• Gujarati News
  • National
  • Electricity Became Cheaper By Rs 3 In Punjab; Rate Up To 100 Units Only Rs 1.19; 95% Of Customers Will Benefit

સિદ્ધુનો ચન્ની સરકાર પર પ્રહાર:દિવાળી ગિફ્ટી અને 2 મહિનામાં લોલીપોપ, બધુ જ ખોટુ અને છેતરપિંડી; પંજાબમાં વીજળી યુનિટ દીઠ રૂપિયા 3 સસ્તી કરી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રીએ કોંગ્રેસ તરફથી મોટુ રાજકીય પાસુ ફેક્યું, તેમણે કહ્યું કે પંજાબમાં કુલ 72 લાખ ગ્રાહક

પંજાબ કોંગ્રેસના નેતા નવજોત સિદ્ધુએ ફરી એક વખત પંજાબ સરકાર પર હુમલો કર્યો છે. CM ચરણજીત ચન્નીએ વીજળી સસ્તી કરી,જેને દિવાળી ગિફ્ટ ગણાવી છે તેને સિદ્ધુએ ખોટું અને છેતરપિંડી ગણાવી છે. સિદ્ધુએ ચંડીગઢમાં સંયુક્ત હિંદુ મહાસભાના કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતા. સિદ્ધુએ કહ્યું કે સરકારનો હવે જ્યારે કાર્યકાળ 2 મહિના રહ્યો છે ત્યારે તે લોલીપોપની વહેચણી કરી રહી છે.

તેમણે પૂછ્યું કે જે સબસિડી આપશે તે પૈસા ક્યાથી આવશે. સિદ્ધુએ કહ્યું કે પંજાબના વિકાસનો રોડમેપ શું છે? નેતાઓએ આ અંગે માહિતી આપવી જોઈએ. સિદ્ધુએ મુખ્યમંત્રી ચન્નીની પત્રકાર પરિષદ અગાઉ આ નિશાન સાધ્યું હતું.

મુખ્યમંત્રી ચરણજીત ચન્નીએ વીજદરમાં ઘટાડાની જાહેરાત કરી
બીજીબાજુ ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મુખ્યમંત્રી ચરણજીત ચન્નીએ પંજાબમાં દિવાળી ગિફ્ટ આપી છે. સોમવારે કેબિનેટની બેઠક બાદ તેમણે કહ્યું કે પંજાબમાં ઘરેલુ વીજળીના દર રૂપિયા 3 સસ્તા કરવામાં આવ્યા છે. ત્યારબાદ 100 યુનિટ સુધી વીજળી દર 4.19 પૈસાથી ઘટાડી 1.9 રૂપિયા કરવામાં આવશે. જ્યારે 100થી 300 યુનિટ સુધી રૂપિયા 7થી ઘટાડી રૂપિયા 4.01 તથા તેની ઉપરના દર પ્રતિ યુનિટ રૂપિયા 5.76 રાખવામાં આવેલ છે. પંજાબમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી છે અને આશરે દોઢ અથવા બે મહિનામાં આ અંગે જાહેરાત કરવામાં આવશે.

આ સંજોગોમાં પંજાબના મુખ્યમંત્રીએ કોંગ્રેસ તરફથી મોટુ રાજકીય પાસુ ફેક્યું છે. તેમણે કહ્યું કે પંજાબમાં કુલ 72 લાખ ગ્રાહક છે. જેમાંથી 95 ટકા ગ્રાહક તેમા કવર કરવામાં આવશે. ફક્ત 5 ટકા લોકો જ આ હેઠળ આવતા નથી. મુખ્યમંત્રીએ દાવો કર્યો છે કે દેશમાં આ સૌથી ઓછો દર હશે.

રૂપિયા 3,316 કરોડની સબસિડી આપશે સરકાર
ચન્નીએ કહ્યું કે વીજળી બિલ માફી માટે પંજાબ સરકાર રૂપિયા 3,316 કરોડની સબસિડી આપશે. સૌનું 300 યુનિટ વીજળી માફ કરવું મુશ્કેલ છે, કારણ કે આ માટે પંજાબમાં વીજળીનું માળખુ હોવું જરૂરી છે. તેમણે કહ્યું કે 2 કિલોવોટ સુધી 53 લાખ કસ્ટમરના આશરે રૂપિયા 1,500 કરોડ બિલ અમે અગાઉ માફ કરી ચુક્યા છીએ.

સસ્તી વીજળીના ફાયદા કોઈ એક વિશેષ જાતિ અથવા ધર્મ માટે નહીં પણ દરેક ગ્રાહક માટે છે. તેમણે કહ્યું કે પંજાબમાં સ્મોલ અને મીડિયમ ઈન્ડસ્ટ્રીઝ માટે ફિક્સ ચાર્જીસ ઘટાડી અડધા કરવામાં આવ્યા છે. પંજાબમાં 72 લાખમાંથી 21 લાખ ગ્રાહકોના 200 યુનિટ અમે અગાઉ જ માફ કરી રહ્યા છીએ. આ નિર્ણય યથાવત રહેશે. તેમના બીલની ગણતરી મફત યુનિટ બાદ રહેશે. ​​​​​​​

કર્મચારીના DAમાં 11 ટકા વધારો
મુખ્યમંત્રી ચન્નીએ કહ્યું કે દિવાળીના શુભ પ્રસંગે કર્મચારીઓ માટે મોટી ભેટ રજૂ કરી છે. અમે પ્રત્યેક મહિને 440 કરોડ રૂપિયા DA તરીકે કર્મચારીઓને આપવામાં આવશે. તેને અમે આજથી જ લાગૂ કરી રહ્યા છીએ. અમે 11 ટકા વૃદ્ધિ લાગૂ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે કર્મચારીઓએ ખાતરી આપી છે કે આ સરકારના સમયગાળામાં હડતાળ પર નહીં જાય. જો કોઈ પ્રશ્ન સર્જાય તો સરકાર સાથે બેસી વાત કરશું. ​​

સિદ્ધુની નારાજગી પાછળ મોટું કારણ હતું રેટમાં વધારો
પંજાબમાં કોંગ્રેસ પ્રધાન નવજોત સિદ્ધુની નારાજગીનું મોટું કારણ વીજળીનો મુદ્દો પણ છે. સિદ્ધુએ વીજળીને લગતી અયોગ્ય સમજૂતી રદ્દ કરી 3થી 5 રૂપિયા વીજળી આપવાનું વચન આપ્યું હતું. ત્યારબાદ ચન્ની સરકાર ગોઈંદવાલ સાહિબ સ્થિત GVK થર્મલ પ્લાન્ટનો પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA)ને ટર્મિનેટ કરવાની નોટિસ આપી છે.

આ અગાઉ સરકાર 2 કિલોવોટ સુધી બાકી 1500 કરોડ વીજળી બિલ માફ કરી ચુકી છે. શહેરોમાં સિવરેજ-પાણી બિલની બાકી રકમ પણ માફ કરવામાં આવી છે. આ નિર્ણયથી કોંગ્રેસ ફરી સિદ્ધુને પંજાબમાં પાર્ટીના પ્રચારમાં લગાવવાનો પ્રયત્ન કરશે.