અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ:40 હજાર લોકોને રોજગારી, ટૂરિઝમ અને વિદેશી રોકાણમાં પણ વધારો થશે

દિલ્હી12 દિવસ પહેલાલેખક: લવકુશ મિશ્રા
 • કૉપી લિંક
ફુલ સ્પાન ગર્ડર લોન્ચિંગ ઈક્વિપમેન્ટથી કામગીરી શરૂ કરાઈ છે - Divya Bhaskar
ફુલ સ્પાન ગર્ડર લોન્ચિંગ ઈક્વિપમેન્ટથી કામગીરી શરૂ કરાઈ છે
 • જાપાન 50 વર્ષ માટે 0.1 ટકાના વ્યાજે રૂ. 88,000 કરોડની લોન આપશે, 508 કિમીના રૂટ પર 12 સ્ટેશનો તૈયાર કરાશે
 • અમદાવાદથી મુંબઈ પહોંચવામાં માત્ર 1 કલાક 58 મિનિટ જ લાગશે
 • 1.10 લાખ કરોડના ખર્ચે મુંબઈથી અમદાવાદ વચ્ચે 508 કિમીના રૂટ પર કામગીરી શરૂ કરી દેવાઈ
 • બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી રૂટ પર આવતા શહેરમાં પ્રવાસન ક્ષેત્રમાં પણ વધારો થશે
 • 31 મે, 2022 સુધી 61.6 કિમીના ખંડમાં પિયર્સનું નિર્માણ કરાયું છે.

મુંબઈ - અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર (એમએએચએસઆર)ની કામગીરી પૂરઝડપે ચાલી રહી છે. ગુજરાત અને દાદરાનગરમાં મોટા ભાગની જમીનોનું સંપાદન પણ પૂર્ણ થઈ ગયું છે. 1,10,000 કરોડના ખર્ચે તૈયાર થનારા આ 508 કિમીના રૂટ પર મુંબઈથી અમદાવાદ વચ્ચે 320 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડશે.

બુલેટ ટ્રેનની આ યોજનાથી 4 હજાર પ્રત્યક્ષ અને 35 હજારથી વધુ અપ્રત્યક્ષ રોજગારીની તકો ઊભી થશે. રૂટ પરના ઉપવન તળાવ, અર્નલાનો કિલ્લો, વિલ્સન હિલ્સ, ગિરાધોધ, સુરતનો કિલ્લો, લક્ષ્મી વિલાસ પેલેસ, સાબરમતી ગાંધી આશ્રમ સહિતનાં સ્થળો પરના પ્રવાસનને પણ વેગ મળશે. પ્રોજેક્ટ માટે જાપાન 50 વર્ષ માટે 0.1% વ્યાજે 88,000 કરોડ રૂપિયાની લોન સાથે તેમની લેટેસ્ટ ટેક્નોલોજી આપશે. પ્રોજેક્ટ શરૂ થયા બાદ વિદેશી રોકાણ પણ વધશે.

સ્ટેશન અને ડેપોની કામગીરી

 • વાપીથી સાબરમતી સુધી તમામ આઠ એચએસઆર સ્ટેશનો પર કામ વિવિધ તબક્કામાં છે.
 • સાબરમતી ડેપો માટે 4 ફેબ્રુઆરી, 2022એ કામ સોંપાયું હતું. માટીનું કામ ચાલી રહ્યું છે.
 • સુરતમાં તમામ 128 ફાઉન્ડેશન પૂરાં થયા છે.
 • સાબરમતીમાં એચએસઆર, મેટ્રો, બીઆરટી તથા બે રેલવે સ્ટેશનને જોડનારું પેસેન્જર ટર્મિનલ હબ ઓગસ્ટ 2022માં પૂરું થવાની આશા.

અમદાવાદથી મુંબઈ માત્ર 1.58 કલાકમાં પહોંચાશે

 • મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર(એમએએચએસઆર)ના રૂટ પર બુલેટ ટ્રેન 320 પ્રતિ કલાકની ઝડપે દોડશે
 • મુંબઈથી અમદાવાદ પહોંચવામાં 1 કલાક 58 મિનિટ લાગશે
 • 508 કિમીની રૂટમાં 12 સ્ટેશનો તૈયાર કરાશે
 • એક તરફ દરરોજ 35 ટ્રેન દોડાવાશે
 • દર 20 મિનિટે એક ટ્રેન અને પિક અવર્સમાં દર 30 મિનિટે એક ટ્રેન મળશે
 • 750 મુસાફરોની દરેક ટ્રેનમાં કેપેસિટી, દરરોજ 18 હજાર લોકો મુસાફરી કરશે
 • બુલેટ ટ્રેનનો કંટ્રોલ રૂમ સાબરમતી સ્ટેશન તૈયાર કરાશે
 • 92 ટકા ટ્રેક એલિવેડેટ રહેશે અને 25.87 કિમીના રૂટ ટનલમાંથી પસાર થશે
 • જાપાનની ટેક્નોલોજી મુજબ ટ્રેનના સિગ્લનની સિસ્ટમ તૈયાર કરાઈ છે
 • લેટેસ્ટ ટેક્નોલોજીની ટ્રેનિંગ માટે અધિકારીઓને જાપાન મોકલવામાં આવશે
 • મુસાફરોને ઈયર પ્રેસર ન આવે તે રીતે તૈયાર અંદરની ડિઝાઈન કરવામાં આવી
 • ભૂંકપની વહેલી જાણકારી આપે તેવી સિસ્ટમ પણ મૂકવામાં આવી છે.

બ્રિજઃ બુલેટ ટ્રેનના રૂટમાં આવતી નદીઓ પરના બ્રિજનાં કામ શરૂ

 • રાજમાર્ગો, નહેરો તથા રેલવે પર ક્રોસિંગ, લાંબું ટકે તેવા સ્ટીલ સ્ટ્રક્ચર્સનો ઉપયોગ
 • નર્મદા, તાપી, મહી, સાબરમતી જેવી નદીઓ પર બ્રિજનુ કામ શરૂ કરી દેવાયું છે.
 • નર્મદા બ્રિજ માટેના 22માંથી 15 વેલ ફાઉન્ડેશન પર કામ ચાલી રહ્યું છે.
 • તાપી બ્રિજ: 13માંથી 7 વેલ ફાઉન્ડેશન પર કામ ચાલી રહ્યું છે.
 • સાબરમતી બ્રિજઃ સોઇલ ટેસ્ટિંગનું કામ પૂર્ણ. અન્ય ટેકનિકલ કામગીરી પ્રગતિમાં.
અન્ય સમાચારો પણ છે...