19 વર્ષિય પ્રેમિકાની હત્યા કરનારાનું એન્કાઉન્ટર:લખનઉમાં ગુસ્સે થયેલા પ્રેમીએ યુવતીને ઘાબેથી ધક્કો માર્યો, ધર્મ પરિવર્તનનું દબાણ કર્યાનો પણ આરોપ

3 મહિનો પહેલા

લખનઉમાં યુવતીને ચોથા માળેથી ફેંકનાર આરોપી સૂફિયાનને પોલીસે એક અથડામણમાં પકડી પાડ્યો છે. તેના પગમાં ગોળી વાગી છે. તેને KGMUના ટ્રોમા સેન્ટરમાં ભરતી કરવામાં આવ્યો છે. શુક્રવારે સવારે પોલીસ કમિશનર તરફથી સૂફિયાન પર 25 હજારનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.

સૂફિયાન અને તેનો પરિવાર મંગળવાર રાત ઘટના પછી ફરાર હતો. પોલીસને આજે સવારે સુચના મળી હતી કે તે દુબગ્ગામાં છે. ત્યાર પછી ACP કાકોરી DK સિંહની આગેવાનીમાં પોલીસની ટીમે વિસ્તારની ઘેરાબંધી કરી હતી. પોતાને ઘેરાયેલ જોઈને સૂફિયાને પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. પોલીસે જવાબમાં ગોળી મારી અને તે ઘાયલ થયો હતો.

યુવતીને ઘાબેથી ફેંકી, ધર્મ પરિવર્તનનો આરોપ
પરિવારે પોલીસમાં ફરિયાદ કરી છે તે અનુસાર દુબગ્ગામાં રહેનારી નિધિ ગુપ્તા(19) અને સૂફિયાન પ્રેમસંબંધમાં હતાં. યુવતીના ઘરે જાણ થતાં તેનો પરિવાર સૂફિયાનના ઘરે પહોંચ્યા અને ફરિયાદ કરી. ઝઘડો થતા સૂફિયાન ઘાબા તરફ ભાગ્યો અને ત્યાં ઊભેલી નિધિને નીચે ફેંકી દીધી.

યુવતીના પિતા રવિ ગુપ્તાએ સૂફિયાનને પકડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે ધક્કો મારીને ફરાર થઈ ગયો હતો. નીચે જોયું તો નિધિ લોહીલુહાણ પડી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું. નિધિના પરિવારજનોનો આરોપ છે કે સૂફિયાન તેને ધર્મ પરિવર્તન કરવા દબાણ કરતો હતો.

મમ્મીએ કહ્યું-પહેલા પોલીસ ફરિયાદ કરી, પરંતુ કાર્યવાહી થઈ નહીં
નિધિની મમ્મી લક્ષ્મી ગુપ્તાએ આરોપ લગાવ્યા, 'નિધિ થોડાક દિવસ પહેલાં તેના નાનીના ઘરે ગઈ હતી. પાછી આવ્યાં પછી તે સૂફિયાનને મળતી નહોતી. તેની સાથે વાતચીત પણ કરતી નહોતી. આ વાતને લઈ સૂફિયાન ગુસ્સે હતો. તે અમારી સાથે ઝઘડો કરતો અને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નહતી'.

હિન્દુવાદી સંગઠને વિરોધ કર્યો, ફાંસીની માંગણી કરી
શુક્રવારે લખનઉમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ પ્રદર્શન કર્યું હતું. હિન્દુવાદી સંગઠન સાથે જોડાયેલા મુનેન્દ્ર સિંહે કહ્યું કે સુફિયાનને ફાંસી આપવી જોઈએ. તેમજ નિધિના પરિવારના સભ્યોને જીવનું જોખમ છે, આવી સ્થિતિમાં તેમને સુરક્ષા આપવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...