તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Neighbor Puts Embarrassing Condition To Sleep With Neighbor In Exchange For Help If Woman's Father Needs Oxygen Cylinder

શરમજનક ઘટના:મહિલાના પિતાને ઓક્સિજન-સિલિન્ડરની જરૂર હતી તો મદદના બદલામાં પડોશીએ સાથે સૂવાની અશ્લીલ શરત મૂકી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.

કોરોના મહામારીએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. જ્યાં એક બાજુ સતત મૃત્યુઆંક વધી રહ્યો છે ત્યારે બીજી બાજુ આ મહામારીમાં માનવતાનાં ચીથરાં ઉડાવે એવી ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ એક ઘટના સોશિયલ મીડિયા પર ત્યારે ધ્યાન પર આવી છે કે જ્યારે એક યુવતીએ તેના પિતા માટે ઓક્સિજન-સિલિન્ડરની જરૂર હતી તો તેના પડોશીએ તેની સાથે શારીરિક સંબંધ બાંધવા કહ્યું.

હકીકતમાં આ ઘટના સોશિયલ મીડિયા મારફત સામે આવી છે. ભાવરીન કંધારી નામની એક ટ્વિટર યુઝરે આ સોશિયલ મીડિયા પર કહ્યું છે કે મારા એક મિત્રની બહેનને તેના પિતા માટે ઓક્સિજન-સિલિન્ડરની જરૂર હતી. તેના પડોશીએ સિલિન્ડરના બદલામાં પોતાની સાથે સૂવા માટે કહ્યું, આ અંગે શું કાર્યવાહી કરી શકાય છે, જ્યારે તે આ ઈનકાર કરી દે કે તેણે આવી કોઈ વાત કહી નથી.

બીજી બાજુ સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયા આવવા લાગી છે. લોકોએ આ વ્યક્તિનું નામ જાહેર કરવાની માગ કરી છે, જેથી તેને શરમ આવે. કેટલાક લોકોએ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા કેસ દાખલ કરવાની માગ કરી છે.

કોરોનાની સારવાર માટે કોલ કર્યો તો શરમજનક જવાબ મળ્યો
આવી જ અન્ય એક ઘટના સામે આવી છે. અન્ય એક છોકરીએ સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે જ્યારે તેણે કોરોના બીમારીની સારવાર અંગે જાણકારી માટે એક નંબર પર કોલ કર્યો તો જવાબ મળ્યો કે મેડમ, હું તો છોકરીઓ સપ્લાઇ કરું છું, અન્ય કોઈ ચીજ નહીં. ત્યાર બાદ કોલ ડિસ્કનેક્ટ કરી દેવામાં આવ્યો. જોકે બીજી ઘટનામાં છોકરીએ હરિયાણા પોલીસમાં નંબર અંગે ફરિયાદ દાખલ કરી દીધી હતી અને તેને પોલીસને એવી પણ માહિતી આપી હતી કે કોલ કર્યા બાદ તેને કેવો જવાબ મળ્યો હતો. આ ઘટનાની પોલીસ તપાસ કરી રહી છે.