• Gujarati News
  • National
  • Encounter Between Security Forces And Militants In Chanpora, Srinagar, One Terrorist Shot Dead

કાશ્મીરમાં ઓપરેશન ક્લીન:શ્રીનગરના ચાનપોરામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, એક આતંકી ઠાર

શ્રીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગત 16 દિવસોમાં કાશ્મીર વેલીમાં સુરક્ષા દળોની સાથે 12 અથડામણ થઈ જેમાં 18 આતંકીઓ ઠાર થયા છે. - Divya Bhaskar
ગત 16 દિવસોમાં કાશ્મીર વેલીમાં સુરક્ષા દળોની સાથે 12 અથડામણ થઈ જેમાં 18 આતંકીઓ ઠાર થયા છે.

જમ્મુ કાશ્મીરમાં સામાન્ય લોકો પર થયેલા હુમલાઓ વચ્ચે સુરક્ષાદળોએ ઓપરેશન ક્લીન શરુ કર્યું છે. શ્રીનગરના ચાનપોરામાં ગુરૂવારે સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ. સિક્યોરિટી ફોર્સે એક આતંકીને ઠાર કર્યો છે.

આ પહેલાં સિક્યોરિટી ફોર્સે 4 આતંકીઓને ઠાર કર્યા હતા. કુલગામમાં સેના અને પોલીસના જોઈન્ટ ઓપરેશનમાં લશ્કર-એ-તોયબાના કમાન્ડર ગુલઝાર અહમદ રેશી સહિત બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. કાશ્મીર ઝોનના IG વિજય કુમારે કહ્યું કે બંને આતંકી બિહારના બે લોકોની હત્યામાં સામેલ હતા. બંને મજૂરોની 17 ઓક્ટોબરે વાનપોહમાં આતંકીઓએ હત્યા કરી હતી.

આ પહેલાં ગુરૂવારે જ સિક્યોરિટી ફોર્સે શોપિયાં જિલ્લામાં થયેલી અથડામણમાં લશ્કર-એ-તોયબાના બે આતંકીઓને ઠાર કર્યા હતા. આ દરમિયાન સેનાના એક જવાન શહીદ થયા હતા. જ્યારે બે સુરક્ષાકર્મી ઘાયલ થયા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ માર્યા ગયેલા આતંકીઓમાંથી એક હાલમાં થયેલી તે વ્યક્તિની હત્યામાં સામેલ હતો જે ઉત્તરપ્રદેશના સહારનપુર જિલ્લાનો રહેવાસી હતો.

IG વિજય કુમારે જણાવ્યું કે આદિલ જુલાઈ 2020થી વેલીમાં સક્રિય હતો. તેને ઉત્તર પ્રદેશના સહારનપુરથી કાશ્મીર આવેલા કાર્પેન્ટર સાકિર અહ વાનીની હત્યા કરી હતી. તે આતંકી સંગઠન TRFનો શોપિયાં જિલ્લાનો કમાન્ડર હતો. ગત 15 દિવસોમાં કાશ્મીર વેલીમાં સુરક્ષા દળોની સાથે 11 અથડામણ થઈ જેમાં 17 આતંકીઓ ઠાર થયા છે.

અથડામણમાં આ મહિને 9 જવાન શહીદ થયા
ઓક્ટોબરના મહિનામાં રાજૌરીના જંગલોમાં આતંકીઓની સાથે થયેલી અથડામણમાં સેનાના 9 જવાન શહીદ થયા હતા. જે બાદ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે 16 ઓક્ટોબરે આ વિસ્તારની મુલાકાત કરી હતી. તેઓએ આતંકવાદ વિરોધી અભિયાનને સંભાળનાર કમાન્ડરો સાથે વાત કરી હતી.

NIAએ 11 ઠેકાણાં પર પાડ્યા દરોડા
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી NIA દ્વારા જમ્મુ કાશ્મીરના 11 ઠેકાણાં પર દરોડા પાડવામાં આવ્યા છે. NIAએ આતંકી ષડયંત્ર સાથે જોડાયેલા કેસમાં શ્રીનગર, કુલગામ, અવંતીપોરા, પુલવામા, સોપોર અને બારામૂલામાં દરોડા પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...