• Gujarati News
  • National
  • Electoral Reform Bill Passed In Lok Sabha, How Much Was Recovered By Selling Mallya's And Nirav's Assets; Information Given By The Finance Minister In The Lok Sabha

સંસદનું શિયાળુ સત્ર:લોકસભામાં ચૂંટણી સુધારણા બિલ પાસ, માલ્યા અને નીરવની સંપત્તિ વેચીને કેટલા થયા રિકવર; નાણાં મંત્રીએ લોકસભામાં આપી જાણકારી

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખડગેએ કહ્યુ- કેન્દ્ર સરકાર વિપક્ષને વિભાજીત કરવાના પ્રયાસ કરી રહી છે.

સંસદના શિયાળુ સત્રમાં સોમવારે પણ વિપક્ષે ભારે હોબાળો કર્યો હતો. સંસદમાં મડાગાંઠનો અંત લાવવા માટે એક બેઠક બોલાવવામાં આવી હતી, પરંતુ વિપક્ષે તેનો ઈન્કાર કરી દીધો હતો. ભારે હોબાળા વચ્ચે આજે લોકસભામાં ચૂંટણી સુધારણા બિલ રજૂ કરવામાં આવ્યું હતું. કિરણ રિજુજુએ આ બિલ રજુ કર્યુ હતુ. અસસુદ્દીન ઓવૈસીએ તેનો ભારે વિરોધ કર્યો હતો. જ્યારે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે સોમવારે લોકસભામાં મહત્વની જાણકારી આપતાં કહ્યુ હતુ કે વિજય માલ્યા અને નિરવ​​​​​મોદીની સંપત્તિ વેચીને 13,109 કરોડ રુપિયાની રિકવર કરવામાં આવ્યા છે.

લોકસભામાં ચૂંટણી સુધારણા બિલ પાસ, વિપક્ષનો વિરોધ
વિપક્ષના હોબાળા વચ્ચે ચૂંટણી અધિનિયમ (સુધારા) બિલ, 2021 લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ હવે રાજ્યસભામાં મોકલવામાં આવશે. આ બિલ બંને ગૃહો દ્વારા પસાર થયા બાદ મતદાર યાદીમાં ડુપ્લિકેશન અને બોગસ મતદાન અટકાવવા માટે મતદાર કાર્ડ અને યાદીને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે.

વિજય માલ્યા અને હીરા વેપારી નીરવ મોદી પાસેથી રૂ. 13,109 કરોડ રિકવર
દેશની અનેક મોટી બેંકો સાથે કરોડો રુપિયાની છેતરપીંડી કરીને ભાગેડું વિજય માલ્યા અને હીરા વેપારી નીરવ મોદી પાસેથી રૂ.13,109 કરોડ રિકવર કરવામાં આવ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે લોકસભામાં આ માહિતી આપી હતી.

વિજય માલ્યા સામે ઘણી બેંકોનાં રૂ.9,000 કરોડની લોન લઈને ન ચુકવવાના આરોપ છે. આ ઉપકાંત પીએનબી સહીત અનેક બેંકો પાસેથી હીરા વેપારી નીરવ મોદીએ રૂ.13,000 કરોડથી વધુની છેતરપીંડી કરી છે.

ખડગેએ કહ્યુ- કેન્દ્ર સરકાર વિપક્ષને વિભાજીત કરવાના પ્રયાસ કરી રહી
રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ગંભીર આરોપ લગાવતાં કહ્યુ હતુ કે કેન્દ્ર સરકાર વિપક્ષને વિભાજીત કરવાના પ્રયાસ કરી રહી છે. 15-16 પક્ષો મળીને આ મુદ્દા સામે લડી રહ્યા છે. તેઓ અમને વિભાજીત કરવા માટે માત્ર 5 પક્ષોનાં સભ્યોને જ બોલાવે છે. ભાગલા પાડો અને રાજ કરો, આ નીતિ તેમને અંગ્રેજોએ આપી હતી. ખડગેએ વધુમાં જણાવ્યુ હતુ કે તેમની પાસે બીજું કશુ નથી, માટે આવી વાતો કહેતાં રહેશે. સાથે જ 12 સાંસદોના સસ્પેન્શન પર તેમણે કહ્યું કે આ સરકારનું નબળું નિવેદન છે. તેઓએ પહેલા સ્વીકારવું જોઈએ કે તેઓએ ભૂલ કરી છે. શું તમે તેને નિયમો મુજબ સસ્પેન્ડ કર્યા હતા? તમે નિયમોનું ઉલ્લંઘન કરીને તેમને સસ્પેન્ડ કર્યા છે. ખડગેએ આ મુદ્દે વધુમાં જણાવ્યુ હતુ કે અમે સસ્પેન્શન પાછું ખેંચવા માટે કહી રહ્યા છીએ. એમાં ખોટું શું છે?

અન્ય સમાચારો પણ છે...