બિહારના પૂર્ણિયામાં એક અજીબોગરીબ બનાવ બન્યો છે, જેમાં એક 28 વર્ષીય મહિલાને એક 30 વર્ષીય યુવક સાથે ફેસબુકના માધ્યમથી પ્રેમ થયો હતો. બન્ને જણ વીડિયો કોલ કરવા લાગ્યા હતા. આ પછી તે યુવકે મહિલાને પોતાની સાથે હરિયાણા લઈ ગયો હતો, જ્યાં તેને પત્નીની જેમ રાખતો હતો. પછી અચાનક જ દિલ્હી સ્ટેશને છોડીને ભાગી ગયો હતો. તમને જણાવી દઈએ કે તે મહિલાને સંતાનમાં 8 અને 6 વર્ષનાં બે બાળક પણ છે.
મળતી માહિતી મુજબ, તે યુવક બિહારના સમસ્તીપુરના વિભૂતિપુરનો રહેવાસી છે. ત્યારે હવે તે મહિલાએ ગમે-તેમ કરીને વિભૂતિપુર પહોંચીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પીડિતાએ જણાવ્યું હતું કે તે પૂર્ણિમા જિલ્લાની રહેવાસી છે. તેને બે બાળક પણ છે. 2 વર્ષ પહેલાં સમસ્તીપુરના વિભૂતિપુરના અજય પાસવાન નામની વ્યક્તિ સાથે ફેસબુકના માધ્યમથી મિત્રતા થઈ હતી. આ પછી બન્ને જણા વચ્ચે ફેસબુક અને વ્હોટ્સએપ પર વાતો થવા લાગી હતી.
આ દરમિયાન બન્ને વચ્ચે વીડિયો કોલ પર પણ વાતો શરૂ થવા લાગી હતી. આ દોસ્તી પાછળથી પ્રેમમાં પરિણમી હતી અને બન્ને જણા અંદાજે બે મહિના પહેલાં બિહારના સહરસા જિલ્લામાં મળ્યાં હતાં, જ્યાં તે યુવક અજયે તે મહિલાને લગ્નની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.
તે યુવતીએ લગ્નની વાત કરી તો તેનો પ્રેમી તેને હરિયાણા લઈને જતો રહ્યો હતો, જ્યાં બન્ને જણા 2 મહિનાથી પતિ-પત્નીની જેમ રહેતાં હતાં.
યુવકે કહ્યું- ચાલ, ગામડે જ રહીશું
તે મહિલાએ જણાવ્યું હતું કે અજયે તેને જણાવ્યું હતું કે તે પોતાના ગામમાં રહેશે. આ વાત પર બન્નેએ ટ્રેનમાં દિલ્હી સ્ટેશને પહોંચ્યાં હતાં.
3 દિવસ પહેલાં દિલ્હી સ્ટેશન પર અજય પાણી લઈ આવવાનું કહીને ગયો હતો, પછી પરત જ ફર્યો નહોતો. તે મહિલાએ પોતાના પ્રેમીને શોધવા માટે આમથી તેમ ભટકી હતી, પરંતુ અજય મળ્યો નહોતો. આ પછી તે અજયે બતાવેલા સરનામા પર ગમે તે રીતે વિભૂતિપુર પહોંચી હતી.
માતા-પિતાએ રાખવાની ના પાડી
મહિલાનું કહેવું છે કે તેનાં સાસરિયાં સિવાય તેનાં માતા-પિતાના લોકોને પણ તેના અજય સાથે કરનાલ જવાની વાત જાણવા મળી હતી. એને કારણે જ્યારે તે તેનાં માતા-પિતાના ઘરે પરત ફરી ત્યારે તેની માતાએ પણ તેને રાખવાની ના પાડી દીધી હતી. એ પછી તે પોલીસ સ્ટેશન પહોંચી હતી.
તે તેનાં બે બાળકોને છોડી અજય સાથે કરનાલ ગઈ હતી. બન્ને બાળકો તેના સાસરે છે. સ્ટેશનના અધ્યક્ષ સંદીપ પાલે કહ્યું હતું કે યુવતીના નિવેદન પર સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.