• Home
  • National
  • Elderly man languishes on Mumbai road for four hours, dies on road without any help from ambulance or treatment

મદદમાં વિલંબ / મુંબઈના માર્ગ પર ચાર કલાક સુધી વૃદ્ધ તડપતા રહ્યા, એમ્બ્યુલન્સ કે સારવારની કોઈ મદદ ન મળતા માર્ગ પર જ જીવ ગુમાવ્યો

X

  • ઘટનાનો વીડિયો ભાજપ નેતા કિરીટ સોમૈયાએ ટ્વિટ કરી શેર કર્યો છે
  • તેમણે કહ્યું- સવારે 11.30 વાગે પોલીસને જાણકારી આપવામાં આવી હતી, પણ 3.30 વાગ્યા સુધી કોઈ આવ્યુ નહીં

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 07:33 PM IST

મુંબઈ. પુણે બાદ મુંબઈમાં એક વૃદ્ધ વ્યક્તિને ઈલાજ મળ્યો નથી. આ વૃદ્ધે માર્ગ પર તડપી તડપીને જીવ ગુમાવ્યો છે. ઘટના શુક્રવારે દહિસર વિસ્તારમાં થઈ હતી. ભાજપ નેતા કિરીટ સોમૈયાએ ટ્વિટર પર આ અંગેનો એક વીડિયો શેર કર્યો છે. કેટલાક દિવસ અગાઉ પુણેમાં પણ એક વૃદ્ધને એમ્બ્યુલન્સ લેવા માટે આવી ન હતી. તેમને પણ સારવાર મળી શકી ન હતી. આ સંજોગોમાં માર્ગ પર જ આ વૃદ્ધનું મૃત્યુ થયુ હતું.

ચાર કલાક રાહ જોઈ, મદદ માટે કોઈ ન આવ્યું

કિરીટે ટ્વિટર પર લખ્યું-દહિસરના શાંતિ નગરમાં વધુ બે વ્યક્તિનું માર્ગ પર મોત થયું છે. તેમને ન તો કોઈ એમ્બ્યુલન્સ મળી અને ન તો કોઈ સારવાર થઈ. એક ચોકીદારનું શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. સવારે 11.30 વાગે પોલીસ અને બીએમસીને આ અંગે જાણ કરવામાં આવી અને મદદ માંગવામાં આવી.
બપોરના 3.30 વાગે આ વ્યક્તિનું મોત થયું. પોલીસ અને બીએમસીએ આ ઘટનાની પુષ્ટી કરી છે.
વીડિયોમાં દેખાઈ રહેલા એક વૃદ્ધ દિવાલના સહારે બેઠા છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. તે તડપી રહ્યા છે.

પુણેમાં પણ માર્ગ પર એક વૃદ્ધનું મોત થયું હતું

કેટલાક દિવસ અગાઉ પુણેના નાનપેઠ વિસ્તારમાં એક વૃદ્ધનું આવી જ સ્થિતિમાં મોત થયુ હતું. તેમને ન તો એમ્બ્યુલન્સ મળી અને ન તો સારવાર. તેમને હૃદયમાં દુખાવો ઉપડ્યો હતો. આ વૃદ્ધ જે વિસ્તારમાં હતા તે હોટસ્પોટ હતો. આ સંજોગોમાં વિવિધ જગ્યાએ બેરિકેડિંગ લાગેલા હોવાથી એમ્બ્યુલન્સ પહોંચી શકી ન હતી. કોઈ ઓટોવાળાએ પણ તેમને હોસ્પિટલ લઈ જવા મદદ કરી ન હતી.

સાયન હોસ્પિટલમાં સંક્રમિતને મૃતકોના મૃતદેહ વચ્ચે રાખવામાં આવ્યા હતા

આ અગાઉ ભાજપ નેતા નિતેશ રાણેએ મુંબઈના સાયન હોસ્પિટલનો એક વિડિયો શેર કર્યો હતો. તેમા સ્પષ્ટ દેખાતુ હતું કે સંક્રમણને લીધે મૃત્યુ બાદ કેટલાક મૃતદેહ દર્દીઓ વચ્ચે રાખવામાં આવતા હતા. કેટલાક મૃતદેહને કપડાથી તો કોઈ મૃતદેહને કાબળાથી ઢાકીને રાખવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈ રોષ સર્જાતા સરકારે તપાસનો આદેશ આપ્યો છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી