• Gujarati News
  • National
  • Emergency In Emergency Wards In Hospitals ... 30% Of Patients Die Due To Untimely Treatment

બેહાલ:હોસ્પિટલોમાં ઈમર્જન્સી વૉર્ડમાં ઈમર્જન્સી... સમયસર સારવાર ના મળતા 30% દર્દીનાં મોત

નવી દિલ્હીએક મહિનો પહેલાલેખક: પવન કુમાર
  • કૉપી લિંક
  • નીતિ આયોગ-દિલ્હી એઈમ્સનો અભ્યાસ, ગોલ્ડન અવરમાં સારવાર મળે તો દર્દીઓ બચી શકે
  • ઈમર્જન્સીમાં 50% દર્દીઓને ઓર્થોપેડિક ડૉક્ટરો જ જુએ છે, બીમારી ગમે તે હોય... કારણ- અન્ય દર્દીઓને કોણ જોશે, એ નક્કી જ નથી કરાયું

કોઈ પણ દેશની કોઈ પણ હોસ્પિટલનો ઈમર્જન્સી વૉર્ડ જ્યાં હોય છે, ત્યાં ડૉક્ટરે સૌથી મુશ્કેલી પરિસ્થિતિમાં અને ઓછા સમયમાં દર્દીઓનો જીવ બચાવવાનો હોય છે. જોકે, ભારતની હોસ્પિટલોમાં ઈમર્જન્સી વૉર્ડની હાલ એવી છે કે, અહીં આવતા 30% દર્દીઓ સમયસર સારવાર નહીં મળતા મોતને ભેટે છે.

નીતિ આયોગ અને દિલ્હી એઈમ્સના ટ્રોમા સેન્ટરના ડૉક્ટરોએ સંયુક્ત રીતે દેશના 29 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની 100 મોટી તેમજ જિલ્લા હોસ્પિટલોના ઈમર્જન્સી વૉર્ડમાં ઉપલબ્ધ સુવિધાઓનું વિશ્લેષણ કર્યું છે. આ રિપોર્ટ પ્રમાણે, દેશમાં ઈમર્જન્સી વિભાગો તેમજ મેડિકલ સુવિધાઓનો ભારે અભાવ છે. દેશની હોસ્પિટલોમાં ટ્રોમા સેન્ટર અને ટ્રોમા સર્જન સિવાય નિષ્ણાત ડૉક્ટરોના અભાવે સારવારમાં મોડું થાય છે.

નીતિ આયોગના આ રિપોર્ટમાં કહેવાયું છે કે, મોટા ભાગના ઈમર્જન્સી વિભાગ રેસિડેન્ટ ડૉક્ટરોના ભરોસે ચાલે છે અને તેમની પણ ડ્યૂટી રોટેશનમાં હોય છે. ઈમર્જન્સી વિભાગમાં સારવારમાં અનેક કારણસર મોડું થાય છે. જો આ સિસ્ટમ સુધારવામાં આવે અને ગોલ્ડ અવર્સ (દર્દીને હોસ્પિટલ લાવ્યા પછીનો એકાદ કલાક)માં સારવાર આપી દેવાય, તો મોટી સંખ્યામાં દર્દીઓના મોત ટાળી શકાય.

દેશમાં ઈમર્જન્સી વિભાગમાં ગંભીર હાલતમાં પહોંચાડનારા 50% દર્દીઓની સારવાર ઓર્થોપેડિક સર્જનના ભરોસે રહે છે. હકીકતમાં ઈમર્જન્સી વિભાગોમાં એવી સિસ્ટમ નથી બનાવાઈ કે, જો ઈજા કે બિમારી પ્રમાણે નિષ્ણાત ડૉક્ટર ના હોય તો આ પ્રકારના દર્દીઓની સારવાર કોણ કરશે. જો દર્દીને એકથી વધુ પ્રકારની મુશ્કેલી હોય તો સારવાર કોણ કરશે. આ કારણસર સારવાર મોડી મળે છે.

સૂચનો: ઈમર્જન્સી મેડિસિન વિભાગ બને, ટ્રોમા સર્જનો પણ તૈયાર થાય

  • ઈમર્જન્સી મેડિસિન ડિપાર્ટમેન્ટ સ્થાપવા પડશે કારણ કે, એવા ટ્રોમા સર્જન નથી જેમને આ પ્રકારનું શિક્ષણ મળ્યું હોય.
  • 91% હોસ્પિટલોમાં એમ્બ્યુલન્સ છે, પરંતુ શિક્ષિત પેરામેડિકલ સ્ટાફ ફક્ત 34% એમ્બ્યુલન્સમાં હોય છે, જેથી સુધારો જરૂરી.
  • 9% હોસ્પિટલોમાં ઈમર્જન્સી વિભાગમાં જ જરૂરી દવાઓ 24 કલાક ઉપલબ્ધ હોય છે, જેથી તમામ પ્રકારની મેડિકલ સુવિધા આપવી પડશે.
અન્ય સમાચારો પણ છે...