• Gujarati News
  • National
  • Elections In 5 States And The Steps Taken For The Transition To Koro Can Be Discussed

મોદી કેબિનેટની બેઠક:આજે લેવામાં આવ્યા અનેક મહત્વના નિર્ણયો, રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગનો કાર્યકાળ 3 વર્ષ સુધી લંબાવાયો

નવી દિલ્હી4 મહિનો પહેલા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આજે કેટલાક મહત્વના નિર્ણયોને મંજૂરી આપવામાં આવી હતી. બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપતાં કેબિનેટ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યુ હતુ કે કેબિનેટે રિન્યુએબલ એનર્જી સેક્ટરના વિકાસ માટે ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ (IREDA)ને રૂ. 1500 કરોડની ઇક્વિટી ઇન્ફ્યુઝનને મંજૂરી આપી છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અમારી સરકારે રિન્યુએબલ એનર્જી પર ઘણું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. 500 ગીગાવોટનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે અને અમે તે દિશામાં આગળ વધી રહ્યા છીએ. અમે નિર્ધારિત ટાર્ગેટ સમય પહેલા પૂરો કર્યો છે. રિન્યુએબલ એનર્જીની વીજ ઉત્પાદન ક્ષમતા વધારવાની સાથે તેની ફાઇનાન્સ ક્ષમતા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પર ચર્ચા તેમજ કોરોના સંક્રમણને લઈને લેવાયેલા પગલાંની પણ ચર્ચા થઈ હતી.

આજે મળેલી કેબિનેટની બેઠકમાં 'નેશનલ કમિશન ફોર સફાઈ કર્મચારી'નો કાર્યકાળ 1 એપ્રિલ, 2022થી આગામી 3 વર્ષ માટે લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે તેમનો કાર્યકાળ 31 માર્ચ 2025 સુધી રહેશે.

વ્યાજ પરના વ્યાજ અંગે પણ નિર્ણય લેવાયો
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, કોરોના મહામારી દરમિયાન બિઝનેસ અને વ્યક્તિગત ઉધાર લેનારા બંને પર લોનનો બોજો વધ્યો હતો. તેને જોતા સરકારે નાના દેવાદારોને 6 મહિના માટે લોનની ચુકવણી પર મોરેટોરિયમ રાહત આપવામાં આવી હતી. પાછળથી મોરેટોરિયમ સમયગાળામાં ચક્રવૃદ્ધિ વ્યાજનો બોજ ન આવે તે માટે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેના તફાવતની સમાન રાહત રકમ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

તેથી, ધિરાણ સંસ્થાઓને ચૂકવણી કરવા માટે વર્ષ 2020-21ના બજેટમાં રૂ. 5,500 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ આવા એમ.એસ.એમ.ઈ લોન, એજ્યુકેશન લોન, હાઉસિંગ લોન, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ લોન, ક્રેડિટ કાર્ડ લેણાં, ઓટો લોન, પર્સનલ લોન, પ્રોફેશનલ અને કન્ઝમ્પશન લોન આવરી લેવામાં આવી હતી. જે NPS ન હતી. અને જેની બાકી રકમ રૂ.2 કરોડની મર્યાદામાં જ હતી.

SBIને તેમના દાવાઓનું સમાધાન કરવા માટે 30 નવેમ્બર, 2021 સુધીનો સમય આપવામાં આવ્યો હતો. SBI એ વર્ષ 2020-21ના બજેટમાં ફાળવેલા 5500 કરોડ રૂપિયામાંથી 4426 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. આ સિવાય SBI પાસે 1846 કરોડ રૂપિયાના ક્લેમ મળ્યા છે. બાકીના દાવાની ચુકવણી માટે 973 કરોડ 74 લાખ મંજૂર કરવામાં આવ્યા છે.

છેલ્લી બેઠકમાં ગ્રીન એનર્જીના બીજા તબક્કાને મંજૂરી આપવામાં આવી હતી
દેશની કુલ વીજળીનું 70% ઉત્પાદન કોલસામાંથી થાય છે. પરંતુ કોલસાનો ભંડાર મર્યાદિત છે. એટલા માટે સરકાર દેશમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માંગે છે. હવે સરકારે તેના બીજા તબક્કાને મંજૂરી આપી દીધી છે.

આ ઉપરાંત ભારત અને નેપાળ વચ્ચે મહાકાલી નદી પર ધારચુલા (ઉત્તરાખંડ) ખાતે પુલ બનાવવાની પણ મંજૂરી આપવામાં આવી હતી. તેનાથી ઉત્તરાખંડ તેમજ નેપાળમાં રહેતા લોકોને પણ ફાયદો થશે.

અન્ય સમાચારો પણ છે...