનાવી રહ્યો છું.’ તેમના પિતા ભૂપાલ શાહ કહે છે કે, ‘1996 અને 2002ની ચૂંટણીમાં અહીં રહેલા કેટલાક પરપ્રાંતીઓએ મત આપ્યો હતો, પરંતુ અમુક પક્ષોના વિરોધ પછી મતદારયાદીમાંથી અમારા નામ કાઢી નંખાયા.’

અન્ય એક પરપ્રાંતી ચંદ્રકાંત કહે છે કે, ‘અમે પણ અમારું નામ મતદારયાદીમાં નોંધાવવા ઉત્સાહિત છીએ. હવે અમે પણ મનપસંદ નેતા કે સરકાર ચૂંટી શકીશું.’ છત્તીસગઢના છબિલાલ ભારદ્વાજ 33 વર્ષથી જમ્મુમાં રહે છે. તેઓ કહે છે કે, ‘હું પણ ઈચ્છું છું કે, મારું માન-સન્માન વધે. એટલે જમ્મુમાં જ જીવનના અંત સુધી રહેવા માંગુ છું. હું પણ મારા આખા પરિવારનું નામ મતદારયાદીમાં નોંધાવવા ઉત્સુક છું. આગામી સમયમાં રાજ્ય સરકારની સુવિધાઓનો અમને પણ લાભ મળશે.’

જમ્મુ-કાશ્મીરમાં 15 લાખ એવા પરપ્રાંતી છે, જે 10 કે વધુ વર્ષથી અહીં રહે છે
જમ્મુ-કાશ્મીરનું સમગ્ર અર્થતંત્ર પરપ્રાંતી શ્રમિકો અને વ્યવસાયીઓ પર નિર્ભર છે. ફ્લાયઓવર, સુરંગ, હાઈવે કે રહેણાક વિસ્તારો જેવી અનેક યોજના તેમના કારણે જ પૂરી થઈ શકે છે. અનાજનાં ખેતરો, સફરજનની વાડીઓ, ઈંટોના ભઠ્ઠા, ટેલરિંગ કામમાં તેમની વસતી વધુ છે. એક અનુમાન પ્રમાણે, અહીં આશરે 15 લાખ પરપ્રાંતી એવા છે જે દસ કે તેથી વધુ વર્ષથી અહીં રહે છે. ટૂંકા ગાળા માટે આવતા પરપ્રાંતીઓની સંખ્યા ઉમેરીએ તો આ સંખ્યા 25 લાખને પાર થઈ જાય છે. સમગ્ર રાજ્યમાં તેમની રસ્તા કિનારે નાની-નાની વસતીઓ જોવા મળે છે. આ વસતીઓ ‘છોટા બિહાર’ તરીકે પણ ઓળખાય છે.

લોકસભા ચૂંટણીમાં બહારના લોકો દસકાઓથી મતદાન કરે છે
કાશ્મીર ખીણના સ્થાનિક રાજકીય પક્ષો ભાજપના નેતૃત્વવાળી સરકાર પર જમ્મુ-કાશ્મીરમાં બેઠકો જીતવા માટે ‘પરપ્રાંતી મતદારો’ આયાત કરવાનો આરોપ મૂકી રહ્યા છે. પરંતુ જમીની સ્તરે જોઈએ તો બિન સ્થાનિક મતદારો લાંબા સમયથી સરળતાથી મતદાન કરતા જ હતા. છેલ્લે 2019ની જમ્મુ-કાશ્મીર ચૂંટણીમાં 32 હજાર પરપ્રાંતીઓએ મતદાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...