તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉત્તરપ્રદેશ:વ્હીલચેર કે સ્ટ્રેચર ન મળતાં વૃદ્ધ માતાને પીઠ પર ઊંચકી ફરતો રહ્યો દીકરો, હૉસ્પિટલમાં કોઈને દયા ન આવી

2 મહિનો પહેલા

ઉત્તરપ્રદેશના કનૌજનો એક શરમજનક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જિલ્લા સરકારી હૉસ્પિટલનો છે. હૉસ્પિટલમાં વ્હીલચેર કે સ્ટ્રેચર ન મળતાં વૃદ્ધ માતાને તેડીને ડૉક્ટર સુધી લાવવી પડી હતી. 80 વર્ષીય શાંતાદેવીને તેનો દીકરો હૉસ્પિટલ લાવ્યો હતો. પણ માતા ચાલી શકે એમ ન હતી. વ્હીલચેર કે સ્ટ્રેચર ન મળતાં લાચાર દીકરાએ માતાને પીઠ પર ઊંચકી લીધી અને ડૉક્ટર સુધી લઈ આવ્યો. ડૉક્ટરે સુગરના રિપોર્ટ કરવાનું કહેતા માતાને ઊંચકીને બીજા માળ સુધી જવું પડ્યું હતું. આ રીતે હૉસ્પિટલમાં ફરતો હોવા છતાં કોઈને દયા આવી નહીં.

અન્ય સમાચારો પણ છે...