મદરેસામાં સગીરને 23 સેકન્ડમાં 26 દંડા ફટકાર્યા:પાઠ યાદ ન રહેતાં રોષે ભરાયેલા શિક્ષકે ઢોરમાર માર્યો, VIDEO

24 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક ખાનગી મદરેસામાં શિક્ષક દ્વારા એક સગીર વિદ્યાર્થીને ખરાબ રીતે માર મારવામાં આવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વિદ્યાર્થીનો એકમાત્ર દોષ એ હતો કે શિક્ષકે તેને જે પાઠ યાદ રાખવા આપ્યો હતો એ યોગ્ય રીતે બોલી શક્યો નહોતો. મામલો નવેમ્બર 2022નો છે, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે શિક્ષકે વિદ્યાર્થીને 23 સેકન્ડમાં 26 વાર માર્યો હતો. બીજી તરફ, મદરેસાના ટ્રસ્ટીએ શિક્ષક વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. ઘટના બાદ શિક્ષક ગુમ છે.

પાઠ યાદ ન રહેતાં શિક્ષક ગુસ્સે થયા હતા
હકીકતમાં 24 નવેમ્બર 2022ની સવારે 14 વર્ષનો વિદ્યાર્થી હંમેશની જેમ ભિવંડી વિસ્તારના દીની મદરેસામાં પહોંચ્યો હતો. અહીં ગુજરાતનો રહેવાસી 32 વર્ષીય ફહાદ ભગત નૂરી બાળકોને તાલીમ આપતો હતો. શિક્ષકે વિદ્યાર્થીને આગલા દિવસે યાદ રાખવાનો પાઠ આપ્યો હતો. જ્યારે સગીર મદરેસામાં પહોંચ્યો ત્યારે શિક્ષકે તેને પાઠ સંભળાવવાનું કહ્યું, પરંતુ વિદ્યાર્થી બરાબર પાઠ ન સંભળાવી શક્યો. આનાથી ગુસ્સે ભરાયેલા શિક્ષકે વિદ્યાર્થીને લાકડી વડે માર માર્યો હતો.

તસવીરમાં શિક્ષક વિદ્યાર્થીને લાકડી વડે મારતો હતો.
તસવીરમાં શિક્ષક વિદ્યાર્થીને લાકડી વડે મારતો હતો.

મદરેસાના ટ્રસ્ટીએ શિક્ષક વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો
આ ઘટનાનો એક વીડિયો પણ વાઇરલ થઈ રહ્યો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે શિક્ષક વિદ્યાર્થીને લાકડીથી ખરાબ રીતે મારતો દેખાય છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે શિક્ષકે વિદ્યાર્થીને 23 સેકન્ડમાં 26 વાર માર માર્યો હતો. વીડિયો સામે આવ્યા બાદ દીની મદરેસાના ટ્રસ્ટીએ 28 ફેબ્રુઆરી 2023ના રોજ નિઝામપુરા પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો.

FIR નોંધાયા બાદ આરોપી ફરાર
નિઝામપુરા પોલીસે જણાવ્યું હતું કે તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે. જોકે કેસ નોંધાયા બાદથી આરોપી ફરાર છે. પોલીસ ટીમ તેને શોધી રહી છે. હજુ સુધી આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...