ચૂંટણીપંચને કોર્ટની ચૂંટલી:ચૂંટણીપંચ વર્ચ્યુઅલ રેલીઓ, ઓનલાઇન વોટિંગ અંગે વિચારણા કરે: હાઈકોર્ટ

નૈનીતાલ/લખનઉ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના વધતા કેસોની વચ્ચે ઉત્તરાખંડ હાઇકોર્ટની સલાહ

દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણની વચ્ચે ઉત્તરાખંડ હાઈકોર્ટે ચૂંટણી પંચને કહ્યું કે તેઓ આગામી વિધાનસભા ચૂંટણીઓમાં વર્ચ્યુઅલ રેલીઓ અને ઓનલાઇન મતદાન પર વિચાર કરે. હાઈકોર્ટ કોરોના મહામારીનો સામનો કરવા સંબંધિત જનહિન અરજીઓ પર બુધવારે સુનાવણી કરી રહી હતી.

હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સંજય કુમાર મિશ્રા અને જસ્ટિસ આલોકો કુમાર વર્માની બેન્ચે ચૂંટણી પંચને વિશાળ ચૂંટણી સભાઓ પર રોક લગાવવાના દિશા-નિર્દેશ જાહેર કરવા માટે પણ કહ્યું. કોર્ટે તેના માટે પંચને એક સપ્તાહનો સમય આપ્યો છે. મામલાની આગામી સુનાવણી 12 જાન્યુઆરીએ થશે. મૂળે, કોરોના સંક્રમણને જોતાં જનહિત અરજીઓમાં ચૂંટણી સ્થગિત કરવાની માંગ કરવામાં આવી છે. અરજીઓમાં એવું પણ કહેવાયું છે કે રાજ્યમાં કોરોના સંક્રમણ 300 ટકાની ઝડપે વધી રહ્યું છે. હોસ્પિટલ અને ડૉક્ટરની પણ અછત છે. હાઈકોર્ટે 29 ડિસેમ્બરે પંચને નોટિસ જાહેર કરી હતી.

યુપીમાં કોંગ્રેસ, સપાની રેલીઓ સ્થગિત, ભાજપે પણ 9 સુધી ટાળી
કોવિડના વધતા કેસોને જોતાં કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં 15 દિવસ માટે પોતાની તમામ રેલીઓ, કાર્યક્રમ રદ કરી દીધા છે. ત્યારબાદ સપાએ પણ વિજય યાત્રા અને સભાઓને સ્થગિત કરી દીધી. બીજી તરફ, ભાજપે 9 જાન્યુઆરીએ લખનઉમાં પ્રસ્તાવિત મહારેલીને ટાળી દીધી છે. જોકે આ મહારેલીની અધિકૃત ઘોષણા નહોતી થઈ. કોંગ્રેસે 15 દિવસ માટે તમામ મોટી રેલીઓ અને કાર્યક્રમોને રદ કરવાની ઘોષણા કરી છે. સપાએ બુધવારે વિજય રથ યાત્રા રદ કરી દીધી. સપા અધ્યક્ષ અખિલેશ યાદવની 7, 8 અને 9 જાન્યુઆરીએ યોજાનારી રેલી સ્થગિત કરી દેવામાં આવી છે. આ રેલી ગૌંડા, બસ્તી અને અયોધ્યામાં થવાની હતી. આ પહેલા 30 ડિસે.એ યૂપી કોંગ્રેસે ચૂંટણી પંચને પત્ર લખી મોટી સભાઓ અને રેલીઓ પર રોક લગાવવાની માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...