• Gujarati News
  • National
  • Enjoying The Occasion From The Balcony, The Bride And Groom Were Rescued In An Accident; 12 Injured, 3 In Critical Condition

લગ્ન પ્રસંગમાં અચાનક બાલ્કની તુટી પડી, VIDEO:બાલ્કનીમાંથી પ્રસંગને માણી રહ્યા હતા, દુર્ઘટનામાં વર-કન્યાનો થયો આબાદ બચાવ; 12 ઈજાગ્રસ્ત, 3ની હાલત ગંભીર

ઔરંગાબાદ4 મહિનો પહેલા
  • બાલ્કનીમાં ક્ષમતા કરતા વધુ લોકો ઉભા હતા.

ઔરંગાબાદમાં લગ્ન પ્રસંગ દરમિયાન અચાનક બાલ્કની ધરાસાયી થતાં દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 12 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 3ની હાલત ગંભીર છે. જણાવવામાં આવી રહ્યું છે કે લગ્ન પ્રસંગ દરમિયાન દુલ્હનને લઈ જવામાં આવી રહી હતી. જ્યારે જ 5 સેકન્ડ પછી બાલ્કની તૂટી પડી હતી. બાલ્કનીમાં ઉભેલા 12થી વધુ લોકો રમકડાની જેમ નીચે પટકાયા હતા. આ પછી લગ્ન પ્રસંગમાં શોકનું વાતાવરણ ફેલાયું હતુ.

આ ઘટના મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારના નૌગઢ ટોલે હરીબારી ગામની છે. સોમવારે મોડી રાત્રે એક લગ્નપ્રસંગ દરમિયાન અચાનક બાલ્કની તૂટી પડી હતી. લગ્ન પ્રસંગમાં દુલ્હન બાલ્કની નીચેથી જેવી પસાર થઈ કે તરત જ બાલ્કની તુટી પડી હતી. દુર્ઘટનાનાં વર-કન્યાનો આબાદ બચાવ થયો હતો. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે સદર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. 12 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં 3ની હાલત ગંભીર છે.

બાલ્કનીમાં ક્ષમતા કરતા વધુ લોકો ઉભા હતા.
બાલ્કનીમાં ક્ષમતા કરતા વધુ લોકો ઉભા હતા.

ઈજાગ્રસ્તોમાં પ્રીતિ કુમારી, ઉર્મિલા કુંવર, પુતુલ દેવી, રણધીર કુમાર, શર્મિલા દેવી, કિરણ કુમારી, ઉષા સિંહ, સરસ્વતી દેવી અને અન્યનો સમાવેશ થાય છે. ઘટના બાદ ઘટના સ્થળે અફરા-તફરી મચી ગઈ હતી.

અચાનક બાલ્કની તૂટી પડી હતી.
અચાનક બાલ્કની તૂટી પડી હતી.

મળતી માહિતી મુજબ ફેસર પાલીસ મથક વિસ્તારનાં દેવરિયા ગામથી હારીબારી ગામે પહોંચ્યા હતા. હારીબારી ગામનાં રહેવાસી જય પ્રકાશ રામની દીકરીનાં લગ્ન હતા.

લગ્ન પ્રસંગમાં અનેક મહિલાઓ બાલ્કનીમાં ઉભી રહી હતી. બાલ્કનીમાં ક્ષમતા કરતા વધુ લોકો ઉભા હતા. આ દરમિયામ વધું પડતા વજન હોવાને કારણે અચાનક જ બાલ્કની તુટી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...