તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુપ્રીમ કોર્ટ:ઈલેક્શન કમિશનની માંગ- કોર્ટની દલીલનો રિપોર્ટ ન કરે મીડિયા, SCએ કહ્યું આવો પ્રતિબંધ ન લગાવી શકાય

નવી દિલ્હી14 દિવસ પહેલા
  • ઈલેક્શન કમીશન પર કોર્ટનો રિવ્યુ ન થઈ શકે તે વાત ખોટી છે, કોર્ટ કોઈ પણ જજ પર એવો પ્રતિબંધ ન મુકી શકે કે તે શું કહેશેઃ સુપ્રીમ કોર્ટ

ઈન્દોર સહિત મધ્યપ્રદેશમાં કોવિડ-19 વાઈરસના પાંચ નવા મ્યુટેશન એક્ટિવ છે. જે ઝડપથી સંક્રમણ ફેલાવી રહ્યાં છે. નવા સ્ટ્રેનની માહિતી મેળવવા માટે ફેબ્રુઆરીમાં 204 સેમ્પલ નવી દિલ્હી મોકલવામાં આવ્યા હતા. તેની તપાસમાં ખ્યાલ આવ્યો કે યુકે અને સાઉથ આફ્રિકાનો વેરીઅન્ટ ઈન્દોરના દર્દીઓમાં પણ મળ્યું છે. નવો સ્ટ્રેન માત્ર સંક્રમણ દર વધારી રહ્યો છે. જોકે એન્ટીબોડી

કોરોના સંક્રમણ દરમિયાન ચૂંટણી સભાઓમાં તૂટેલી ગાઈડલાઈન્સને લઈને મદ્રાસ હાઈકોર્ટે ઈલેક્શન કમીશનની ઝાટકણી કાઢી હતી. આ સિવાય અધિકારીઓ પર મર્ડર ચાર્જ મુકવા સહિતની ટિપ્પણી કરી હતી. તેની વિરુદ્ધ ઈલેક્શન કમીશને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી, તેની પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી.

સુપ્રીમ કોર્ટમાં ઈલેક્શન કમિશને કહ્યું કે કોર્ટમાં કોઈ પણ પ્રકારની દલીલ થાય છે, તેનો મીડિયાએ રિપોર્ટ ન કરવો જોઈએ. માત્ર કોર્ટની ટિપ્પણીના આધારે કોઈ કેસ ન નોંધવવો જોઈએ.

જસ્ટિસ ડી.વાઈ. ચંદ્રચૂડની આગેવાની વાળી બેન્ચે આ મામલાને સાંભળ્યો હતો. જસ્ટિસ ચંદ્રચૂડે સુનાવણી દરમિયાન કહ્યું કે અમે મીડિયાને કઈ પણ રિપોર્ટ કરવાથી રોકી શકતા નથી, કોર્ટનો આદેશ જેટલો મહત્વનો છે એટલી જ મહત્વની દલીલો પણ છે.

કોર્ટે કહ્યું કે મીડિયા સુનાવણી પર નજર રાખે છે. કોર્ટે સખ્ત ટિપ્પણીઓની સાથે જ ઈલેક્શન કમીશનની માંગને તાત્કાલિક ધોરણે ફગાવી દીધી. જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે અમે હાઈકોર્ટનું મનોબળ નબળુ પાડવા માંગતા નથી, તે લોકશાહીનો મહત્વનો ભાગ છે.

માત્ર લેખિત આદેશ યાદ રાખે છે ઈતિહાસઃ SC
ઈલેક્શન કમીશને કોર્ટને કહ્યું કે એક બંધારણીય સંસ્થા પર મર્ડરનો આરોપ લગાવવામાં આવે તે કઈ રીતે યોગ્ય છે. આ મામલે કોર્ટે કહ્યું કે આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે હાઈકોર્ટના જજ કે ચીફ જસ્ટિસ પોતાની વાત રજૂ કરી શકે. સાથે જ કોર્ટેની દરેક દલીલને મીડિયા રિપોર્ટ કરી શકે.

સુપ્રીમ કોર્ટે ટિપ્પણ કરતા કહ્યું કે એવું માની લેવું કે ઈલેક્શન કમીશન પર કોર્ટનો રિવ્યુ ન થઈ શકે તે વાત ખોટી છે. આ સિવાય કોર્ટ કોઈ પણ જજ પર એવો પ્રતિબંધ ન મુકી શકે કે તે શું કહેશે.

કોર્ટમાં ઈલેક્શ કમિશને કહ્યું કે રેલીમાં તમામ લોકો માસ્ક પહેરીને આવ્યા છે એ વાતને અમે કઈ રીતે નક્કી કરીએ. હાઈકોર્ટની ટિપ્પણી પછી ઈલેક્શન કમિશન પ્રત્યે ખરાબ અભિગમ બધાયો. સુપ્રીમ કોર્ટ કહ્યું કે ઈતિહાસ માત્ર લખેલા આદેશને જ યાદ રાખે છે. કોર્ટે કહ્યું કે કોર્ટ કોઈ પણ સંસ્થાને નબળી કરવા માંગતી નથી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો