તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Election Official Carrying EVM In BJP Candidate's Car, 4 Suspended; "Such Incidents Have Increased," Priyanka Said

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપના નેતાની કારમાં EVM:BJPના ઉમેદવારની કારમાં EVM લઈને જઈ રહ્યા હતા ચૂંટણી અધિકારી, 4 સસ્પેન્ડ; પ્રિયંકાએ કહ્યું- આવી ઘટનાઓમાં વધારો થયો

12 દિવસ પહેલા
  • આ મામલે ચૂંટણીપંચે 4 અધિકારીને સસ્પેન્ડ કર્યા
  • પ્રિયંકા ગાંધીએ કહ્યું, જ્યારે પણ ચૂંટણી હોય છે ત્યારે ખાનગી વાહનોમાં EVM લઈ જવાના કિસ્સા સામે આવે છે

આસામ વિધાનસભાની ચૂંટણીમાં EVM વિવાદની એન્ટ્રી થઈ ગઈ છે. બીજા તબક્કાના મતદાન બાદ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આમાં ચૂંટણી અધિકારી કારમાં EVM લઈ જતા જોવા મળી રહ્યા છે અને આ કાર ભાજપના નેતાની હોવાનું જણાવાયું છે. આ ઘટના સામે આવ્યા બાદ ચૂંટણીપંચે 4 અધિકારીને સસ્પેન્ડ કર્યા છે.

કોંગ્રેસનેતા પ્રિયંકા ગાંધીએ આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરતાં કહ્યું હતું કે આવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે અને ચૂંટણીપંચે (EC) આ મામલે નિર્ણાયક પગલાં ભરવાં જોઈએ. આસામમાં 1 એપ્રિલના રોજ બીજા તબક્કાનું મતદાન યોજાયું હતું. આ દરમિયાન 39 બેઠક માટે 74.64% મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં 72.14% મતદાન નોંધાયું હતું.

પ્રિયંકાએ ભાજપ પર ઉઠાવ્યા સવાલ
પ્રિયંકા ગાંધીએ કહ્યું, 'જ્યારે પણ ચૂંટણી હોય છે ત્યારે ખાનગી વાહનોમાં EVM લઇ જવાના કિસ્સા સામે આવે છે; એમાં ઘણી બાબતો સામાન્ય હોય છે. આ વાહનો સામાન્ય રીતે ભાજપના નેતાઓ અથવા તેમના સાથીનાં હોય છે. આવા કિસ્સાઓ ફક્ત એક જ ઘટના હોવાનું જણાવવામાં આવે છે અને તેને ભૂલ ભરેલા માનીને નકારી દેવામાં આવે છે. વીડિયો એક્સપોઝ કરનારને ભાજપવાળા મીડિયાનો ઉપયોગ કરીને હારેલા સાબિત કરે છે. ખરેખરમાં આવી ઘણીબધી ઘટનાઓ બની રહી છે અને કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ECએ આ અંગે પગલાં ભરવા જોઈએ. તમામ નેશનલ પાર્ટીઓએ EVMના ઉપયોગ પર ફરીથી વિચાર કરવો જોઈએ.'

ECની કાર બગડી હતી
ન્યૂઝ એજન્સી ANIએ સૂત્રોના હવાલેથી જણાવ્યું હતું કે પાથરકાંડી વિધાનસભામાં એક EVM કબજે કરવામાં આવ્યું હતું, કારણ કે ટોળાએ એ કારને અટકાવી હતી, જેમાં EVM લઈ જવાઈ રહ્યું હતું. લોકોએ કહ્યું હતું કે આ કાર ECની નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ECની કાર બગડી હતી. ત્યાર બાદ ચૂંટણી અધિકારીઓએ ત્યાંથી પસાર થતી કારમાં લિફ્ટ લીધી હતી. આ કાર ભાજપના ઉમેદવારની હતી. તેની પર હુમલો પણ કરવામાં આવ્યો હતો. પોલીસે ECની કાર પર હુમલો કરનારા સામે FIR નોંધી છે. EVM કબજે કરાયું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે EVM સુરક્ષિત છે અને તેની સાથે કોઈ જ ચેડાં કરવામાં આવ્યાં નથી.

ભાજપના ઉમેદવારની હતી કાર
રિપોર્ટ મુજબ, આ કાર પાથરકાંડીના ભાજપના ઉમેદવાર કૃષ્ણેન્દુ પૌલની હતી. જ્યારે તેની કારમાંથી EVM મળી આવ્યું ત્યારે વાતાવરણ તણાવભર્યું બન્યું હતું. ઘણા સ્થાનિક પત્રકારોએ પણ આ ઘટનાને પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આમાંની એક પોસ્ટને ટાંકતાં પ્રિયંકા ગાંધીએ પણ આ ઘટના અંગે સવાલ ઉઠાવ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો