• Gujarati News
  • National
  • Enemies Are No Longer At Peace With Tridents, Lightning Strikes And Shields Like The Elite.

મેક ઈન ઈન્ડિયા:ત્રિશૂળ, વજ્રથી કરંટના ઝાટકા અને ભદ્ર જેવી ઢાલથી હવે શત્રુઓની ખૈર નથી

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લદાખમાં ગલવાન જેવી અથડામણનો સામનો કરવા યુપીની કંપનીએ સૈન્ય જવાનો માટે ખાસ પ્રકારનાં બિનઘાતક હથિયાર બનાવ્યાં

ભવિષ્યમાં ચીન સાથે ગલવાન જેવી અથડામણનો સામનો કરવા માટે ઉત્તરપ્રદેશની એક કંપનીએ સૈન્યના જવાનો માટે અમુક એવા હથિયારો બનાવ્યા છે જે ક્ષણવારમાં શત્રુઓને નિષ્ક્રિય કરી આપણા જવાનોને અપર હેન્ડ આપી શકે છે. નોઈડાની સ્ટાર્ટઅપ એપ્સટ્રોન પ્રા.લિમિટેડના ચીફ ટેક્નોલોજી ઓફિસર મોહિત કુમારે જણાવ્યું કે આ હથિયાર મેક ઈન ઈન્ડિયા હેઠળ ભારતીય સૈન્ય માટે ખાસ કરીને ડિઝાઈન કરવામાં આવ્યા છે. તેમાં વીજળીનો કરંટ દોડે છે અને શત્રુઓને આગળ વધતાં અટકાવે છે.

ત્રિશૂળ : ઘાતક કરંટથી પ્રહાર

ત્રિશૂળ બિનઘાતક હથિયાર છે પણ તેમાં કરંટ લાગે છે. સાથે જ જવાનો તેનો ઉપયોગ બખ્તરિયા વાહનોને પંચર કરવા માટે પણ કરી શકે છે. તેને ઓપરેટ કરવા માટે બસ એક બટન પ્રેસ કરવાનું રહે છે અને તેનાથી નીકળતો કરંટ શત્રુઓનો નાશ કરી શકે છે.

વજ્ર : ધારદાર અણીદાર સ્પાઈક્સ

વજ્ર મેટલની લાકડી જેવું ધારદાર હથિયાર છે. તેમાં પણ કરંટ વાગે છે. તેમાં કાંટાદાર સ્પાઈક્સથી નીકળતો કરંટ શત્રુઓને આગળ વધતા રોકે છે. જો કોઈ બુલેટપ્રૂફ ગાડી આપણી તરફ આવતી હોય તો તેને પણ સરળતાથી પંચર કરી શકે છે.

સેપર પંચ : હેન્ડ ટૂ હેન્ડ કોમ્બેટ

સેપર પંચ પણ બિન ઘાતક હથિયાર છે. તેમાં પણ કરંટ વાગે છે. તે હેન્ડ ટૂ હેન્ડ કોમ્બેટમાં મદદરૂપ થાય છે. તેનાથી શત્રુઓને કરંટ વાગશે અને તે બુલેટપ્રૂફ પણ છે. તેના અનેક ફીચર છે. તેમાં અનેક પ્રકારના સુક્ષ્મ હથિયાર ઈનબિલ્ટ છે જે મજબૂત સુરક્ષા આપે છે.

ભદ્ર : શત્રુઓને આંધળા કરતી ઢાલ

ભદ્ર ખાસ પ્રકારની ઢાલ છે. તે જવાનોને પથ્થરોના હુમલાથી બચાવશે. ભદ્રના એક સેક્શનમાં વીજળી દોડે છે. તેની મદદથી શત્રુઓને મજા ચખાડી શકાય છે. તેમાં એક ચમકદાર લાઈટ નીકળે છે જે શત્રુઓને થોડા સમય માટે આંધળા પણ કરી શકે છે.

દંડ : અચૂક મારક ક્ષમતા છે

દંડ વીજળીથી ચાલતો એક દંડો છે. તેને ઉપયોગમાં લેવા માટે તેમાં એક સેફ્ટી સ્વિચ છે. જો કોઈ શત્રુ તેને છીનવી પણ લેશે તો આપણી વિરુદ્ધ વાપરી નહીં શકે. પગપાળા મોરચે સેનાના જવાનો માટે આ ખૂબ જ કારગર સાબિત થશે.

અન્ય સમાચારો પણ છે...