તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The ED Team Reached Patel's House, Questioning For The Second Time In 4 Days In The Sandesra Brothers' Fraud Case

પૂછપરછ:EDની ટીમ દિગ્ગજ કોંગ્રેસ નેતા અહમદ પટેલના ઘરે પહોંચી, સ્ટર્લિંગ બાયોટેક ફ્રોડ કેસમાં 4 દિવસમાં બીજી વખત ઈન્ટ્રોગેશન

નવી દિલ્હી3 મહિનો પહેલા
અહમદ પટેલના ઘરે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટની ટીમ પહોંચી હતી.
  • વડોદરાની ફાર્મા કંપનીના પ્રમોટર સાંડેસરા ભાઈઓ પર 5700 કરોડના ફ્રોડનો આરોપ, ED મની લોન્ડ્રિંગની તપાસ કરી રહી છે
  • EDએ શનિવારે પટેલને પૂછ્યું હતું કે સાંડેસરા ભાઈઓ સાથે તેમને શું સંબંધ છે

સોનિયા ગાંધીના નજીકના ગણાતા અને કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અહમદ પટેલની એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ(ED)ની ટીમ આજે પૂછપરછ કરી રહી છે. વડોદરાની કંપની સ્ટર્લિંગ બાયોટેકના પ્રમોટર સાંડેસરા ભાઈઓના 5700 કરોડ રૂપિયાના બેન્ક ફ્રોડ કેસમાં અહમદ પટેલની પુછપરછ થઈ રહી છે. આ મામલામાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ મની લોન્ડ્રિંગની તપાસ કરી રહ્યું છે.

પટેલે કહ્યું હતું- સરકાર તેની નિષ્ફળતા છુપાવી રહી છે
આ પહેલા શનિવારે પણ ઈડીની ટીમે પટેલના ઘરે જઈને તેમના નિવેદનો લીધા હતા. તેમને સાંડેસરા ભાઈઓ સાથેના સંબંધોને લઈને સવાલ કરવામાં આવ્યા હતા. પુછપરછ પછી પટેલે ટ્વિટ કહ્યું હતું કે મારી પાસે છુપાવવા માટે કઈ જ નથી. મોદી સરકાર આર્થિક, સ્વાસ્થ્ય અને રાષ્ટ્રીય સુરક્ષાના સંકટના મુદ્દા પર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે એજન્સીઓની મદદ લઈ રહી છે.

એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે ગત વર્ષે સાંડેસરા ભાઈઓ સાથેના સંબંધો અંગે અહમદ પટેલના પુત્રની પૂછપરછ કરી હતી. સાંડેસરા ભાઈઓની વિરુદ્ધ સીબીઆઈએ 2017 બેન્ક ફ્રોડનો કેસ નોંધયો હતો. તેના આધારે ઈડીએ મની લોન્ડ્રિંગનો કેસ નોંધયો હતો.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો