• Gujarati News
  • National
  • Encounter Between Security Forces And Militants In Poonch, Jammu And Kashmir, JCO And A Jawan Martyred

ચાર દિવસમાં બીજી અથડામણ:જમ્મુ-કાશ્મીરના પુંચમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ, JCO અને એક જવાન શહીદ

જમ્મુએક દિવસ પહેલા
ભાટા ધુરિયાં ગામની બહાર તહેનાત સુરક્ષાદળના જવાનો.

જમ્મુ-કાશ્મીરમાં સોમવાર પછી ગુરુવારે આતંકવાદીઓ અને સિક્યોરિટી ફોર્સ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં એક જુનિયર કમિશન્ડ ઓફિસર (JCO) અને એક જવાન શહીદ થયા છે. આ અથડામણ જમ્મુ-રાજૌરી-પુંચ નેશનલ હાઈવે નજીક ભીમ્બર ગલી વિસ્તારમાં થઈ હતી, જે મેંઢર સબ ડિવિઝનમાં આવે છે. અહીં ભાટા ધુરિયા ગામ છે અને આ ગામમાં જ સર્ચ-ઓપરેશન કરી રહેલા સૈન્યના જવાનો પર આતંકવાદીએ ફાયરિંગ કર્યું.

આ પહેલા સોમવારે આ વિસ્તારમાં જ આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં પાંચ જવાન શહીદ થયા હતા.

નજીકના વિસ્તારમાં જ અથડામણ
મીડિયા રિપોટ્સ મુજબ, ત્રણ દિવસ પહેલાં જે ડેરાની ગલી વિસ્તારમાં અથડામણ થઈ હતી, ગુરુવારે પણ તે જ વિસ્તારથી થોડે દૂર અથડામણ થઈ. હાલ પણ ફાયરિંગ યથાવત છે.

એક અધિકારીના જણાવ્યા મુજબ, સુરક્ષાદળના જવાનો અહીં આતંકવાદવિરોધી અભિયાન ચલાવી રહ્યા છે. આ વિસ્તારમાં ગાઢ જંગલ છે અને આ વિસ્તાર રાજૌરી અને પુંચ જિલ્લાને જોડે છે. સુરક્ષાદળોએ ગુરુવારે ભાટા ભૂરિયાં વિસ્તારને ઘેરી લીધું હતું.

આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કર્યું
એક અધિકારીના જણાવ્યા મુજબ, સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધા બાદ અહીં સર્ચ-ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન છુપાયેલા આતંકવાદીએ સુરક્ષાદળોના જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું. આ દરમિયાન એક JCO અને એક જવાનને ગોળી વાગી હતી. તેમને નજીકની હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા, પરંતુ તેમને બચાવવામાં સફળતા ન મળી. એ બાદ સુરક્ષાદળોની વધુ એક ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી. સુરક્ષા વધુ મજબૂત બનાવી સર્ચ- ઓપરેશન યથાવત્ રાખવામાં આવ્યું.

આ વિસ્તારમાં સતત ચોથા દિવસ સર્ચ-ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. 12 ઓક્ટોબરે આ વિસ્તારમાં આપણા પાંચ જવાન શહીદ થયા હતા. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે અહીં કયા ગ્રુપના આતંકવાદીઓ છુપાયેલા છે. સેનાની સામે સવાલ છે કે શું આ એ જ આતંકવાદીઓ છે, જેમણે સોમવારે પાંચ જવાનના જીવ લીધા હતા કે કોઈ અન્ય ગ્રુપના આતંકવાદીઓ છે. હાલ પુંચ-રાજૌરી હાઈવે પર ટ્રાફિક બંધ કરી દેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...