• Gujarati News
  • National
  • Bill Linking Aadhar Card With Water ID 'Election Act Amendment 2021' Passed In Lok Sabha

હવે ચૂંટણીકાર્ડ સાથે આધાર લિંક કરાવો:વોટર ID સાથે આધાર કાર્ડને લિંકઅપ કરતું બિલ લોકસભામાં પસાર, બિલને લઈ વિપક્ષનો હોબાળો

એક મહિનો પહેલા
કાયદામંત્રી કિરણ રિજિજુએ લોકસભામાં કહ્યું હતું કે આધાર અને વોટર કાર્ડને લિંક કરવાથી બોગસ વોટર્સ પર અંકુશ મુકાશે.

ચૂંટણી કાયદો સંશોધન ખરડો-2021 સોમવારે લોકસભામાં પસાર થઈ ગયો છે. બિલમાં વોટર લિસ્ટના ગોટાળા અને બોગસ મતદાન રોકવા માટે વોટર ID અને લિસ્ટને આધાર કાર્ડ સાથે લિંકઅપ કરવાની જોગવાઈ છે. કેન્દ્રીય મંત્રીમંડળે ગત સપ્તાહે બુધવારે ચૂંટણી સુધારા સાથે જોડાયેલા આ ખરડાને મંજૂરી આપી હતી.

કાયદામંત્રી કિરણ રિજિજુએ બિલને લોકસભામાં રજૂ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે સભ્યોએ આ બિલના વિરોધ માટે જે તર્ક આપ્યા છે એ સુપ્રીમકોર્ટના ચુકાદાને ખોટી રીતે રજૂ કરવાનો પ્રયાસ છે. આ બિલ SCના ચુકાદાના આધારે જ છે. આ બિલ પાસ થતાંની સાથે જ લોકસભાની કાર્યવાહી મંગળવાર સુધી સ્થગિત કરી દેવાઈ છે. બિલ રજૂ કરતી સમયે કાયદામંત્રી કિરણ રિજિજુએ લોકસભામાં કહ્યું હતું કે 'સરકારે આ બિલને રજૂ કરતા સમયે જોર આપતાં કહ્યું હતું કે આધાર અને વોટર કાર્ડને લિંક કરવાથી બોગસ વોટર્સ પર અંકુશ મુકાશે.'

બિલને લઈને વિપક્ષનો ભારે હોબાળો
નીચલા ગૃહમાં કોંગ્રેસ, તૃણુમૂલ કોંગ્રેસ, AIMIM, RSP, BSPના સભ્યોએ ચૂંટણી અધિનિયમ સંશોધન ખરડો-2021ને રજૂ કરવાનો વિરોધ કર્યો. કોંગ્રેસે ખરડાને વિચાર માટે સંસદની સ્થાયી સમિતિને મોકલવાની માગ કરી. વિરોધ કરી રહેલા વિપક્ષે કહ્યું, 'આધાર કાર્ડને વોટર કાર્ડ સાથે લિંક કરવાની બાબત સુપ્રીમકોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન છે, સાથે જ આધાર કાર્ડમાં વોટર કાર્ડથી વધુ ભૂલ સામે આવી છે.'

તો શશિ થરુરે કહ્યું હતું કે 'આધાર એક 12 નંબરની ઓળખ સંખ્યા છે, જેમાં નાગરિકોની બાયોમેટ્રિક જાણકારી સામેલ છે. આધાર માત્ર નિવાસનું પ્રમાણ હોવું જોઈએ, આ નાગરિકતાનું પ્રમાણ ન હોઈ શકે. જો તમે વોટર્સ સાથે આધાર માગી રહ્યા છો તો તમને એક દસ્તાવેજ મળશે, જે નાગરિકતા નહીં, પરંતુ એનું નિવાસ જણાવે છે. આવું કરીને તમે સંભવિત રીતે જેઓ નાગરિક નથી તેમને પણ મતદાનનો અધિકાર આપી રહ્યા છો.'

ચૂંટણીપંચને નબળું બનાવવાનો પ્રયાસ- ઓવૈસી
AIMIMના પ્રમુખ અસદુદ્દુીન ઓવૈસીએ કહ્યું હતું કે 'આ ખરડાની મદદથી ચૂંટણીપંચ જેવી સ્વતંત્ર અને બંધારણીય સંસ્થાને નબળા પાડવાના પ્રયાસ સમાન છે.' ઓવૈસીની દલીલ છે કે આધાર-વોટર કાર્ડ લિંક થવાથી ભવિષ્યમાં અનેક મતદાતાઓનાં નામ હટી જશે એવી શક્યતા છે. જોકે સંસદનાં બંને ગૃહમાં સરકારની પાસે પર્યાપ્ત સંખ્યા બળ છે.

કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે આપી હતી મંજૂરી
બુધવારે મળેલી કેબિનેટ મીટિંગમાં આ બિલને મંજૂરી આપવામાં આવી છે. એનો હેતુ ચૂંટણીમાં થનારા બોગસ વોટિંગને રોકવાનો છે. સરકારે ચૂંટણીપંચની ભલામણના આધારે જ આ નિર્ણય કર્યો છે. આધારને વોટર કાર્ડ સાથે જોડવાથી બોગસ વોટર કાર્ડમાં થનારી ગરબડને પણ રોકી શકાશે.

અન્ય સમાચારો પણ છે...