ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ સંધ્યા દેવનાથનને પોતાના ઈંડિયા વર્ટિકલની ઉપાધ્યક્ષ તરીકે નિયુક્તિ કરી છે. 1 જાન્યુઆરી 2023થી સંધ્યા દેવનાથન મેટા ઈંડિયા હેડ તરીકેની જવાબદારી સંભાળશે. અને APACના ઉપાધ્યક્ષ ડૈન નેરીને રિપોર્ટ કરશે. 1998માં આંધ્ર યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ સંધ્યા દેવનાથને દિલ્લીથી MBA કર્યું છે અને આજે તે ગ્લોબિલ બિઝનેસ લીડરની ઓળખ ધરાવે છે.
સંધ્યા દેવનાથન આવશે ભારત 2016માં ફેસબુક સાથે જોડાયા હતા અને કંપનીના ગેમિંગ ઈંડસ્ટ્રીનો કારોબાર આગળ વધારવા તેમણે ખૂબ મહેનત કરી હતી અને આજે તેઓ એક્સપર્ટ તરીકે ઓળખાય છે. ગેમિંગ સેક્ટરમાં મહિલાઓને પણ આગળ આવવા પ્રોત્સાહન આપે છે. મેટા ઈન્ડિયા હેડ તરીકે ભારતમાં તેઓ મોટી બ્રાન્ડ્સ, ક્રિએટર્સ, એડવર્ટાઈઝર્સ, પાર્ટનર્સ સાથે સંબંધોને મજબૂત કરશે અને કંપનીના કારોબારને આગળ વધારશે. સંધ્યા દેવનાથનનો મુખ્ય ઉદ્દેશ કંપનીની રેવેન્યૂને વધારવાનો રહેશે. છેલ્લા 22 વર્ષથી આંતરારષ્ટ્રીય સ્તર પર અનેક મોટી કંપનીઓમાં બેંકિંગ, પેમેન્ટ, ટેક્નોલોજી એક્સપર્ટ તરીકે કામ કરી ચુક્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.