• Gujarati News
  • National
  • Enforcement Directorate Issues Summon To Tmc Leader Abhishek Banerjee And His Wife In Money Laundering Case

મનિ લોન્ડરિંગ કેસ:મમતા બેનરજીના ભત્રીજા અભિષેકને EDની નોટિસ, પૂછપરછ માટે પત્નીને પણ બોલાવી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજીની ઈલેક્શન ડિરેક્ટોરેટે (ED) સમન્સ જાહેર કરીને પૂછપરછ માટે બોલાવ્યા હતા. ટીએમસી સાંસદ અભિષેક બેનરજી સાથે તેમના પત્ની રુજિરા બેનરજીને પણ પૂછપરછ માટે હાજર થવાનું કહેવામાં આવ્યું છે. કહેવામાં આવ્યું છે કે, રુજિરા સાથે કોલસાની ખાણની ફાળવણીમાં મનિ લોન્ડરિંગના કથિત આરોપ વિશે 1 સપ્ટેમ્બરે પૂછપરછ થઈ શકે છે. જ્યારે અભિષેકને 6 સપ્ટેમ્બરે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, કોલસા કૌભાંડમાં સીબીઆઈ દ્વારા એફઆઈઆર નોંધાવ્યા પછી ઈડીએ બંગાળમાં સરકારી કોલસા ખાણમાં કથિત ચોરી અને મનિ લોન્ડરિંગ સાથે જોડાયેલા કેસની તપાસ શરૂ કરવામાં આવી છે. અભિષેક અને રુજિરા બેનર્જી સાથે એક કેસમાં સીબીઆઈ પહેલાં જ પૂછપરછ કરી ચૂકી છે. આ પૂછપરછ બંગાળમાં આ વર્ષે ચૂંટણી પહેલાં જ કરવામાં આવી હતી. જોકે હવે ઈડીએ આ કેસમાં અભિષેક અને રુજિરા સાથે અન્ય લોકોને પણ હાજર થવાનું કહેવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...