• Gujarati News
  • National
  • Employees In Air India Disinvestment Secratry Give Full Details Of Employees TATA Sons

વેચાઈ ગઈ Air India:શું થશે હવે કર્મચારીઓની નોકરી-સેલરી અને ભથ્થાનું? નિવૃત કર્મચારીઓને તાત્કાલિક ક્વાટર ખાલી કરવાની નોટિસ અપાઈ

13 દિવસ પહેલા

ટાટા સન્સે એર ઈન્ડિયાની બોલી જીતી લીધી છે. ડિસઈન્વેસ્ટમેન્ટ સેક્રેટરીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, રૂ. 18,000 કરોડમાં એર ઈન્ડિયાએ બોલી જીતી છે. 4 ઓક્ટોબરે ટાટા સન્સની બોલીને મંજૂરી આપવામાં આવી છે. મંત્રીઓની પેનલે બોલીને મંજૂરી આપી છે. હવે સૌથી મોટો સવાલ એ આવે છે કે, એર ઈન્ડિયામાં કામ કરતા સરકારી કર્મચારીઓનું શું થશે? શું તેમને નોકરી રહેશે કે તેમાં અમુક પ્રકારના પરિવર્તન કરવામાં આવશે? તેમને મળતી સુવિધાઓનું શું થશે?

અત્યારે એર ઈન્ડિયામાં કેટલા કર્મચારી?
સરકારે જણાવ્યું કે, એર ઈન્ડિયામાં અંદાજે 12085 કર્મચારી કામ કરે છે. તેમાં 8084 કાયમી કર્મચારીઓ છે અને 4001 કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારી છે. તેમાંથી 3400 કાયમી કર્મચારીઓ નાણાકિય વર્ષ 2023-24માં નિવૃત્ત થવાના છે. એર ઈન્ડિયા એક્સપ્રેસમાં કુલ 1434 કર્મચારી છે. 191 કાયમી કર્મચારીઓ છે. 1156 કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ છે.

કર્મચારીઓનું હવે શું થશે?
એવિયેશન સચિવે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું છે કે, કોઈની પણ નોકરી નહીં જાય. ટાટા સન્સ એક વર્ષ સુધી દરેક કર્મચારીઓને યથાવત રાખશે. બીજા વર્ષે ટાટા સન્સ VRSની ઓફર આપે તેવી શક્યતા છે.

મકાન ખાલી કરવાનું કહેવામાં આવ્યું

  • નોંધનીય છે કે, એવિયેશન મિનિસ્ટ્રીએ સપ્ટેમ્બર મહિનાના અંતમાં એર ઈન્ડિયાના ચેરમેનને સત્તાવાર પત્ર મોકલીને કહ્યું હતું કે, 15 દિવસની અંદર કર્મચારીઓએ આ લેખિત એન્ડરટેકિંગ જમા કરાવવું પડશે કે તેમણે શાંતિથી મકાન ખાલી કરી દીધું છે.
  • 9 ઓગસ્ટની બેઠકમાં AISAMએ નક્કી કર્યું હતું, એર ઈન્ડિયા કર્મચારી ડિસઈન્વેસ્ટમેન્ટ પછી છ મહિના સુધી કંપનીના રેસિડન્સ ક્વાટરમાં રહી શકે છે અથવા ત્યાં સુધી રહી શકે છે કે જ્યાં સુધી આ પ્રોપર્ચી વેચાઈ ના જાય. આમાં જે પણ તારીખ પહેલાં આવશે તે તેમણે ફોલો કરવાની રહેશે.
  • એર ઈન્ડિયાની રેસિડન્સ કોલોનીમાં રહેતા દરેક નિવૃત કર્મચારીને આ મકાન તાત્કાલિક ખાલી કરવાની નોટિસ આપવામાં આવશે. પરંતુ જે લોકો કાર્યરત છે તેમને ડિસઈન્વેસ્ટમેન્ટ પછી છ મહિનાનો સમય આપવામાં આવ્યો છે.
  • લેટરમાં કહેવામાં આવ્યું છે કે, જે કર્મચારી નક્કી કરેલા સમય પહેલાં ક્વાટર ખાલી નહીં કરે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમને દંડ સ્વરૂપે માર્કેટ પ્રાઈઝ કરતાં ડબલ ભાવ ભાડાં પેટે લેવામાં આવશે અને દિલ્હી-મુંબઈના એવા કર્મચારીઓ પાસેથી 10થી 15 લાખ રૂપિયાનો ડેમેડ ચાર્જ પણ લેવામાં આવી શકે છે.
અન્ય સમાચારો પણ છે...