• Gujarati News
  • National
  • Election Commissioner To Be Appointed By PM, Leader Of Opposition, CJI Together: Supreme

સરકાર હવે ચૂંટણી પંચની પરમેશ્વર નહીં:ચૂંટણી કમિશનરની નિમણૂક PM, વિપક્ષના નેતા, CJI મળીને કરેશે: સુપ્રીમ

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC)ની ચૂંટણી કેન્દ્ર સરકાર હવે એકલી નહીં કરે. સુપ્રીમકોર્ટે ગુરુવારે એક આદેશમાં જણાવ્યું કે એક મહત્ત્વપૂર્ણ પદ પર નિયુક્તિનો નિર્ણય કરવા માટે એક પેનલની રચના જરૂરી છે. પેનલમાં વડાપ્રધાન, લોકસભામાં વિપક્ષ નેતા (એલઓપી) અને સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ સામેલ થશે.

આ જ પેનલ ચૂંટણી કમિશનરો (ઇસી)ની પણ પસંદગી કરશે. પરંતુ, અંતિમ નિર્ણય રાષ્ટ્રપતિનો હશે. સુપ્રીમકોર્ટમાં સીઇસી તેમજ ઇસીની નિયુક્તિ માટે કોલેજિયમ જેવી વ્યવસ્થા કરવાની માગને લઇને એક અરજી દાખલ થઇ હતી. તેના પર જસ્ટિસ કે.એમ. જોસેફની અધ્યક્ષતા હેઠળની 5 સભ્યોની બંધારણીય બેન્ચે આ ચુકાદો આપ્યો છે.

બેન્ચમાં જસ્ટિસ અજય રસ્તોગી, જસ્ટિસ અનિરુદ્ધ બોઝ, જસ્ટિસ ઋષિકેશ રૉય અને જસ્ટિસ સી.ટી. રવિકુમાર સામેલ હતા. બેન્ચે આ ચુકાદો 5-0ની સર્વસંમતિથી સંભળાવ્યો હતો. સાથે જ સરકારને કહ્યું છે કે આ નિયુક્તિ પ્રક્રિયા ત્યાં સુધી લાગુ રહેશે જ્યાં સુધી સંસદ કાયદો ના બનાવે. કોર્ટે કેન્દ્રને કહ્યું કે તેઓ એક કન્સોલિડેટેડ ફંડથી કેન્દ્રીય ચૂંટણીપંચના ફન્ડિંગ અને અલગ સચિવાલય બનાવવા માટે જરૂર પગલાં લે.

નામોની ભલામણ સરકાર જ કરશે, તેમાંથી જ એકને ચૂંટવામાં આવશે... છતાં આક્ષેપબાજી અટકી જશે
નવી વ્યવસ્થા લાગુ થવાથી ચૂંટણીપંચની નિષ્પક્ષતા પર સવાલ ઊઠવાનું બંધ થઇ જશે. હવે કદાચ કોઇ એવા આરોપ નહીં લગાવી શકે કે આ સીઇસી મોદીએ બનાવ્યા છે અથવા સોનિયા ગાંધીના નજીકના છે. હું પોતે પણ બે દાયકાથી આ જ ફેરફારની માંગ કરી રહ્યો છું.

  • અત્યાર સુધી નિયુક્તિ કેવી રીતે થતી હતી?

બંધારણની કલમ 324 થી લઇને 329 સુધીના પાંચ ભાગમાં ચૂંટણી પંચની રચનાની વ્યવસ્થા અપાઇ છે. કલમ 324 હેઠળ મુખ્ય ચૂંટણી કમિશનર અને સહયોગી કમિશનરની નિયુક્તિનો અધિકાર સરકારનો છે. મુખ્ય ચૂંટણી કમિશનરની સાથે કેટલા કમિશનર હશે, તે નક્કી કરવાનો અધિકાર રાષ્ટ્રપતિ ધરાવે છે.

  • નવી વ્યવસ્થા કઇ રીતે કામ કરશે?

કોને સીઇસી અને કોને કમિશનર બનાવવાના છે, તેના માટે પહેલાં નામોની ભલામણ કરાય છે. આગળ પણ એવું જ થશે. કાયદા મંત્રાલય નામોનું સૂચન કરશે. પછી એ જ નામોમાંથી એક નામ પર પીએમ-એલઓપી-સીજેઆઇની પેનલ મહોર લગાડશે.

  • શું સરકાર ચુકાદાને પડકારી શકે છે?

અત્યારે તો તે મુશ્કેલ લાગે છે. કારણ કે, 5 જજોની બંધારણીય પીઠે એકમતે આ ચુકાદો આપ્યો છે. જ્યારે પણ બંધારણીય બેન્ચનો ચુકાદો એકમત રહ્યો છે, તેની વિરુદ્ધ સરકાર દ્વારા કરાયેલી અરજીના મામલા નથી. પરંતુ, સંસદ જો ઇચ્છે તો કોર્ટના આ ચુકાદાને બદલી શકે છે. સરકારે અત્યાર સુધી વલણ સ્પષ્ટ કર્યું નથી.

વિવાદની આશંકા તો પછી પણ રહેશે, જેમ કે CBI ચીફની નિયુક્તિમાં થાય છે
સીબીઆઇ, સીવીસી તેમજ આઇબીના ચીફની પસંદગી પણ પીએમ-એલઓપી-સીજેઆઇની ત્રણ સભ્યોની કમિટી જ કરે છે. તેમ છતાં નિમણૂક અંગે વિવાદ થાય છે. ચૂંટણી કમિશનરની નિયુક્તિને લઇને ભવિષ્યમાં વિવાદ નહીં થાય, તેવું કહેવું મુશ્કેલ છે.

ચૂંટણીપંચ સ્વતંત્ર હોય તે જરૂરી, સીધી નિયુક્તિ અયોગ્ય: બંધારણીય બેન્ચ
સારા લોકતંત્રમાં ચૂંટણી પ્રક્રિયાની સ્પષ્ટતા જળવાઇ રહે તે જરૂરી છે. નહીંતર તેનાં સારાં પરિણામ નહીં મળે. મુખ્ય ચૂંટણી કમિશનરની સીધી જ નિયુક્તિ અયોગ્ય છે. આપણે આપણા મગજમાં એક ચોક્કસ અને ઉદાર લોકતંત્રનો હોલમાર્ક લઇને ચાલવું પડશે. વોટની તાકાત સુપ્રીમ છે. તેનાથી મજબૂત પાર્ટીઓ પણ સત્તા ગુમાવી શકે છે એટલે જ ચૂંટણીપંચનું સ્વતંત્ર હોવું જરૂરી છે. - જસ્ટિસ કે.એમ જોસેફ, બંધારણીય બેન્ચના અધ્યક્ષ (ચુકાદો સંભળાવતા)

અન્ય સમાચારો પણ છે...